Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નફ્ફટ સંચાલકોએ રાઈડનું સર્ટિ લઈને 3 માળનું ગેમઝોન શરૂ કર્યુ હતું

Rajkot TRP Gamezone massacre : રાજકોટ TRP ગેમઝોન હત્યાકાંડમાં ( Rajkot TRP Gamezone massacre) પાપનો ભાંડો ફૂટતાં જ અધિકારીઓ ભાગી રહ્યા છે તો ઘણા અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અધિકારીઓ હજું પણ ઢાંકપીછોડો કરી રહ્યા છે. તેમની બેદરકારી અને ભ્રષ્ટ...
10:09 AM May 26, 2024 IST | Vipul Pandya
RAJKOT FIRE

Rajkot TRP Gamezone massacre : રાજકોટ TRP ગેમઝોન હત્યાકાંડમાં ( Rajkot TRP Gamezone massacre) પાપનો ભાંડો ફૂટતાં જ અધિકારીઓ ભાગી રહ્યા છે તો ઘણા અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અધિકારીઓ હજું પણ ઢાંકપીછોડો કરી રહ્યા છે. તેમની બેદરકારી અને ભ્રષ્ટ કાર્યનીતિના કારણે નિર્દોષના ફરી એક વાર ભોગ લેવાયા છે.

અધિકારીઓ ભૂગર્ભમાં

રવિવારે સવારે રાજકોટના અધિક કલેક્ટર ચેતન ગાંધી ગુજરાત ફર્સ્ટના સવાલોથી ભાગ્યા હતા જ્યારે મિકેનિકલ વિભાગના એક્ઝિક્યુટિવ ઈજનેર સી.સી. પટેલ ગાયબ થઇ ગયા હતા. માર્ગ અને મકાન વિભાગના અધિકારી પણ ભૂગર્ભમાં જતા રહ્યા છે તો સ્ટેબિલિટી સર્ટિ આપનાર અધિકારી પણ ગાયબ છે. ભ્રષ્ટ તંત્રના પાપે ગુજરાતમાં હજું કેટલા નિર્દોષોના ભાગ લેવાશે તે સવાલ સતત પુછાઇ રહ્યો છે. તંત્રના ભ્રષ્ટ અધિકારીઓને પણ સજા કરવામાં આવે તેવી માગ લોકો કરી રહ્યા છે. મંજૂરી બાદ ભ્રષ્ટ અધિકારીઓ ડોકાયા પણ ન હતા.

રહેણાંક વિસ્તારમાં ગેમઝોન ધમધમતું હતું

બીજી તરફ રાજકોટ TRP ગેમઝોન હત્યાકાંડમાં ખુલાસો થયો છે કે રહેણાંક વિસ્તારમાં ગેમઝોન ધમધમતું હતું અને 4 વર્ષથી NOC વિના ચાલતું હતું .પાકા બાંધકામના બદલે શેડ જેવાં સ્ટ્રક્ચરમાં ડેથઝોન ઉભું કર્યુ હતું. મંજૂરી ન લેવી પડે એ માટે શેડ બનાવ્યો હતો.

રાઈડનું સર્ટિ લઈને 3 માળનું ગેમઝોન શરૂ કર્યુ

નવાઇની વાત એ છે કે નફ્ફટ સંચાલકોએ રાઈડનું સર્ટિ લઈને 3 માળનું ગેમઝોન શરૂ કર્યુ હતું. પોલીસ પાસે એમ્યુઝમેન્ટ પાર્કની મંજૂરી લીધી હતી અને મિકેનિકલ બ્રાન્ચમાં રાઈડની મંજૂરી માગી હતી

આ પણ વાંચો----- Rajkot GameZone Tragedy: એર એમ્બ્યુલન્સ મારફતે DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

આ પણ વાંચો----- રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનામાં NRI પરિવાર લાપતા

 

Tags :
corrupt officialsDeathGazamzoneGujaratGujarat FirstNegligenceRAJKOTRajkot GamezoneRajkot GazamzoneRajkot Gazamzone disasterRajkot Municipal CorporationRajkot TRP Gamezone massacreTragedy
Next Article