Ahmedabad: શહેરના આ વિસ્તારમાંથી 50 શંકાસ્પદ લોકોની તપાસ, અન્ય દેશના નાગરિકો હોવાનું સામે આવ્યું
- અત્યાર સુધી 50 લોકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું
- ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવી હકીકત
- શંકાસ્પદોના દસ્તાવેજ તપાસતા જાણકારી સામે આવી
અમદાવાદના ઇસનપુરમાં શંકાસ્પદ લોકોની તપાસ થઇ રહી છે. જેમાં અત્યાર સુધી 50 લોકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં હકીકત સામે આવી છે. તેમાં શંકાસ્પદોના દસ્તાવેજ તપાસતા જાણકારી સામે આવી કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે પોલીસે 800 લોકોને પૂછપરછ કરી હતી. જેમાં શહેરના ઇસનપુર વિસ્તારમાં શંકાસ્પદની તપાસ મામલે સૌથી મહત્વની અપડેટ મળી છે.
અત્યાર સુધી 50 લોકો બાંગ્લાદેશની હોવાની હકીકત સામે આવી
અત્યાર સુધી 50 લોકો બાંગ્લાદેશની હોવાની હકીકત સામે આવી છે. તેમજ ગુજરાતના વિવિધ શહેરોમાં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં જામનગરમાં રહેતા પાકિસ્તાનીઓને ઘરભેગા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 31 પાકિસ્તાની મુસ્લિમ નાગરિકોને અલ્ટીમેટમ અપાયું છે. તમામ 31 પાકિસ્તાનીઓને બોર્ડર તરફ રવાના કરવામાં આવશે. આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મુસ્લિમ પાકિસ્તાનીઓને ઘરભેગા કરવા પોલીસની તૈયારીઓ છે. જામનગર પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
બંગાળી કે બાંગ્લાદેશી કારીગરોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું
રાજકોટ શહેર પોલીસ દ્વારા 10 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ બોર્ડર પરથી ઘુસણખોરી કરીને રાજકોટમાં પહોંચ્યા હતા. કોઈપણ પ્રકારના વિઝા અને પાસપોર્ટ વગર ગુજરાતમાં વસવાટ કરી રહ્યા હતા. તમામ બાંગ્લાદેશીઓને ડિપોટેશન કરવામાં આવશે. રાજકોટમાં મજૂરી કામ કરતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. શહેરમાં એક દિવસમાં 800 જેટલા શંકાસ્પદ લોકોને ચકાસવામાં આવ્યા હતા.
વડોદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
વડોદરામાં પણ બાંગ્લાદેશીઓના ગેરકાયદે વસવાટ મુદ્દે વડોદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફતેપુરા, કાલુપુરા અને તુલસીવાડી વિસ્તારમાંથી 100 ને કુંભારવાડા પોલીસ સ્ટેશન લવાયા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ કરી રહી છે. બંગાળી કે બાંગ્લાદેશી કારીગરોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે.