Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Instagram એકવાર ફરી થયું Down, ઘણા Users ને રીલ્સ જોવામાં પડી રહી છે તકલીફ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram ફરી એકવાર ડાઉન થઈ ગયું છે, જેના કારણે લોકોને ઈન્સ્ટા એપ લોડ કરવાથી લઈને ઈન્સ્ટા સ્ટોરીઝ જોવા સુધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો આ મેટા-માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ડાઉન વિશે ફરિયાદ કરી રહ્યા...
instagram એકવાર ફરી થયું down  ઘણા users ને રીલ્સ જોવામાં પડી રહી છે તકલીફ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram ફરી એકવાર ડાઉન થઈ ગયું છે, જેના કારણે લોકોને ઈન્સ્ટા એપ લોડ કરવાથી લઈને ઈન્સ્ટા સ્ટોરીઝ જોવા સુધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો આ મેટા-માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ડાઉન વિશે ફરિયાદ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, Instagram આજે સવારે મોટી સંખ્યામાં યુઝર્સ માટે પ્રતિભાવવિહીન રહ્યું અને આ સમસ્યા ખાસ કરીને US અને આસપાસના પ્રદેશોને અસર કરી રહી છે.

Advertisement

Users ને ઓપરેટ કરવામાં પડી રહી છે તકલીફ

Advertisement

આજે એટલે કે 18 મેની સવારે, Instagram મોટી સંખ્યામાં Users માટે કામ કરતું ન હતું. સૌથી વધુ ફરિયાદો અમેરિકા અને આસપાસના વિસ્તારોમાંથી કરવામાં આવી છે. Users કહે છે કે તેઓ પ્લેટફોર્મ પર લૉગ ઇન કરવામાં, ફીડને ઍક્સેસ કરવામાં, Stories જોવા અને પોસ્ટ કરવામાં અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લગભગ 780 લોકોએ DownDetector ને ઑનલાઇન સમસ્યાઓની જાણ કરી છે. આ આઉટેજ પાછળનું કારણ શું છે, તે હાલ જાણી શકાયું નથી. માર્ચ 2023માં એકવાર આવું બન્યું છે. જોકે કેટલાક યુઝર્સ સરળતાથી ઇન્સ્ટાનો ઉપયોગ કરી શકે છે. DownDetector અનુસાર, આઉટેજ પ્રથમ આજે સવારે 5:34 વાગ્યે શરૂ થયો હતો અને સવારે 7:19 સુધી ટોચ પર હતો. જે યુઝર્સે ફરિયાદ નોંધાવી છે તેમાંથી 63 ટકા યુઝર્સે કહ્યું કે તેમને ઈન્સ્ટાગ્રામ લોડ કરવામાં મુશ્કેલી થઈ રહી છે.વળી, 26 ટકાએ કહ્યું કે તેમને લોગ ઇન કરવામાં મુશ્કેલી આવી રહી છે. જ્યારે 12 ટકા લોકોએ કહ્યું કે તેઓ વેબસાઈટ એક્સેસ કરી શકતા નથી.

Advertisement

Twitter પર લોકો આપી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા

ઘણા Instagram Users આ મુદ્દો ઉઠાવવા માટે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર ગયા છે. એક યુઝરે ટ્વીટ કરીને કહ્યું કે, બીજા કોઈનું ઈન્સ્ટાગ્રામ સ્લો છે? હું મારી Story માં કોઈની Story અથવા કોઈના Review જોઇ નથી શકતો. બીજાએ કહ્યું કે એવું લાગે છે કે મારું ઇન્સ્ટાગ્રામ લાંબા સમયથી ધીમું છે. બીજાએ કહ્યું કે ન તો મારી Story પોસ્ટ થઈ રહી છે અને ન તો હું કોઈની Story જોઈ શકું છું.

આ પણ વાંચો - WHATSAPPમાં ઉમેરવામાં આવી એક નવી સુવિધા ચેટ લૉક, ખાનગી વાતચીતને વધુ સુરક્ષિત બનાવશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.