Instagram Down:ઇન્સ્ટાગ્રામ ફરી ડાઉન, લાખો યુઝર્સ થયા પરેશાન
- ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન
- લાખો યુઝર્સે મુશ્કેલીમાં મુકાયા
- હજારો યુઝર્સ ટ્વિટર પર કરી ફરિયાદ
Instagram Down:સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ મંગળવારે સાંજે અચાનક બંધ થઈ ગયું. હજારો યુઝર્સે મેસેજ મોકલવામાં સમસ્યાની ફરિયાદ કરી છે. મળતી માહિતી અનુસાર Instagram પર સંદેશા મોકલવામાં સમસ્યા 5.14 વાગ્યે શરૂ થઈ છે. હજારો યુઝર્સ ટ્વિટર પર ફરિયાદ કરી રહ્યા છે કે તેઓને ઈન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ (Downdetector)મેસેજ મોકલવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
યુઝર્સ ટ્વિટર પર કરી ફરિયાદ
ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની ફરિયાદ કરવા માટે યુઝર્સ ટ્વિટરની મદદ લઈ રહ્યા છે. આ અંગે ઇન્સ્ટાગ્રામ અથવા મેટા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઇન્સ્ટાગ્રામ ડાઉન થવાનું કારણ પણ જાણી શકાયું નથી.
આ પણ વાંચો -Diwali Sale:52 હજારના ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે આ ફોન
અગાઉ પણ 15 ઓક્ટોબરે થયું હતું ડાઉન
આ પહેલા 15 ઓક્ટોબરે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયા હતા, જેનાથી અમેરિકામાં હજારો લોકો પ્રભાવિત થયા હતા. જેના કારણે 12,000થી વધુ લોકોએ ફેસબુક વિશે ફરિયાદ કરી હતી, જ્યારે 5,000 થી વધુ યુઝર્સે Instagram ડાઉન થયા અંગે ફરિયાદ કરી હતી. જો કે, માત્ર અમેરિકાના યુઝર્સ જ આ આઉટેજથી પરેશાન થયા હતા. ભારતીય યુઝર્સે કોઈ ફરિયાદ કરી નથી.
આ પણ વાંચો -સરકારનાં આ નિર્ણયથી એરટેલ, BSNL, Jio અને Vi નાં કરોડો યુઝર્સ ખુશ!
માર્ચ મહિનામાં પણ આ સમસ્યા સર્જાઈ હતી
માર્ચના મધ્યમાં પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થવાના કારણે યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન મેટા પ્લેટફોર્મ્સની સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ખામી જોવા મળી હતી. અમેરિકા, યુરોપ, બ્રિટન અને એશિયાના ઘણા ભાગોમાંથી ફરિયાદો આવી હતી. યુઝર્સે જણાવ્યું હતું કે, તેઓ સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી. યુઝર્સ વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.