Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mexico માં કાર રેસિંગની ઈવેન્ટમાં અંધાધૂધ ફાયરિંગ, 10 કાર રેસર્સના મોત

મેક્સિકોમાં કાર રેસિંગ શો ચાલી રહ્યો હતો. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા હતા. ત્યારે કેટલાક હુમલાખોરોએ ગ્રીન વાનમાં ગોળીબાર કર્યો હતો. જેમાં 10 કાર રેસરોનાં મોત થયા હતા. જ્યારે 9થી વધુ ઘાયલ થયા હતા. ઉત્તર અમેરિકામાં પડતા...
mexico માં કાર રેસિંગની ઈવેન્ટમાં અંધાધૂધ ફાયરિંગ  10 કાર રેસર્સના મોત

મેક્સિકોમાં કાર રેસિંગ શો ચાલી રહ્યો હતો. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા હતા. ત્યારે કેટલાક હુમલાખોરોએ ગ્રીન વાનમાં ગોળીબાર કર્યો હતો. જેમાં 10 કાર રેસરોનાં મોત થયા હતા. જ્યારે 9થી વધુ ઘાયલ થયા હતા.

Advertisement

ઉત્તર અમેરિકામાં પડતા મેક્સિકોમાં ભીષણ ગોળીબારની ઘટના બની છે. જેમાં 10 રોડ રેસરના મોત થયા છે જ્યારે 9 ઘાયલ થયા છે. ઉત્તરી મેક્સિકોના બાજા કેલિફોર્નિયામાં શનિવારે એક કાર શોમાં ગોળીબાર થયો હતો. પ્રારંભિક માહિતીમાં એવું કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષો વચ્ચેના વિવાદ બાદ ગોળીબાર થયો હતો. આમાં 10 રોડ રેસર્સના મોત થયા છે. અમેરિકા દાયકાઓથી આ સંકટનો સામનો કરી રહ્યું છે. ફાયરિંગની ઘટનાઓ અહીં સામાન્ય બની ગઈ છે. ઘણી વખત આ એક રાજકીય મુદ્દો પણ બન્યો છે પરંતુ તેમ છતાં ગન કલ્ચર પર બ્રેક નથી લાગતી.

અમેરિકામાં ગન કલ્ચરના કારણે અનેક વખત નિર્દોષ જીવ ગુમાવે છે. ક્યારેક જાહેર સ્થળોએ તો ક્યારેક બાર, ક્લબ, રેસ્ટોરન્ટમાં અંધાધૂધ ફાયરિંગની ઘટના બને છે. જેમાં ઘણા લોકો મૃત્યુ પામે છે. આવી જ એક ઘટના મેક્સિકોમાં પણ બની છે. જ્યાં 10 રેસર્સના મોત થયા છે. કેલિફોર્નિયા રાજ્યના એટર્ની જનરલે કહ્યું કે હુમલો એન્સેનાડા શહેરના સાન વિસેન્ટ વિસ્તારમાં ઓલ-ટેરેન કાર રેસિંગ શો દરમિયાન થયો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ હુમલાખોરો મોટી બંદૂકોથી સજ્જ હતા. હુમલાખોરો ગ્રે વાનમાંથી બહાર આવ્યા અને ગોળીબાર કર્યો. માહિતી મળ્યા બાદ પ્રશાસનના હાથ-પગ પણ ફૂલી ગયા હતા. મ્યુનિસિપલ અને રાજ્ય પોલીસ, મરીન, ફાયર બ્રિગેડ અને મેક્સિકન રેડ ક્રોસ તમામ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાકીના 9 લોકોની હાલત હજુ પણ નાજુક છે. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલમાં કેટલાક લોકોની હાલત નાજુક છે. અમેરિકન સરકારે હવે આમાં કોઈ મોટો નિર્ણય લેવો જોઈએ. નહિંતર, રોજબરોજ આવા કિસ્સાઓ ક્યાંક ને ક્યાંકથી આવતા રહેશે.

આપણ  વાંચો- વિશ્વના નેતાઓની સાથે PM નરેન્દ્ર મોદીએ હિરોશિમા પીસ મેમોરિયલ ખાતે આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો

Advertisement

Tags :
Advertisement

.