ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IndiGo Airline ની મુસાફરીમાં લાગી બ્રેક, એરપોર્ટ લાંબી લાઈનો જોવા મળી

સમગ્ર નેટવર્કમાં કામચલાઉ સિસ્ટમમાં ખામી જોવા મળી ઈન્ડિગો 30 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ફ્લાઈટ્સ ચલાવે છે IndiGo Airline નો શેરબજારમાં હિસ્સો 62 ટકા IndiGo Airline outage : IndiGo Airline ની અવ્યવસ્થાને કારણે તાજેતરમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો....
06:17 PM Oct 05, 2024 IST | Aviraj Bagda
IndiGo outage: Passengers fume over slow check-ins

IndiGo Airline outage : IndiGo Airline ની અવ્યવસ્થાને કારણે તાજેતરમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત આ ઘટનાના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. તે ઉપરાંત મુસાફરોએ પણ ભારે હોબાળો એરપોર્ટ ઉપર મચાવ્યો હતો. જોકે આ સંપૂર્ણ મામલો ચેક ઈનને કારણે ઉદભવ્યો હતો. જોકે આ અંગે એરલાઈને પણ એક સૂચના જાહેર કરી હતી.

સમગ્ર નેટવર્કમાં કામચલાઉ સિસ્ટમમાં ખામી જોવા મળી

IndiGo Airline એ તાજેતરમાં જણાવ્યું હતું કે, તે તેના સમગ્ર નેટવર્કમાં કામચલાઉ સિસ્ટમમાં ખામી જોવા મળી હતી. જેના કારણે તેની વેબસાઈટ અને બુકિંગને અસર થઈ રહી છે. દેશભરના તમામ એરપોર્ટ પર ઈન્ડિગોને બુકિંગ, બોર્ડિંગ પાસ અને અન્ય સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. IndiGo Airline એ કહ્યું કે, આનાથી ચેક-ઈનમાં વિલંબ થઈ શકે છે. તે ઉપરાંત નિરાકરણ પણ કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: આવડી મોટી RBI આખરે કેમ આવી ગઇ ટેંશનમાં....?

ઈન્ડિગો 30 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ફ્લાઈટ્સ ચલાવે છે

IndiGo Airline નો સ્થાનિક શેરબજારમાં હિસ્સો 62 ટકા છે. હાલમાં ઈન્ડિગો 30 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ફ્લાઈટ્સ ચલાવે છે. આમાં 805 આંતરરાષ્ટ્રીય શહેરોને સેવા આપે છે. 300 થી વધુ એરક્રાફ્ટના કાફલા સાથે ઇન્ડિગો દરરોજ બે હજારથી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તે દેશના 78 શહેરોને જોડે છે. આ પછી એર ઈન્ડિયા પાસે 14.7 ટકા, વિસ્તારા પાસે 10.3 ટકા, એર ઈન્ડિયા એક્સપ્રેસ પાસે 4.4 ટકા અને આકાસા એર પાસે 4.5 ટકા હિસ્સો છે.

આ પણ વાંચો: Stock Market Crash: શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સમાં 1800 પોઈન્ટનું ધોવાણ

Tags :
airport delaysbooking systemFlight operationsGujarat FirstIndigoIndiGo Airline outageIndigo AirlinesIndigo Airlines FlightsIndigo Boarding PassIndigo ServerIndigo Server DownIndigo Server Problemindigo servicessystem outagesystem slowdown
Next Article