Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જર્મનીમાં 20 માસથી ફસાયેલી ગુજરાતી બાળકીને પરત સોંપવા ભારતની ઉગ્ર માગ 

રાની મુખરજી અભિનીત Mrs. Chatterjee vs Norway નામની તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મના કિસ્સા જેવા કેસનું પુનરાવર્તન થયું છે અને તેના જેવો જ અદ્દલોઅદ્લ કેસ બહાર આવ્યો છે. આ વખતે ગુજરાતી યુગલ જર્મનીમાં ભોગ બન્યું છે. અરિહા શાહનો મામલો ગરમાયો જર્મની(Germany)...
જર્મનીમાં 20 માસથી ફસાયેલી ગુજરાતી બાળકીને પરત સોંપવા ભારતની ઉગ્ર માગ 
રાની મુખરજી અભિનીત Mrs. Chatterjee vs Norway નામની તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મના કિસ્સા જેવા કેસનું પુનરાવર્તન થયું છે અને તેના જેવો જ અદ્દલોઅદ્લ કેસ બહાર આવ્યો છે. આ વખતે ગુજરાતી યુગલ જર્મનીમાં ભોગ બન્યું છે.
અરિહા શાહનો મામલો ગરમાયો
જર્મની(Germany) માં ફસાયેલી ગુજરાતની બાળકી અરિહા શાહ (Arisha Shah Case)નો મામલો ફરી એકવાર ગરમાયો છે. અરિહા નામની બાળકીને લગભગ 20 મહિનાથી જર્મનીમાં ફોસ્ટર કેયરમાં રાખવામાં આવી છે. આ મામલે બાળકીની માતા સતત મોદી સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરી રહી છે. આ મામલે ભારત (India) સરકારે આ સપ્તાહે જર્મનીના રાજદૂતને બોલાવ્યા હતા અને અરિહાની મુક્તિ માટે ભારતે આ અઠવાડિયે જર્મન રાજદૂત ફિલિપ એકરમેનને સમન્સ પાઠવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીનું કહેવું છે કે અરિહા કેસને લઈને એકરમેનને આ અઠવાડિયે સમન્સ મોકલવામાં આવ્યો હતો. ભારતનું કહેવું છે કે બાળકી માટે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે. અરીહાના માતા-પિતાને વિદેશ મંત્રાલયે તેડું પાઠવ્યું છે. ભારતે જર્મનીને આ  બાળકીને તેના માતા-પિતાને સોંપવા આદેશ કર્યો છે.
બાળકી બર્લિનના ફોસ્ટર કેર સેન્ટરમાં
ગયા વર્ષે ડિસેમ્બરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બિઅરબોકને અરિહા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સંબંધીઓનો આરોપ છે કે બાળકીને 20 મહિનાથી બર્લિનના ફોસ્ટર કેર સેન્ટરમાં રાખવામાં આવી છે.
શું છે મામલો?
ગુજરાતનું એક યુગલ છેલ્લા દોઢ વર્ષથી તેમની બાળકીથી હજારો માઈલ દૂર છે અને તેને મળવા માટે આજીજી કરી રહ્યું છે. અમદાવાદના ભાવેશ અને ધારા ભારતમાં છે જ્યારે તેમની બે વર્ષની પુત્રી અરિહા જર્મનીમાં છે.  સપ્ટેમ્બર 2021 આ પરિવાર માટે કાળો સાબિત થયો. વર્ક વિઝા પર જર્મનીના બર્લિન ગયેલા આ ગુજરાતી પરિવારની દુનિયા ત્યારે ચકનાચૂર થઈ ગઈ જ્યારે અરિહાના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા થઈ અને જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે માતા-પિતા પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો. આ પછી પ્રશાસને અરિહાને ફોસ્ટર કેર હોમમાં મોકલી દીધી. સપ્ટેમ્બર 2021થી આ પરિવાર અરિહાની કસ્ટડી માટે કાનૂની લડાઈ લડી રહ્યો છે.
અરિહા પાલક સંભાળ ગૃહમાં બે વર્ષ પૂર્ણ કરશે
આ દંપતી છેલ્લા એક વર્ષથી વિનંતી કરી રહ્યું છે કે તેમની પુત્રી તેમને પરત કરવામાં આવે. ડૉક્ટરને અરિહાના ડાયપર પર લોહી જોવા મળ્યું, ત્યારબાદ વહીવટીતંત્રે બાળકીને ફોસ્ટર કેર હોમમાં મોકલી. ત્યારથી અરિહા ફોસ્ટર કેર હોમમાં છે. અરિહાની માતા ધારા કહે છે કે આ વર્ષે ઓગસ્ટના અંતમાં અરિહા પાલક સંભાળ ગૃહમાં બે વર્ષ પૂર્ણ કરશે. જર્મન સરકારના નિયમો હેઠળ, જો બાળક બે વર્ષથી ફોસ્ટર કેર હોમમાં છે, તો તે બાળક તેના માતાપિતાને પાછું આપવામાં આવતું નથી. આ કેસમાં અધિકારીઓએ પરિવાર પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.
લાંબી કાનૂની લડાઇ
જર્મની ભાષાથી અજાણ દંપતીની વાત ત્યાના અધિકારી ન સમજી શક્યા અને ત્યારબાદ લાંબી કાનૂની લડાઇ શરુ થઇ હતી જેમાં પરિવાર ઉપર લગાવાયેલા આરોપ રદ થયા હતા.  અરીહાના કબજા માટે 'ફીટ-ટૂ-બી-પેરેન્ટ્સ' ટેસ્ટ પાસ કરવા આદેશ અપાયો હતો જેથી પતિએ ટેસ્ટના બે સત્ર પાર કર્યા હતા.
અરિહાની માતાનો વિરોધ
આ પહેલા ગયા વર્ષે નવેમ્બરમાં અરિહાની માતા ધારા શાહ પોતાની પુત્રીની કસ્ટડી મેળવવા માટે ગુજરાત ભાજપ કાર્યાલયની બહાર ધરણા પર બેસી ગઈ હતી. તેમની માંગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે દરમિયાનગીરી કરે અને તેમને મદદ કરે. બાળકીને હાલમાં એક ખ્રિસ્તી પરિવાર સાથે છે અને તેણે જર્મન બોલવાનું શરૂ કર્યું છે. પરિવારનું કહેવું છે કે આ કેસની સુનાવણીમાં વર્ષો લાગી શકે છે.  પુત્રી અરિહાની કસ્ટડીની માંગ માટે તેના માતા-પિતાએ જંતર-મંતર પર પ્રદર્શન પણ કર્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.