Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UNમાં ભારતનો સણસણતો જવાબ, 'જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અમારું અભિન્ન અંગ....'

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 68મી બેઠકમાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર પ્રતીક માથુરે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે, અને રહેશે. કોઈપણ દેશ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી, અને પ્રચાર આ હકીકતને નકારી...
unમાં ભારતનો સણસણતો જવાબ   જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અમારું અભિન્ન અંગ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 68મી બેઠકમાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર પ્રતીક માથુરે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે, અને રહેશે. કોઈપણ દેશ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી, અને પ્રચાર આ હકીકતને નકારી શકે નહીં.

Advertisement

કાઉન્સેલર પ્રતીક માથુરે વધુમાં જણાવ્યું કે, UNGOએ 'વીટો પહેલ' અપનાવ્યાને એક વર્ષ વીતી ગયું છે. તેમણે કહ્યું કે UNGAએ 2008માં સર્વસંમતિથી સંમતિ આપી હતી કે વીટો સહિત UNSC સુધારાના તમામ પાંચ પાસાઓનો નિર્ણય વ્યાપક રીતે લેવામાં આવશે. યુએનએસસીમાં સુધારા માટે પોતાનું સમર્થન વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, વીટો પર ભારતની સ્થિતિ સ્પષ્ટ છે. તમને જણાવી દઈએ કે, ભારત અને ઘણા આફ્રિકન અને એશિયાઈ દેશો ઘણા વર્ષોથી સંયુક્ત રાષ્ટ્ર પર વીટો સુધારા માટે દબાણ કરી રહ્યા છે.

Advertisement

જાણો શું છે વીટો પાવર

વીટો એક લેટિન ભાષાાનો શબ્દ છે, જેનો મતલબ થાય છે 'હું અનૂમતિ નથી આપતો.' સયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations Organization- UNO)ની સયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સ્થાયી સભ્ય દેશોને મળ્યો વિશેષાધીકાર “VetO Power'' કહેવાય છે. UN સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો ચીન, ફ્રાસ, રશિયા, યૂકે અને અમેરિકા પાસે વીટો પાવર છે.

Advertisement

Tags :
Advertisement

.