Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનના આઝમને પછાડી ભારતનો પ્રિંસ પહોંચ્યો ટોચના સ્થાને, વાંચો અહેવાલ

ભારતીય ક્રિકેટના ઊગતા સૂરજ સમાન પ્રતિભાશાળી શુભમન ગિલ  બાબર આઝમને વિશ્વના નંબર 1 ODI બેટ્સમેન તરીકે પછાડીને પોતે રેન્કિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. શુભમને આ ઐતિહાસિક કીર્તિમાન રચીને નવો ઇતિહાસ સર્જ્યો છે.  ICC મેન્સ બેટિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચેલા...
પાકિસ્તાનના આઝમને પછાડી ભારતનો પ્રિંસ પહોંચ્યો ટોચના સ્થાને  વાંચો અહેવાલ

ભારતીય ક્રિકેટના ઊગતા સૂરજ સમાન પ્રતિભાશાળી શુભમન ગિલ  બાબર આઝમને વિશ્વના નંબર 1 ODI બેટ્સમેન તરીકે પછાડીને પોતે રેન્કિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. શુભમને આ ઐતિહાસિક કીર્તિમાન રચીને નવો ઇતિહાસ સર્જ્યો છે.  ICC મેન્સ બેટિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચેલા ગિલને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં તેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે પ્રોત્સાહન મળ્યું હતું. ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલીના પગલે ચાલીને આ પ્રતિષ્ઠિત રેન્કિંગ હાંસલ કરનાર તે માત્ર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે.

Advertisement

બાબરના બે વર્ષ લાંબા સામ્રાજ્યનો આવ્યો અંત 

Advertisement

શુભમન ગિલનો દેખાવ વર્લ્ડ કપમાં પણ પ્રભાવશાળી રહ્યો છે. તેને શ્રીલંકા સામે 92 અને દક્ષિણ આફ્રિકા સામે 23 રન બનાવ્યા છે, તેણે ચાલુ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં છ ઇનિંગ્સમાં 219 રન બનાવ્યા છે. પાકિસ્તાનના સુકાની બાબર આઝમે આ વિશ્વ કપમાં આઠ મેચમાં 282 રન બનાવ્યા છે.  હવે બાબર આઝમ ગિલ કરતા છ રેટિંગ પોઈન્ટ પાછળ બીજા સ્થાને આવી ગયો છે. બાબર સતત વિશ્વના ટોચના ODI બેટર તરીકે  બે વર્ષથી વધુ સમય સુધી રહ્યો હતો ત્યાર બાદ હવે તેના શાસનનો અંત આવ્યો છે.

Advertisement

શાહીન અફરીદીને પછાળી સિરાજ પણ પહોંચ્યો મોખરે

પેસ અટેકમાં ભારતના પ્રમુખ બોલર સિરાજે પણ ફરી એક વાર વનડેમાં ટોપ રેન્કીંગ પ્રાપ્ત કર્યું છે. તેણે પાકિસ્તાનના શાહીન અફરીદીને પાછળ રાખી દીધો છે, શાહીન શાહ આફ્રિદી પહેલા ODI રેન્કિંગમાં નંબર 1 બોલર હતો પરંતુ હવે તે પાંચ સ્થાન નીચે નં.5 પર આવી ગયો છે. સિરાજનું વનડેમાં આ વર્ષમાં શાનદાર વર્ષ રહ્યું છે. જોકે વર્લ્ડ કપમાં તેમણે નોંધપાત્ર રીતે શરૂઆત કરી ન હતી, પરંતુ છેલ્લી કેટલીક મેચમાં તેણે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ વર્ષે, તેણે એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે 6 વિકેટ પણ મેળવી હતી.  કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી ODI રેન્કિંગમાં ટોચના 10 સ્થાનોમાં અન્ય ભારતીય બોલર છે.

આ પણ વાંચો -- ફેમસ ફૂટબોલરની Girl Friend અને બાળકના અપહરણનો કરવામાં આવ્યો પ્રયાસ, ઘરમાં લૂંટ ચલાવી માતા-પિતાને બનાવ્યા બંધક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.