ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતનો પડોશી દેશ ICC World Cup 2023 માટે Qualified

ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાનાર આગામી ODI વર્લ્ડ કપ (ODI World Cup) માં હવે શ્રીલંકાને પણ જગ્યા મળી ગઇ છે. શનિવારે જ્યા વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ની ટીમ આઈસીસી વર્લ્ડ કપ ક્વોલિફાયર (ICC World Cup Qualifier) માંથી બહાર...
07:58 PM Jul 02, 2023 IST | Hardik Shah

ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાનાર આગામી ODI વર્લ્ડ કપ (ODI World Cup) માં હવે શ્રીલંકાને પણ જગ્યા મળી ગઇ છે. શનિવારે જ્યા વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ની ટીમ આઈસીસી વર્લ્ડ કપ ક્વોલિફાયર (ICC World Cup Qualifier) માંથી બહાર થઈ ગઈ હતી તો બીજી તરફ આજે રવિવારના રોજ શ્રીલંકાએ શાનદાર પ્રદર્શન કરતા બીગ ટૂર્નામેન્ટમાં એન્ટ્રી મેળવી લીધી છે. જણાવી દઇએ કે, શ્રીલંકાએ રવિવારે ODI વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મેચના સુપર સિક્સ તબક્કામાં ઝિમ્બાબ્વેને 9 વિકેટે હરાવ્યું હતું.

શ્રીલંકાની ટીમે ICC World Cup 2023 માટે કર્યું Qualifier

વર્લ્ડ કપ 2023 પહેલા ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં એકથી એક કાંટાની સ્પર્ધા જોવા મળી રહી છે. બે વખતની ચેમ્પિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝ આ ટુર્નામેન્ટની સુપર-6 લીગમાંથી બહાર થનારી પ્રથમ ટીમ હતી. ODI વર્લ્ડ કપની ક્વોલિફાઈંગ ઈવેન્ટમાં શ્રીલંકાની ટીમ હજુ સુધી એક પણ મેચ હારી નથી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 32.2 ઓવરમાં 165 રન જ બનાવી શકી હતી. જવાબમાં શ્રીલંકાએ 33.1 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની રમત નિરાશાજનક રહી હતી. યજમાન ટીમ 165 રનના નજીવા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અહીંથી લક્ષ્યનો પીછો કરવો શ્રીલંકા માટે મુશ્કેલ કામ નહોતું. શ્રીલંકાની ટીમે ધૈર્યથી રમી, વિકેટ બચાવી અને લક્ષ્યાંક પણ હાંસલ કર્યો. નિસાન્કાએ સદીની ઇનિંગ રમી હતી. જણાવી દઇએ કે, બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની હકાલપટ્ટી બાદ ઝિમ્બાબ્વે પાસે ચાલુ ક્વોલિફાયર ટૂર્નામેન્ટ દ્વારા ભારતમાં આ વર્ષના ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાની તક હજુ પણ છે. શ્રીલંકા પછી ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડ એ બે ટીમો છે જે ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થનારી પ્રતિષ્ઠિત 50-ઓવરની ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થવાની રેસમાં છે.

ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ વખત હારી

આ પ્રથમ વખત થયું જ્યારે યજમાન ઝિમ્બાબ્વે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં કોઈ ટીમ સામે હાર્યું હોય. ઝિમ્બાબ્વે તેની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 166 રનમાં ઓલઆઉટ થઈ હતી, જે ચાલુ ક્વોલિફાયર્સમાં તેમનો સૌથી ઓછો સ્કોર હતો. ફોર્મમાં ચાલી રહેલા સીન વિલિયમ્સે 57 બોલમાં 56 રન ફટકારીને ટીમ માટે એકમાત્ર અડધી સદી ફટકારી હતી. સિકંદર રઝા પણ વધારે પ્રભાવિત કરી શક્યો ન હતો અને 31 રન સાથે બીજા નંબરનો સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંકડો પાર કરી શક્યો નહતો. શ્રીલંકા માટે, મહેશ તિક્ષણા અને દિલશાન મદુશંકાએ ઝિમ્બાબ્વેની બેટિંગ લાઇન-અપને તોડી નાખી હતી, અને બંનેએ સાથે મળી 7 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો - ODI વર્લ્ડ કપ 2023 માંથી બહાર થતા જ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ થયા ભાવુક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ICC World Cupicc world cup 2023ICC World Cup QualifierSri LankaWorld Cupworld cup 2023
Next Article