ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતની પહેલી Vande Metro ગુજરાતના આ 2 શહેરો વચ્ચે દોડશે....

ભારતની પ્રથમ વંદે મેટ્રો ગુજરાતમાં અમદાવાદ અને ભુજ વચ્ચે દોડશે વંદે મેટ્રો ગુજરાતના ભુજથી સવારે 05.05 વાગ્યે ઉપડશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અમદાવાદ સ્ટેશનથી સાંજે 05:30 વાગ્યે ઉપડશે અને 11:10 વાગ્યે ભુજ પહોંચશે. વંદે મેટ્રો...
02:53 PM Sep 13, 2024 IST | Vipul Pandya
India's first Vande Metro pc google

Vande Metro : દેશના લોકોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે રેલવેની કાયાપલટ કરવામાં આવી રહી છે. આ પ્રયાસનું પરિણામ એ છે કે ભારતમાં વંદે ભારત જેવી ઝડપી ટ્રેનો દોડી રહી છે, જે લોકોને ઓછા સમયમાં લાંબુ અંતર કાપવાનો વિકલ્પ આપે છે. લોકોની મુસાફરીને વધુ સુખદ બનાવવા માટે રેલવે હવે વંદે મેટ્રો (Vande Metro) પણ શરૂ કરી રહી છે. ભારતની પ્રથમ વંદે મેટ્રો ગુજરાતમાં અમદાવાદ અને ભુજ વચ્ચે દોડશે.

વંદે મેટ્રોમાં કેટલું ભાડું

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું લઘુત્તમ ભાડું GST સહિત 30 રૂપિયા હશે. સિઝન ટિકિટ સાપ્તાહિક, પાક્ષિક અને માસિક સિઝન ટિકિટનું ભાડુ વંદે મેટ્રોની એક જ મુસાફરી માટે ભાડાના ટેબલ મુજબ અનુક્રમે ₹7, ₹15 અને ₹20ના દરે વસૂલવામાં આવશે.

આ પણ વાંચો----Vande Metro Train : ગુજરાતીઓ આનંદો... હવે પટરી પર જલદી દોડશે વંદે મેટ્રો ટ્રેન, જાણો તેના અંગે

વંદે મેટ્રો કેટલી ઝડપે દોડશે?

વંદે મેટ્રોને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાટા પર દોડી શકે છે. પરંતુ તેની સ્પીડ 100 થી 150 કિમી હશે. વંદે મેટ્રોની સેવા એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે જેઓ રોજીરોટી માટે ગામડાઓ અને નાના શહેરોથી મોટા શહેરોમાં જાય છે. ટ્રેનમાં લોકોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે તેને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.

વંદે મેટ્રોનું ટાઈમ ટેબલ

વંદે મેટ્રો ગુજરાતના ભુજથી સવારે 05.05 વાગ્યે ઉપડશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અમદાવાદ સ્ટેશનથી સાંજે 05:30 વાગ્યે ઉપડશે અને 11:10 વાગ્યે ભુજ પહોંચશે. વંદે મેટ્રો ટ્રેન આ સમયગાળા દરમિયાન કુલ 9 સ્ટેશનો પર ઉભી રહેશે. સ્ટેશન પર આ ટ્રેનનું સરેરાશ સ્ટોપેજ માત્ર 2 મિનિટનું હશે. આ ટ્રેન તેની મુસાફરી 5 કલાક 45 મિનિટમાં પૂર્ણ કરશે.

આ પણ વાંચો----Valsad : મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનને નડ્યો ગોઝારો અકસ્માત, મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા

Tags :
AhmedabadRailwayStationBhujGujaratIndia's first Vande MetroVande Metro TrainVandeBharatTrain
Next Article