Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

India vs Canada : કેનેડામાં રહેતા ભારતીયો અત્યંત સાવધાની રાખે, કેન્દ્રની સલાહ

કેનેડામાં રહેતા ભારતીયો માટે કેન્દ્ર સરકારની એડ્વાઇઝરી કેનેડામાં રહેતા લોકો અત્યંત સાવધાની રાખે કેનેડા જવાનું વિચારતા લોકો પણ સાવધાની રાખે ભારત વિરોધી ગતિવિધીઓ જોતાં ગુનાહિત હિંસા થઇ શકે  કેનેડા મુદ્દે ભારત સરકાર આક્રમક બની છે. ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં...
india vs canada   કેનેડામાં રહેતા ભારતીયો અત્યંત સાવધાની રાખે  કેન્દ્રની સલાહ
  • કેનેડામાં રહેતા ભારતીયો માટે કેન્દ્ર સરકારની એડ્વાઇઝરી
  • કેનેડામાં રહેતા લોકો અત્યંત સાવધાની રાખે
  • કેનેડા જવાનું વિચારતા લોકો પણ સાવધાની રાખે
  • ભારત વિરોધી ગતિવિધીઓ જોતાં ગુનાહિત હિંસા થઇ શકે 
કેનેડા મુદ્દે ભારત સરકાર આક્રમક બની છે. ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા તમામ ભારતીય નાગરિકો અને પ્રવાસનું વિચારી રહેલા લોકોને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરી છે. કેનેડા મુદ્દે જાહેર કરાયેલી એડવાઇઝરીમાં કેનેડામાં રહેતા ભારતીય નાગરીકોને અને ભારતીય વિદ્યાર્થીઓને અત્યંત સાવધાની રાખવાની અને જાગ્રત રહેવાની સલાહ આપી છે.
ભારતીય નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા વિનંતી
કેનેડાને વધુ એક સચોટ જવાબ આપતા કેન્દ્રની મોદી સરકારે ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. ભારત સરકાર દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે સમર્થિત નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને, કેનેડામાં હાજર રહેલા અથવા તેની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે.
કેનેડિયન નાગરિકોને ઉચ્ચ સ્તરની સાવચેતી રાખવા વિનંતી કરી હતી
ભારત સરકારની આ સલાહ કેનેડા માટે પણ યોગ્ય જવાબ છે કારણ કે એક દિવસ પહેલા, કેનેડા સરકારે ભારતમાં રહેતા કેનેડિયન નાગરિકોને ઉચ્ચ સ્તરની સાવચેતી રાખવા વિનંતી કરી હતી. કેનેડા દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને ભારતમાં અત્યંત સાવધાની રાખવી જોઈએ. જો શક્ય હોય તો ભારતની બિનજરૂરી મુસાફરી ટાળો.
Advertisement
Tags :
Advertisement

.