Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

love: એક પતિ ભારતમાં, એક પાકિસ્તાનમાં, પોતે જેલમાં....

ભારતની સનમ ખાનની અજીબોગરીબ પ્રેમ કહાની નગમાનો પતિ તેને છોડીને ક્યાંક ચાલ્યો ગયો હતો નગમાએ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની યુવક સાથે મિત્રતા કરી પાકિસ્તાન પહોંચી પ્રેમી સાથે લગ્ન કર્યા બાળકો યાદ આવતા ભારત પાછી આવી love : સીમા હૈદર...
love  એક પતિ ભારતમાં  એક પાકિસ્તાનમાં  પોતે જેલમાં
Advertisement
  • ભારતની સનમ ખાનની અજીબોગરીબ પ્રેમ કહાની
  • નગમાનો પતિ તેને છોડીને ક્યાંક ચાલ્યો ગયો હતો
  • નગમાએ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની યુવક સાથે મિત્રતા કરી
  • પાકિસ્તાન પહોંચી પ્રેમી સાથે લગ્ન કર્યા
  • બાળકો યાદ આવતા ભારત પાછી આવી

love : સીમા હૈદર અને અંજુની બોર્ડર પારની પ્રેમ (love) કહાનીએ દેશભરમાં ભારે ચર્ચા જગાવી હતી. કારણ કે બંનેએ પ્રેમ ખાતર પોતાના દેશની સરહદો ઓળંગી છે. સીમા હૈદર પાકિસ્તાનથી ભારત આવી હતી અને અંજુ ભારતથી પાકિસ્તાન પહોંચી હતી પરંતુ આ બંને સિવાય અન્ય એક પરિણીત યુવતી તેના પ્રેમીને મળવા ભારતથી પાકિસ્તાન ગઈ હતી પરંતુ હવે આ યુવતી ખરાબ રીતે ફસાઈ ગઈ છે.

સનમના લગ્ન નાનપણમાં જ થઇ ગયા હતા

સનમ ખાન ઉર્ફે નગમા નૂર મકસૂદ અલી મહારાષ્ટ્રના થાણેની રહેવાસી છે. સનમે તેના પાકિસ્તાની પ્રેમીને મળવા માટે ગેરકાયદેસર રસ્તો પસંદ કર્યો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. સનમ ઉર્ફે નગમાના જણાવ્યા અનુસાર, જ્યારે તે આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારે તેના પ્રથમ લગ્ન તેની સંમતિ વિના થયા હતા. તેના સાસરિયાંમાં તેની સાથે સારો વ્યવહાર થતો ન હતો.

Advertisement

આ પણ વાંચો----ટ્યુશન ટીચરે પ્રેમ જાળમાં ફસાવી વિદ્યાર્થીને આત્મહત્યા કરવા પર કર્યો મજબૂર

Advertisement

નામ બદલીને પાકિસ્તાન પહોંચી

નગમા તેના સાસરિયાનું ઘર છોડીને તેની પુત્રી અને પતિ સાથે તેના માતા-પિતાના ઘરે આવી હતી, પરંતુ થોડા દિવસો પછી નગમાનો પતિ તેને છોડીને ક્યાંક ચાલ્યો ગયો હતો. થોડા દિવસો પછી નગમાએ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની યુવક સાથે મિત્રતા કરી. તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને હવે મુલાકાતમાં વિલંબ થવા લાગ્યો. નગમા પાકિસ્તાન જવા માંગતી હતી પરંતુ તે શક્ય નહોતું.

તે સીધી પાકિસ્તાન પહોંચી ગઈ અને તેના પ્રેમી સાથે રહેવા લાગી

પ્રેમીને મળવા તલપાપડ બનેલી સનમ ખાને તેનું નામ બદલી નાખ્યું હતું અને તેના આધારે ઘણા નકલી દસ્તાવેજો તૈયાર કર્યા. ત્યાર પછી તે સીધી પાકિસ્તાન પહોંચી ગઈ અને તેના પ્રેમી સાથે રહેવા લાગી. થોડા દિવસો પછી બંનેએ લગ્ન કરી લીધા. સનમ કહે છે કે તેણે તેના બાળકોનું એડમિશન પણ કરાવી લીધું છે, તેણે ફરી પાછા જવું પડશે.

એક પતિ ભારતમાં છે અને બીજો પાકિસ્તાનમાં

લગ્ન પછી સનમ તેના ઘરે પહોંચતા જ પોલીસને તેની જાણ થઇ ગઇ. જ્યારે પોલીસે તપાસ કરી તો ખબર પડી કે જ્યારે સનમને તેના પતિએ પહેલા છોડી દીધી હતી ત્યારે તે પાકિસ્તાનના એબોટાબાદમાં રહેતા બાબર બશીર અહેમદના સંપર્કમાં આવી હતી અને તેને મળવા માટે સનમને નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. સનમની સાથે પોલીસે દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરનાર વ્યક્તિની પણ ધરપકડ કરી છે. એક પતિ ભારતમાં છે અને બીજો પાકિસ્તાનમાં, બંનેથી અલગ થઈ ગયેલી સનમ હવે જેલમાં છે.

આ પણ વાંચો----મોટી બહેનના પતિ સાથે નાની બહેને રાખ્યા શારીરિક સંબંધો, થયા 2 બાળકો

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Delhi Election: એક વર્ષ માટે એપ્રેન્ટિસશીપ, દર મહિને 8500 રૂપિયા આપવા માટે કોંગ્રેસનું વચન

featured-img
રાષ્ટ્રીય

Donald Trump : શપથ ગ્રહણ સમારોહમાં જશે વિદેશ મંત્રી જયશંકર

featured-img
રાજકોટ

Amreli : પાટીદાર દીકરીનાં સરઘસ અંગે પરશોત્તમ રૂપાલાનું નિવેદન, પરેશ ધાનાણીએ કર્યા સવાલ

featured-img
બિઝનેસ

Bank Holidays: શું 13 અને 14 જાન્યુઆરીએ બેંકો બંધ રહેશે? વાંચો સંપૂર્ણ વિગત

featured-img
ગુજરાત

Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ, 1 હજાર પોલીસ જવાન ખડેપગે

featured-img
Top News

આપણી પાસે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હિંમત છે, પણ પાકિસ્તાન જોડે વાતચીતની નહીં: મણિશંકર ઐયર

×

Live Tv

Trending News

.

×