Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકામાં ફરી ભારતીય વિદ્યાર્થીની હત્યા

અમેરિકાના ઓહાયોમાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે આંધ્રપ્રદેશનો રહેવાસી છે. વિદ્યાર્થી માસ્ટર ડીગ્રી માટે અમેરિકા ગયો હતો. જ્યારે અહીં ગોળીબાર થયો, ત્યારે તે ગેસ સ્ટેશન પર કામ કરી રહ્યો હતો. વિદ્યાર્થીની ઓળખ સૈયશ વીરા તરીકે...
અમેરિકામાં ફરી ભારતીય વિદ્યાર્થીની હત્યા
Advertisement

અમેરિકાના ઓહાયોમાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે આંધ્રપ્રદેશનો રહેવાસી છે. વિદ્યાર્થી માસ્ટર ડીગ્રી માટે અમેરિકા ગયો હતો. જ્યારે અહીં ગોળીબાર થયો, ત્યારે તે ગેસ સ્ટેશન પર કામ કરી રહ્યો હતો. વિદ્યાર્થીની ઓળખ સૈયશ વીરા તરીકે થઈ છે. આ ઘટના 20 એપ્રિલે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી.

ઘટનાની માહિતી મળતાં જ કોલંબસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગઈ હતી. તબીબોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયો નહોતો. ડોક્ટરોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને વિદ્યાર્થીના પરિવારને તેની જાણ કરવામાં આવી છે. કોલંબસ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી લીધી છે.

Advertisement

Advertisement

સૈયશ વીરા ગેસ સ્ટેશન પર કામ કરતો હતો

પોલીસના કોલંબસ ડિવિઝન દ્વારા ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. પોલીસે આરોપીને શોધવામાં મદદની અપીલ કરી હતી. પોલીસે જણાવ્યું કે 20 એપ્રિલે આ વ્યક્તિએ સૈયશ વીરા નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે વ્યક્તિએ હુમલો કર્યો ત્યારે તે વેસ્ટ બ્રોડ સેન્ટ પરના ગેસ સ્ટેશન પર હતો. પોલીસે આ માટે ફોન નંબર 614-645-4730 પણ જાહેર કર્યો છે.

આપણ  વાંચો- બ્રિટનમાં હવે ડ્રગ્સ તસ્કરોની ખેર નહીં, ઋષિ સુનકે પોલીસની કાર ધોવાનો આપ્યો ફરમાન

Tags :
Advertisement

.

×