Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indian Railway : શખ્સ પર Upper Berth પડતા મોત, રેલ્વેએ આપી આ પ્રતિક્રિયા

ભારતીય રેલ્વે (Indian Railway) ની સ્થિતિ કેવી છે તે આજે સૌ કોઇ જાણે છે. છેલ્લા થોડા દિવસોમાં આપણે જોયું છે કે, કેવી રીતે ટ્રેન અકસ્માત (Train Accident) વધ્યા છે. જેના કારણે લોકોના મોત પણ થયા છે. એક તાજો કિસ્સો સામે...
indian railway   શખ્સ પર upper berth પડતા મોત  રેલ્વેએ આપી આ પ્રતિક્રિયા

ભારતીય રેલ્વે (Indian Railway) ની સ્થિતિ કેવી છે તે આજે સૌ કોઇ જાણે છે. છેલ્લા થોડા દિવસોમાં આપણે જોયું છે કે, કેવી રીતે ટ્રેન અકસ્માત (Train Accident) વધ્યા છે. જેના કારણે લોકોના મોત પણ થયા છે. એક તાજો કિસ્સો સામે આવ્યો છે જેમા એક શખ્સ ઉપર ટ્રેનની અપર બર્થ સીટ (Upper Berth Seat) પડી જવાથી મોત થયું હતું. તે નીચેની બર્થ સીટ પર બેઠો હતો. રેલ્વે મંત્રાલયે (The Ministry of Railways) પણ આ ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમનું કહેવું છે કે બર્થમાં ચેન યોગ્ય રીતે ફીટ કરવામાં આવી ન હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.

Advertisement

Upper Berth નીચે પડતા શખ્સનું મોત

કેરળના એક 60 વર્ષીય વ્યક્તિને ટ્રેનમાં મુસાફરી કરવી ભારે પડી ગઇ. ઘટના ગયા અઠવાડિયાની છે જ્યારે એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાં એક શખ્સ પર Upper Berth પડી ગઇ હતી. જેના કારણે તે ઈજાગ્રસ્તો થયો હતો. હવે સમાચાર મળી રહ્યા છે કે, તેમનું મોત થયું છે. કેરળના એર્નાકુલમ અને દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે દોડતી મિલેનિયમ એક્સપ્રેસ (નં. 12645)માં આ ઘટના બની હતી. ટ્રેન 15 જૂને એર્નાકુલમથી નીકળી હતી અને 17 જૂને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પહોંચી હતી. જણાવવામાં આવ્યું હતું કે જ્યારે ટ્રેન તેલંગાણામાંથી પસાર થઈ રહી હતી ત્યારે S6 કોચની ઉપરની બર્થ નીચે પડી ગઈ હતી. જેના કારણે નીચેની બર્થ પર બેઠેલા વ્યક્તિને ઈજા થઈ હતી. આ પછી, ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ, મુસાફરનું સારવાર દરમિયાન મોત થયું હતું.

રેલ્વે મંત્રાલયે X પર આપી પ્રતિક્રિયા

એર્નાકુલમથી હઝરત નિઝામુદ્દીન સુધીની ટ્રેન 12645 એર્નાકુલમ સ્ટેશનથી 15.6.2024ના રોજ રવાના થઈ અને 17.6.2024ના રોજ હઝરત નિઝામુદ્દીન સ્ટેશને સમય પહેલા પહોંચી ગઈ. સંબંધિત મુસાફર S/6 કોચની સીટ નંબર 57 (નીચલી બર્થ) પર મુસાફરી કરી રહ્યો હતો. ઉપલા બર્થની સીટ પર મુસાફર યોગ્ય રીતે ચેઈન ફીટ ન કરવાને કારણે સીટ નીચે પડી ગઈ હતી. સ્પષ્ટ છે કે સીટ ક્ષતિગ્રસ્ત હાલતમાં નહોતી. દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર સીટની તપાસ કરવામાં આવી હતી અને તે ઠીક હોવાનું જાણવા મળ્યું હતું. રેલ્વે મંત્રાલયે કહ્યું કે ઘાયલ મુસાફરની માહિતી મળતાની સાથે જ ટ્રેનને તેલંગાણાના રામાગુંડમ સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી અને પેસેન્જરને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

Advertisement

રેલ્વે મંત્રી પર કોંગ્રેસે નિશાન સાધ્યું 

બીજી તરફ મુસાફરના મોત બાદ કેરળ કોંગ્રેસે ટ્વિટર પર એક પોસ્ટમાં કેન્દ્ર સરકાર અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર નિશાન સાધ્યું છે. કેરળ કોંગ્રેસે કહ્યું કે, "અશ્વિની વૈષ્ણવ અને નરેન્દ્ર મોદીના શાસનમાં રેલ્વેની હાલત એવી છે કે ત્યાં પૂરતી ટ્રેન કે સીટો નથી. તમે સુરક્ષિત રીતે ટ્રેનમાં ચઢી શકતા નથી. જો તમે ચઢવાનું મેનેજ કરો તો પણ સીટ નથી. જો તમને સીટ મળે તો પણ તમે ટ્રેન અકસ્માત, બર્થ ક્રેશ અથવા ખરાબ સ્વચ્છતાને કારણે મૃત્યુ પામી શકો છો."

Advertisement

આ પણ વાંચો - Arunachal Pradesh : હોસ્ટેલમાં સિનીયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, સ્કૂલ પ્રશાસને લીધું એક્શન…

આ પણ વાંચો - Railway Accident : કોની સરકારમાં કેટલા ટ્રેન અકસ્માતો થયા? જુઓ 2001 થી લઈને 2024 સુધીનો ડેટા…

Tags :
Advertisement

.