Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આર્થિક મોર્ચે ભારત માટે Good News, આ વર્ષે પણ દેશની Economy દોડશે સડસડાટ

S&P India Growth Projection : દુનિયાના અનેક દેશોમાં જ્યાં મંદીની આશંકા વધી રહી છે જ્યારે ભારતની ઈકોનોમી (Indian Economy) રોકેટ ગતિએ વધી રહી છે. S&P India એ સોમવારે નાણાંકીય વર્ષ 2023-24 માટે ભારતની GDP વૃદ્ધિ દર 6% રહેવાનું અનુમાન રાખ્યું...
01:57 PM Jun 27, 2023 IST | Viral Joshi

S&P India Growth Projection : દુનિયાના અનેક દેશોમાં જ્યાં મંદીની આશંકા વધી રહી છે જ્યારે ભારતની ઈકોનોમી (Indian Economy) રોકેટ ગતિએ વધી રહી છે. S&P India એ સોમવારે નાણાંકીય વર્ષ 2023-24 માટે ભારતની GDP વૃદ્ધિ દર 6% રહેવાનું અનુમાન રાખ્યું છે. રેટિંગ એજન્સીએ સાથે જ કહ્યું કે, એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ભારતની વૃદ્ધિ દર સૌથી વધારે હશે. ઘરેલું અર્થવ્યવસ્થાની મજબૂતીના કારણે ચાલુ નાણાંકિય વર્ષ અને આગામી નાણાકિય વર્ષના વૃદ્ધિના અનુમાનોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. છેલ્લા અનુમાન માર્ચમાં જાહેર કરવામાં આવ્યા હતા. S&P Globle Ratings એ એશિયા-પ્રશાંત માટે પોતાના ક્વાર્ટર આર્થિક સમિક્ષામાં કહ્યું કે, અમારું અનુમાન છે કે, ભારત, વિયતનામ અને ફિલિપાઈન્સનો વૃદ્ધિ દર લગભગ 6% રહેશે.

RBI વ્યાજદરોમાં કાપ મુકે તેવી શક્યતા

રેટિંગ એજન્સીએ કહ્યું કે, ચાલુ નાણાંકિય વર્ષમાં છૂટક ફુગાવો 6.7% થી ઘટીને 5% રહેવાનું અનુમાન છે અને RBI આગામી વર્ષની શરૂઆતમાં જ વ્યાજદરોમાં કાપ મુકી શકે છે રેટિંગ એજન્સીએ કહ્યું કે, સામાન્ય ચોમાસુ અને કાચા તેલની કિંમતોમાં ઘટાડાને લીધે ફુગાવો સાધારણ રહેશે. S&P એ 2023 માટે ચીનના વૃદ્ધિ દરનું અનુમાન 5.5% થી ઘટીને 5.2% કરી દીધું છે.

શું કહ્યું RBI ગવર્નરે

RBI ના ગવર્નર શક્તિકાંતદાસે પણ હાલમાં જ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા મોંઘવારી ઘટવાની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મોઘવારી પહેલાથી જ ઘટી છે અને હવે તેને 4% સુધી લઈ જવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

મોંઘવારી દર 25 મહિનાના નિચલા સ્તરે

જણાવી દઈએ કે, RBI પાસે મોંઘવારી 2% ના વધારા-ઘટાડા સાથે 4% પર રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. એટલે કે મોંઘવારી જો 2-6 ટકા વચ્ચે રહે છે તો આ સંતોષજનક સ્થિતિ છે તમને જણાવી દઈએ કે મે મહિનામાં છુટક મોંઘવારી દર 25 મહિનાના પોતાના નિચલા સ્તરે 4.25% પર પહોંચી ગઈ છે.

મોંઘવારી દર ઘટશે?

S&P નું કહેવું છે કે, કાચા તેલની કિંમતમાં ઘટાડો અને ડિમાન્ડ ઘટવાથી ફ્યૂલ અને કોર ઈનફ્લેશનમાં ઘટાડો આવવાની સંભાવના છે. નાણાંકીય વર્ષ 2024 માં મોઘવારી 5% રહેવાનું અનુમાન છે અને પછી આગામા બે વર્ષ આ 4.5% ની નજીક રહી શકે છે. એજન્સીએ કહ્યું કે, મોંઘવારી અને રેટ હાઈક સાયકલ્સ પોતાનું પીક પાર કરી ચુક્યા છે. RBI આગામી વર્ષની શરૂઆતમાં વ્યાજદરોમાં કાપ કરી શકે છે. આ ફાઈનાન્સિયલ વર્ષના અંત સુધી આ 6.25% સુધી આવી શકે છે જે હાલ 6.5% છે જો કે મીડિયમ ટર્મમાં તેના 5%થી નીચે રહેવાનું અનુમાન છે.

ચીનના ગ્રોથનું અનુમાન ઘટ્યું

એજન્સીએ ચીનના ગ્રોથનું અનુમાન ઘટાડ્યું છે. પહેલા તેનાથી 5.5% રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું પણ હવે તેને ઘટાડીને 5.2% કરી દીધું છે. જોકે એજન્સીએ અમેરીકા અને યૂરોજોનના ગ્રોથ અનુમાનને પ્રોત્સાહન આપ્યું છે. પરંતુ એશિયા-પેસિફિકના ગ્રોથ અનુમાનમાં 0.1% નો કાપ મુક્યો છે. તેનું કહેવું છે કે બેંકિંગ સેક્ટરમાં સંકટ છતાં અમેરીકા અને યુરોપમાં સર્વિસિઝ સેક્ટર લેબર માર્કેટ સતત બીજા ક્વાર્ટરમાં ખુબ સારી સ્થિતિમાં રહ્યાં પણ એજન્સીએ સાથે જ એલર્ટ આપ્યું છે તે હાઈ ઈન્ટરેસ્ટ રેટથી એશિયા પેસિફિક માર્કેટ અને કરેન્સી પર પ્રેશર વધી શકે છે.

આ પણ વાંચો : થઇ જાઓ સાવધાન, ITR ફાઈલ કરનારાઓ માટે સરકારે કરી મોટી જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
economyGloble AgencyIndiaRBIS&P IndiaS&P India Growth Projection
Next Article