Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Winter Olympics: 2036 માં ભારત કરશે યજમાની, ગુજરતમાં ચાલી રહેલ તૈયારીનું કરાયું નિરીક્ષણ

Winter Olympics: ગુજરાત માટે ગર્વની વાત છે કે, 2026 ની ઓલિમ્પિકની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ જ્યારે યજમાન ગુજરાત અમદાવાદ હોય અને તેવામાં અત્યારથી આયોજન બદ્ધ તૈયારીઓ શરૂ કરવી ખૂબ જરૂરી હોય છે. અમદાવાદમાં ઓલિમ્પિકમાં આયોજનની તૈયારી શરૂ...
winter olympics  2036 માં ભારત કરશે યજમાની  ગુજરતમાં ચાલી રહેલ તૈયારીનું કરાયું નિરીક્ષણ

Winter Olympics: ગુજરાત માટે ગર્વની વાત છે કે, 2026 ની ઓલિમ્પિકની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ જ્યારે યજમાન ગુજરાત અમદાવાદ હોય અને તેવામાં અત્યારથી આયોજન બદ્ધ તૈયારીઓ શરૂ કરવી ખૂબ જરૂરી હોય છે. અમદાવાદમાં ઓલિમ્પિકમાં આયોજનની તૈયારી શરૂ કરવામાં આવી છે. 2036નું સાલની ઓલિમ્પિકનું યજમાન પદ સફળ બને તે માટે અત્યારથી જ તૈયારી દર્શાવી છે. આ અગાઉ ભારતની વાત કરીએ તો ખાસ અગાઉ ભારતે 1982 માં એશિયન ગેમ્સ અને 2010 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું.

Advertisement

ઓલિમ્પિક ગેમ્સનો ગુજરાતને યજમાનીનો મકો મળ્યો

નોંધનીય છે કે, તે આયોજન સફળ પણ રહ્યું હતું. ગુજરાતે અનેક વાર અગાઉ ઓલિમ્પિક ગુજરાતમાં રમાય તેવી માંગ કરી હતી. આખરે ગયા ઓકટોબર માસમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિકના પ્રમુખ થોમસ બેંક મુંબઈ આવ્યા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની બેઠક યોજાઈ હતી. આ માટે નરેન્દ્ર મોદીએ 2036 માટે દાવો રજૂ કર્યો હતો. અન્ય દેશોએ પણ ઓલિમ્પિકની યજમાની માટે દાવો રજૂ કર્યો હતો. ભારતને આ યજમાનીનો મોકો મળ્યો છે. હવે પછીનો તબ્બકો ઓલિમ્પિક ગેમ્સનો ગુજરાતને યજમાનીનો મકો મળ્યો છે.

બેઠક ક્ષમતા 80 હજાર પ્રેક્ષકોની રહેશે

આ માટે તૈયારીના ભાગ રૂપે સરદાર વલ્લભભાઈ સ્પોર્ટ્સ એન્કલેવના પરિસરમાં 6 સ્ટેડિયમ બની રહ્યા છે. ઓલિમ્પિક ગેમ્સ માટે અને તેની ક્ષમતા જેની બેઠક ક્ષમતા 80 હજાર પ્રેક્ષકોની રહેશે અને આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસની વિસ્તારની જગ્યા અને ત્યા જ આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ ઇંકલેવમાં સ્ટેડિયમના નિરીક્ષણ અને પ્લાનનું કામ હવે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ ઉપલબ્ધ છે જેની ક્ષમતા 1 લાખ પ્રેક્ષકોની છે.

Advertisement

ઓલમ્પિલના આયોજનની કામગીરી શરૂ કરાઈ

સરકારે ઓસ્ટ્રેલિયાની આર્કિટેક કંપની પોપ્યુલર ડીઝાઈન પ્રાઇવેટ લિમીટેડને માસ્ટર પ્લાન કરવાનું કામ સોંપ્યું છે. આજ કંપની હાલ લોસ એ્જેલસમાં અને બ્રિસ્બેનમાં ઓલિમ્પિકની તૈયારીને લઈ કામ કરી રહી છે. જે કામ સરકારે અહી ગુજરાતમાં પણ પ્લાન સોંપ્યો છે. એટલે સફળતાથી ઓલિમ્પિકનું આયોજન પાર પડે તે માટે આયોજનથી કામગીરી શરૂ થઈ ગઈ છે. સ્ટેડિયમ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઓસ્ત્રલિયાની કંપની પોપ્યુલર ડીઝાઈન પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ નિરીક્ષણ કરી ગયા છે. હવે પ્લાન પ્રમાણે કામ કરશે અને તેની શરૂઆત થઈ ગઈ છે.

અહેવાલઃ સચિન કડિયા, અમદાવાદ

આ પણ વાંચો: Dahod: ધાનપુરના ઉધાલ મહુડા ગામના તળાવમાં બે તરુણ ડૂબ્યા, ઘરે કહ્યું – અમે નહાવા જઈએ છીએ

આ પણ વાંચો: ગટર લાઇનની કામગીરી કરતા તંત્ર બન્યું બેદરકાર, Gujarat First એ નિભાવી જાગૃત નાગરિકની ફરજ

આ પણ વાંચો: Gujarat: ‘ખેડૂતો આ નક્ષત્રમાં વાવણી કરી લે’ અંબાલાલે વરસાદને લઈને આપી આગાહી

Advertisement
Tags :
Advertisement

.