જો Trump કાર્ડ ચાલ્યું તો ભારતને કેટલો ફાયદો..વાંચો....
- અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોની ભારત પર અસર
- ભારત અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પર પણ નજર રાખી રહ્યું છે
- ભારતની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાને ટ્રમ્પની જીતનો ફાયદો મળી શકે
- ટ્રમ્પે ઘણી વખત જાહેરમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે
- ટ્રમ્પ યુગમાં ભારતની આંતરિક બાબતોમાં ઓછી દખલગીરી થશે
Donald Trump : અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) કમલા હેરિસ કરતા ઘણા આગળ છે. ભારત અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પર પણ નજર રાખી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે આ ચૂંટણીના પરિણામો ભલે ગમે તે હોય, અમારા સંબંધો વધુ સારા રહેશે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ જીતની નજીક જતા જણાય છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તો તેની અસર ભારત પર પડશે, ચાલો જાણીએ કે શું અસર થશે.
ભારતની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાને ટ્રમ્પની જીતનો ફાયદો મળી શકે
જો પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે તો ભારતને પણ તેનો ફાયદો થશે. નિષ્ણાતોના મતે ભારતની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાને ટ્રમ્પની જીતનો ફાયદો મળી શકે છે. આ એટલા માટે પણ છે કારણ કે ભારતની અર્થવ્યવસ્થા સ્થાનિક વપરાશ પર નિર્ભર છે. આ સિવાય ભારતને માલસામાનની નીચી કિંમતો, સપ્લાય ચેઇનમાં ફેરફાર અને વેપારના દૃષ્ટિકોણથી જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતે છે તો ભારતીય માધ્યમની IT કંપનીઓ માટે નવા રસ્તાઓ ખુલી શકે છે. ખાસ કરીને જો ટ્રમ્પ વેપારના સંદર્ભમાં ચીનના મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ખતમ કરે.
આ પણ વાંચો----US Results : શરુઆતના ટ્રેન્ડમાં ટ્રમ્પ આગળ,પરિણામોના સર્વેએ વધારી ઉત્સુક્તા
Thank you @POTUS @realDonaldTrump for your warm wishes. The friendship between our nations is strong and is a force for good for the entire humanity. https://t.co/P848MBkYBr
— Narendra Modi (@narendramodi) September 18, 2020
ટ્રમ્પે ઘણી વખત જાહેરમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે
ટ્રમ્પે ઘણી વખત જાહેરમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે અને તેમને પોતાના સારા મિત્ર ગણાવ્યા છે. બીજી તરફ, 2020ની યુએસ ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ 'આ વખતે ટ્રમ્પ સરકાર'નો નારો આપ્યો હતો. એ અલગ વાત છે કે ટ્રમ્પ એ ચૂંટણી હારી ગયા, પરંતુ બંને નેતાઓ વચ્ચે મિત્રતા જળવાઈ રહી. હવે જોવાનું એ રહે છે કે આ મિત્રતા ભારત માટે પણ ફાયદાકારક સાબિત થશે કે કેમ.
ટ્રમ્પ યુગમાં ભારતની આંતરિક બાબતોમાં ઓછી દખલગીરી થશે
આંતરરાષ્ટ્રીય બાબતોની વાત કરતા ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને વારંવાર કહ્યું છે કે જો તેઓ જીતશે તો યુદ્ધ બંધ કરાવી દેશે. જો આમ થશે તો તે ભારત માટે પણ સારું રહેશે. વડાપ્રધાન મોદી પહેલા જ ઘણા મંચો પર કહી ચૂક્યા છે કે આ યુદ્ધનો સમય નથી. એટલે કે ટ્રમ્પની જીત બાદ જો ભારતને અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર અમેરિકા જેવા સૌથી શક્તિશાળી દેશનું સમર્થન મળશે તો તેની સ્થિતિ વધુ મજબૂત બનશે. ઘણા નિષ્ણાતો માને છે કે જો બિડેન યુગની તુલનામાં ટ્રમ્પ યુગમાં ભારતની આંતરિક બાબતોમાં ઓછી દખલગીરી થશે. બિડેનની સરકાર દરમિયાન આપણે જોયું કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભ્રષ્ટાચારના આરોપમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી હતી. ભારતે તેને સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું. ટ્રમ્પ યુગમાં આવું બનવાની શક્યતા ઘણી ઓછી જણાય છે.
— Donald J. Trump (@realDonaldTrump) November 5, 2024
ટેરિફના મુદ્દે ટ્રમ્પે ઘણી વખત ભારતની ટીકા કરી છે
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ મામલે આટલી આશા રાખવી યોગ્ય નથી. ટેરિફના મુદ્દે ટ્રમ્પે ઘણી વખત ભારતની ટીકા કરી છે. મે 2019માં તેમણે ભારતને ટેરિફ કિંગ ગણાવ્યું હતું. તેમણે કહ્યું છે કે ભારત અમેરિકન કંપનીઓને તેના માર્કેટમાં યોગ્ય એક્સેસ નથી આપતું. આ સંબંધમાં, તેમણે ઘણી વખત હાર્લી ડેવિડસનનો ઉલ્લેખ કર્યો છે. રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર આયાત ડ્યુટી પણ વધારી દીધી હતી.
આ વખતે એક તૃતિયાંશ મતદારોએ વહેલા મતદાનમાં પોતાનો મત આપી દીધો છે
અમેરિકામાં આ ચૂંટણીઓમાં લગભગ 24 કરોડ 40 લાખ મતદારો છે. ખાસ વાત એ છે કે એક તૃતિયાંશથી થોડા ઓછા એટલે કે 7 કરોડ 40 લાખ મતદારોએ વહેલું અથવા એડવાન્સ વોટિંગ હેઠળ મતદાન કર્યું છે. 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકાના માત્ર બે તૃતીયાંશ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વખતે એક તૃતિયાંશ મતદારોએ વહેલા મતદાનમાં પોતાનો મત આપી દીધો છે.
આ પણ વાંચો----US Results 2024 : 40 વર્ષમાં જેની આગાહી ખોટી નથી પડી તે શું માને છે...?