INDIA VS SOUTH AFRICA FINAL : આજની મેચમાં વરસાદ બનશે વિલન તો કોને થશે ફાયદો?
INDIA VS SOUTH AFRICA FINAL : વિશ્વકપ 2024 હવે તેના અંતિમ મેચ સુધી આવી પહોંચ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા (SOUTH AFRICA) આજે ચેમ્પિયન બનવા માટે એકબીજા સામે મુકાબલામાં આવશે. એકતરફ દક્ષિણ આફ્રિકા (SOUTH AFRICA) હજી સુધી ICC T20 વિશ્વકપની ટ્રોફી જીતવામાં સફળ રહી નથી, તો બીજી બાજુ ભારત છેલ્લા 11 થી ICC ટ્રોફી જીતી શકી નથી. માટે આજની આ મેચમાં બને ટીમ જીતવા માટે પોતાનું પૂરેપૂરું જોર લગાવશે. ત્યારે આજની આ મેચમાં વરસાદના કારણે શું કોઈ અડચણ ઊભી થશે કે નહીં તે પ્રશ્ન છે અને જો આજની મેચ વરસાદના વિઘ્નના કારણે ધોવાઈ જશે તો શું થશે, ચાલો જાણીએ આ અહેવાલમાં
શું આજની મેચમાં વરસાદ બનશે વિઘ્ન?
INDIA અને ENGLAND વચ્ચે રમાયેલ બીજી સેમીફાઈનલ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. જેના કારણે સૌ દર્શકો આજની ફાઇનલ મેચને લઈને ચિંતિત છે. ફાઇનલનો આ મહામુકાબલો બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં રમાશે. હવામાન અહેવાલ અનુસાર, 29 જૂને બાર્બાડોસમાં વરસાદની સંભાવના 78 ટકા છે. મેચ સ્થાનિક સમય મુજબ સવારે 10:30 વાગ્યે (IST રાત્રે 8 વાગ્યે) શરૂ થશે. સવારે 3 થી 10 વાગ્યા સુધી વરસાદની સંભાવના 50 ટકા જેટલી છે અને સાથે જ 11 વાગે વાવાઝોડાની સાથે વરસાદની પણ શક્યતા છે. જો આ મેચ શરૂ થાય છે તો પણ ભારે વરસાદને કારણે બંધ થાય તેવી શકયાતા છે.
જો આજે મેચ વરસાદમાં ધોવાઈ જાય તો..
હવે અહી વાત એ છે કે જો આજની મેચ વરસાદના કારણે ધોવાઈ જાય તો શું થશે? જો વરસાદના વિઘ્નના કારણે મેચ ધોવાઈ જાય તો તેના માટે ICCએ વ્યવસ્થા કરી છે. ICC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ફાઇનલની આ મેચ વરસાદના કારણે ચાલુ ન થઈ શકે તો તેના માટે ICC દ્વારા રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો કે, જો આ મેચ રિઝર્વ ડે પર પણ ન યોજાય તો સુપર ઓવર દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવશે. તે જ સમયે, જો વરસાદના કારણે સુપર ઓવર પણ નહીં થાય, તો બંને ટીમોને T20 વર્લ્ડ કપ 2024ની સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
અજેય ટીમો વચ્ચે આજે મહામુકાબલો
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે કે જ્યારે સતત મેચ જીતનારી બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે. આ ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાએ (SOUTH AFRICA) અત્યાર સુધી સતત 8 મેચ જીતી છે, જ્યારે ભારતે સતત સાત મેચ જીતી છે. ભારતની એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. બાર્બાડોસની પીચ પર જ્યારે આ બંને ટીમો સામસામે આવશે ત્યારે રોમાંચક મેચ જોવા મળી શકે છે.
આ પણ વાંચો : INDIA VS SOUTH AFRICA FINAL : સુપર ફાઇનલમાં ભારતની ટીમ શું પાર કરશે 200 નો સ્કોર? જાણો કેવો રહેશે આજે પિચનો મિજાજ