Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

INDIA VS SOUTH AFRICA FINAL : ફાઇનલ પહેલા સટ્ટા બજારમાં આ ટીમનું માર્કેટ જામ્યું, જાણો કોણ બનશે વિજેતા!

INDIA VS SOUTH AFRICA FINAL : T20 વિશ્વકપ હવે તેના અંતિમ મુકાબલા સુધી આવી પહોંચ્યો છે. ભારત આજે દક્ષિણ આફ્રિકા (SOUTH AFRICA) સામેના આ મહામુકાબલા માટે એકદમ તૈયાર છે. મેચ પહેલા ક્રિકેટ ફેન હોય કે ક્રિકેટ એક્સપર્ટ દરેક લોકો પોત પોતાની...
india vs south africa final   ફાઇનલ પહેલા સટ્ટા બજારમાં આ ટીમનું માર્કેટ જામ્યું  જાણો કોણ બનશે વિજેતા

INDIA VS SOUTH AFRICA FINAL : T20 વિશ્વકપ હવે તેના અંતિમ મુકાબલા સુધી આવી પહોંચ્યો છે. ભારત આજે દક્ષિણ આફ્રિકા (SOUTH AFRICA) સામેના આ મહામુકાબલા માટે એકદમ તૈયાર છે. મેચ પહેલા ક્રિકેટ ફેન હોય કે ક્રિકેટ એક્સપર્ટ દરેક લોકો પોત પોતાની અનુમાન શક્તિના આધારે કોણ જીતશે તેના વિશે ચર્ચાઓ કરતા હોય છે. ત્યારે સટ્ટાનું બજાર પણ આજે ફાઇનલના દિવસે ધમધમી રહ્યું છે. સટ્ટા બજારમાં આજના આ મુકાબલાને લઈને શું માહોલ છે, કોણ જીતશે તેના વિશેની માહિતી તમને આ અહેવાલમાં આપીશું.

Advertisement

ફલોદી સટ્ટા બજારમાં ફાઇનલ માટે આ ટીમ ફેવરિટ

INDIA VS SOUTH AFRICA

INDIA VS SOUTH AFRICA

ચૂંટણીની આગાહી હોય કે પછી ક્રિકેટની મેચનું પરિણામ હોય, રાજસ્થાનનું ફલોદી સટ્ટા બજાર હમેશા ચર્ચામાં રહેતું હોય છે. આ સટ્ટા બજારની આગાહીઓને દરેક લોકો ધ્યાનમાં અચૂક લે છે. ત્યારે આજના આ મેગા ફિનાલેના દિવસે આ સટ્ટા બજારમાં કઈ ટીમ આગળ છે તે જાણવું ખરેખર રસપ્રદ છે. આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનારી ફાઈનલને લઈને ફલોદી સટ્ટા બજારે પણ પોતાની આગાહી કરી છે. આ સટ્ટા બજારના અનુસાર ભારતીય ટીમ આજે મુકાબલો જીતી રહી છે. આ સટ્ટા બજારના ભાવ પ્રમાણે ટીમ ઈન્ડિયા આ મેચ જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે. વાસ્તવમાં અત્યારે ટીમ ઈન્ડિયા માર્કેટમાં ફેવરિટ છે.

Advertisement

કેટલું સચોટ હોય છે તેમનું અનુમાન

ફલોદી સટ્ટાબજાર દ્વારા લોકસભાની ચૂંટણીમાં પણ પરિણામને લઈને અંદાજો લગાવવામાં આવ્યો હતો. ફલોદી સટ્ટા બજાર અનુસાર, લોકસભા 2024માં બીજેપી 305 અને એનડીએ 350 જીતી રહી હતી, પરંતુ પરિણામ અલગ હતું. ભાજપ માત્ર 240 સીટો જીતી શકી હતી. જ્યારે એનડીએને પણ માત્ર 293 સીટો મળી છે. આવી સ્થિતિમાં ફલોદી સટ્ટા બજારની આગાહી ખોટી પડી. પરંતુ રાજસ્થાનના લોકસભાની ચૂંટણીના પરિણામોમાં તેમની આગાહી થોડાક અંશ સુધી સાચી પડી હતી. રાજસ્થાનની કુલ 25 લોકસભા બેઠકોમાંથી, ફલોદી સટ્ટા બજારે આગાહી કરી હતી કે ભાજપને 18 અને કોંગ્રેસને 6 બેઠકો મળશે. વાસ્તવમાં પરિણામ આવ્યું ત્યારે આંકડો તેમના આસપાસ જ હતો અને પરિણામમાં ભાજપને 14 અને કોંગ્રેસને 8 બેઠકો મળી હતી.

આ પણ વાંચો : INDIA VS SOUTH AFRICA FINAL : ક્યાંક હવન તો ક્યાંક પૂજા! ભારતની જીત માટે ક્રિકેટપ્રેમીઓની અનોખી આસ્થા

Advertisement

Tags :
Advertisement

.