Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

India vs England : ટેસ્ટમાં સતત ખરાબ પ્રદર્શન ! ગિલ ન જીતી શક્યો ફેન્સનું દિલ

IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયા (Team India) ની હાર સાથે પૂર્ણ થઇ. આ મેચમાં ટીમ ઈન્ડિયાની હારવાની સંભાવનાઓ ખૂબ જ ઓછી હતી તેમ છતા ટીમ ઈન્ડિયા...
india vs england   ટેસ્ટમાં સતત ખરાબ પ્રદર્શન   ગિલ ન જીતી શક્યો ફેન્સનું દિલ

IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયા (Team India) ની હાર સાથે પૂર્ણ થઇ. આ મેચમાં ટીમ ઈન્ડિયાની હારવાની સંભાવનાઓ ખૂબ જ ઓછી હતી તેમ છતા ટીમ ઈન્ડિયા મેચ જીતવામાં અસફળ રહી. ટીમમાં શુભમન ગિલ Shubman Gill) નું પ્રદર્શન સતત ખરાબ દેખાયું હતું. ગિલના પ્રદર્શનની અસર ટીમ ઈન્ડિયા પર પડતી સ્પષ્ટપણે જોવા મળી છે. જોકે શુભમન ગિલ (Shubman Gill) આ વાત સ્વીકારશે નહીં, પરંતુ આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડશે કે ગિલનું ફોર્મ અત્યારે નીચું જઇ રહ્યું છે. તે ભારતના ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં તેનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું છે. તેઓ બિલકુલ રન નથી બનાવી રહ્યા. ખાસ કરીને જ્યારથી તેણે ત્રીજા નંબર પર ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેના બેટમાંથી એક પણ મોટી ઇનિંગ આવી નથી.

Advertisement

વર્ષ 2023 ગિલ માટે સપનાથી ઓછું ન હતું

હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બે દિવસ પહેલા BCCI દ્વારા શુભમન ગિલને 'ક્રિકેટર ઓફ ધ યર' (Cricket of the Year) નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2023 ગિલ માટે સપનાથી ઓછું ન હતું. આ વર્ષે, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમાયેલી 48 મેચોમાં, ગીલે 46.82ની એવરેજ અને 101.22ની સ્ટ્રાઈક રેટથી 2154 રન બનાવ્યા. આ દરમિયાન ગિલે 7 સદી અને 10 અડધી સદી પણ ફટકારી હતી. જો કે શુભમન ગિલે ત્રણેય સફેદ બોલના ફોર્મેટમાં લગભગ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તેમ છતાં તે ટેસ્ટમાં ફ્લોપ રહ્યો છે. હૈદરાબાદ ટેસ્ટની બીજી ઇનિંગમાં ગિલે ફરી ટીમને નિરાશ કરી હતી. ગિલ બીજી ઇનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. જે બાદ હવે ટેસ્ટ ટીમમાં તેના સમાવેશને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ પહેલા ગિલે સાઉથ આફ્રિકા સામે 4 ઇનિંગ્સમાં 74 રન બનાવ્યા હતા.

Advertisement

શુભમન ગિલની છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ્સ પર એક નજર કરીએ

1.0 vs EnglandJanuary 2024
2.23 vs EnglandJanuary 2024
3.10 vs South AfricaJanuary 2024
4.36 vs South AfricaJanuary 2024
5.26 vs South AfricaDecember 2023
6.2* vs South AfricaDecember 2023
7.29 vs West IndiesJuly 2023
8.10 vs West IndiesJuly 2023
9.6 vs West IndiesJuly 2023
10.18 vs AustraliaJune 2023
શુભમન ગિલના કારણે નથી મળતું આ ખેલાડીઓને ટીમમાં સ્થાન

શુભમન ગિલ ભારતીય ટીમના તે બેટ્સમેનોમાંના એક છે જેને એવા ખેલાડી તરીકે જોવામાં આવે છે જે વિરાટ કોહલી દ્વારા બનાવવામાં આવેલ વારસાને આગળ ધપાવી શકે છે. ગિલ તકનીકી રીતે સક્ષમ બેટ્સમેન છે અને તેને શોર્ટ બોલ રમવામાં પણ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. જોકે, રેડ બોલ ફોર્મેટમાં ગિલના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પસંદગીકારો ટૂંક સમયમાં તેને ટીમમાંથી બહાર કરી શકે છે. શુભમન ગિલના કારણે અભિમન્યુ ઇશ્વરન, રજત પાટીદાર, સરફરાઝ ખાન જેવા તેજસ્વી ખેલાડીઓને ટીમમાં સ્થાન નથી મળી રહ્યું.

Advertisement

આ પણ વાંચો - IND VS ENG : ભારતની હાર બાદ તૂટયો 91 વર્ષ જૂનો આ રેકોર્ડ

આ પણ વાંચો - IND vs ENG : આમની જગ્યાએ ગલી ક્રિકેટ રમતાને ટીમમાં લો… હાર બાદ ટીમ ઈન્ડિયા થઇ ટ્રોલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.