Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

India vs England : મેચના એક દિવસ પહેલા SCA સ્ટેડિયમના નામમાં ફેરફાર, હવે આ નામે ઓળખાશે

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આવતી કાલે એટલે કે 15 ફેબ્રુઆરીથી રાજકોટના મેદાન પર રમાશે. આ મેચ શરૂ થવાના એક દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ (Saurashtra Cricket Stadium) ના નામમાં મોટો...
11:16 PM Feb 14, 2024 IST | Hardik Shah
Source : Google

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આવતી કાલે એટલે કે 15 ફેબ્રુઆરીથી રાજકોટના મેદાન પર રમાશે. આ મેચ શરૂ થવાના એક દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ (Saurashtra Cricket Stadium) ના નામમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં તે હવે નિરંજન શાહ સ્ટેડિયમ (Niranjan Shah Stadium) તરીકે ઓળખાશે. જણાવી દઈએ કે, નિરંજન શાહે ક્યારેય કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ (international cricket match) રમી નથી. નિરંજન શાહ 1960 અને 70ના દાયકામાં સૌરાષ્ટ્ર માટે 12 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા બાદ લગભગ ચાર દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ના સચિવ હતા. તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ પણ રહી ચૂક્યા છે.

SCA બન્યું હવે નિરંજન શાહ સ્ટેડિયમ

રાજકોટનું આ સ્ટેડિયમ જેનું નામ થોડા સમય પહેલા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ તે હવે નિરંજન શાહ સ્ટેડિયમ (Niranjan Shah Stadium) તરીકે ઓળખાશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના ઘણા સ્ટેડિયમના નામ બદલવામાં આવ્યા છે, જેમાં હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેદાન પર વર્ષ 2013માં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. ત્યારથી, અહીં તમામ ફોર્મેટમાં કુલ 11 મેચ રમાઈ છે. નિરંજન શાહ કે જેઓ BCCI ના પૂર્વ સચિવ પણ રહી ચૂક્યા છે, તેમણે પણ આ સ્ટેડિયમ બનાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. નિરંજન શાહે 1960 થી 1970 વચ્ચે સૌરાષ્ટ્ર માટે 12 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. અત્યાર સુધી આ મેદાન પર માત્ર 2 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, જ્યારે બીજી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને વ્યાપક રીતે હરાવ્યું હતું. જણાવી દઇએ કે, આ સ્ટેડિયમ 2008 માં બનીને તૈયાર થયું હતું. આ સ્ટેડિયમનો સૌથી ખાસ ભાગ તેનું મીડિયા બોક્સ છે, જે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તે મીડિયા બોક્સ જેવું છે, જે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમની ક્ષમતા 28 હજાર દર્શકોની છે.

BCCI સેક્રેટરી જય શાહે શું કહ્યું ?

આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું કે, T20 વર્લ્ડ કપ 2024માં કયો ખેલાડી ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. જય શાહના આ નિવેદન બાદ નક્કી થયું છે કે આ બેટ્સમેન T20 વર્લ્ડ કપ 2024માં બોલરોની ક્લાસ લેતો જોવા મળશે. BCCI સેક્રેટરી જય શાહે T20 વર્લ્ડ કપ 2024 માટે કેપ્ટન રોહિત શર્મા પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જય શાહે કહ્યું કે, ભારત T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે. જય શાહે કહ્યું કે, ભલે અમે સતત 10 જીત નોંધાવવા છતાં ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ જીતી શક્યા ન હતા, પરંતુ અમે કરોડો લોકોના દિલ જીતી લીધા છે. તેમણે વધુમાં કહ્યું કે, હું તમને વચન આપું છું કે અમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી ચોક્કસપણે ઉપાડીશું.

જાડેજા અને પૂજારાનું કરાયું સન્માન

SCA એ બુધવારે સ્ટેડિયમનું નામ બદલવા માટે એક સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં ભારતના સ્પિનર ​​ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારાનું સન્માન કરવામાં આવ્યું હતું. SCA એ ગુજરાતના બંને ક્રિકેટરોને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન અને સિદ્ધિઓ બદલ સન્માનિત કર્યા હતા. રાજકોટ ટેસ્ટમાં જાડેજા મેદાનમાં ઉતરશે. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં રમ્યો નહોતો. જાડેજાએ મેચની પૂર્વ સંધ્યાએ ઈજાઓ સામે લડવા વિશે કહ્યું, "તે નિરાશાજનક છે પરંતુ ક્રિકેટમાં આ દિવસોમાં સ્પર્ધા ઘણી વધી ગઈ છે અને તે હંમેશા મનમાં રહે છે. હું મેદાનમાં ક્યાંય પણ છુપાઈ શકતો નથી, હું કોઈપણ ફોર્મેટમાં હંમેશા મહત્વપૂર્ણ સ્થાનો પર હોઉં છું અને કદાચ તે જ કારણ છે (ઈજાઓનું) બોલ ઘણી વાર મારી પાસે આવે છે. જાડેજાએ કહ્યું કે, ઈજાઓથી બચવા માટે તેણે સ્માર્ટ બનીને ફેરફારો કરવા પડશે.

આ પણ વાંચો - શમર જોસેફ ICC Player of The Month જીતનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ પુરુષ ખેલાડી બન્યો

આ પણ વાંચો - ICC ODI Rankings : અફઘાનિસ્તાનનો આ ખેલાડી બન્યો ODI નો નંબર-1 ઓલરાઉન્ડર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Cricket Newsind vs eng test seriesIndia Vs EnglandIndian Cricket TeamNiranjan Shah Cricket StadiumNiranjan Shah StadiumSaurashtra Cricket AssociationSports News
Next Article