BJP એ અમેરિકા પર ભારતને અસ્થિર કરવાના લગાવ્યા આરોપ
- Adani ગ્રુપે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
- સરકાર પર Adani ને બચાવવાનો આરોપ લગાવ્યો
- સરકાર સાથેની નિકટતા હોવાના આરોપ પર આક્ષેપ
India-US Relations : આજરોજ America એ BJP દ્વારા લગાવવામાં આવેલા એક આરોપે વખોળી નાખ્યો છે. તાજેતરમાં BJP દ્વારા કહેવામાં આવ્યું હતું કે, America એ એક અસ્થિર દેશ છે. પરંતુ આ નિવેદને America એ નકારી કાઢ્યું હતું. તે ઉપરાંત America ના વિદેશ મંત્રાલયએ આ નિવેદનને નિરાશાજનક ગણાવ્યું હતું. તે ઉપરાંત જણાવ્યું હતું કે, યુએસ સરકાર વિશ્વભરમાં મીડિયાની સ્વતંત્રતા માટે પરોપકારી રહી છે.
સરકાર સાથેની નિકટતા હોવાના આરોપ પર આક્ષેપ
એક અહેવાલ અનુસાર, BJP એ તાજેતરમાં આક્ષેપ કર્યો હતો કે America ની ખાનગી સંસ્થાઓએ ભારતની છબી ખરાબ કરવાનું કૃત્ય કર્યું છે. ભારત દેશની છબી ખરાબ કરવા માટે અમેરિકન મીડિયા પોર્ટલ OCCIP અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એકસાથે કામ કરી રહ્યા છે. BJP એ Adani પર હુમલો કરવો અને સરકાર સાથેની નિકટતા હોવાના આરોપ પર આક્ષેપ કર્યા હતા. આ અંગે અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ શનિવારે કહ્યું કે, ભારતમાં સત્તાધારી પક્ષ આ પ્રકારના આરોપો લગાવે તે નિરાશાજનક છે.
આ પણ વાંચો: રોહિંગ્યા આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યું છે બાંગ્લાદેશ, પાકિસ્તાનનો સપોર્ટ ભારતનું ટેન્શન વધ્યું
સરકાર પર Adani ને બચાવવાનો આરોપ લગાવ્યો
જોકે ગયા મહિને યુએસ પ્રોસિક્યુટર્સે ગૌતમ Adani અને તેમના ભત્રીજા સાગર અને અન્ય પ્રતિવાદીઓ પર સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે 2020 અને 2024 વચ્ચે ભારત સરકારના અધિકારીઓને 250 મિલિયન યુએસ ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. તો આરોપો બાદ કોંગ્રેસે સંપૂર્ણ તપાસની માંગ કરી હતી અને સરકાર પર Adaniને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. Adani ગ્રુપે આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે.
આ પણ વાંચો: Iltija Mufti એ મુસ્લિમ સાથે થયેલા અત્યાર મામલે હિન્દુત્વ પર કર્યો કટાક્ષ