Paralympics માં એક દિવસમાં 8 Medal સાથે ભારત આ સ્થાને પહોંચ્યું
- પેરાલિમ્પિક્સમાં ભારતીય ટીમનો કમાલ
- ભારતે એક દિવસમાં કુલ 8 મેડલ જીત્યા
- સુમિતે પેરાલિમ્પિક્સમાં રચ્યો ઇતિહાસ
- ભારત પાસે કુલ 15 મેડલ
Paralympics:પેરાલિમ્પિક્સ(Paralympics)માં ભારતનો શાનદાર પ્રદર્શન ચાલુ છે. 2024 પેરાલિમ્પિક ગેમ્સના 5માં દિવસે ભારતીય પેરાઅથલેટ્સે ઈતિહાસ રચતા, એક જ દિવસે કુલ 8 મેડલ પર કબજો કર્યો. 2 સપ્ટેમ્બરના રોજ ભારતે કુલ 8 મેડલ જીતીને પેરાલિમ્પિક્સમાં પોતાની શ્રેષ્ઠતા દર્શાવી છે. આ સિદ્ધિ પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ પળ છે, કારણ કે તે પહેલાં ભારતે ક્યારેય એક જ દિવસે આટલા મેડલ જીતી શક્યું ન હતું.આ સિદ્ધિ સાથે, ભારત પાસે હવે કુલ 15 મેડલ છે, જેનાથી મેડલ ટેલીમાં તેના સ્થાનમાં નોંધપાત્ર સુધારો થયો છે. મેડલની આ સંખ્યાએ ભારતને 15મા સ્થાને લઈ જવામાં મદદ કરી છે, જ્યારે 5મા દિવસની રમત શરૂ થાય તે પહેલા ભારતના 7 મેડલ સાથે તે 27માં સ્થાન પર હતું. ભારતના પેરાઅથલેટ્સે આ શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ભારતને ગૌરવ અપાવ્યું છે અને સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું છે.
એથ્લેટિક્સમાં ભારતનું અજાયબી
યોગેશ કથુનિયાએ પેરાલિમ્પિક્સ 2024ના 5મા દિવસે ભારત માટે મેડલ જીતવાની શરૂઆત કરી, તેણે મેન્સ ડિસ્કસ થ્રો F56 ઇવેન્ટની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો. આ સિવાય ભારતે 5માં દિવસે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જેમાં સુમિત એન્ટિલે ભારતના સુવર્ણ ચંદ્રકોની સંખ્યાને ત્રણ પર પહોંચાડી હતી, તેણે પેરાલિમ્પિક્સ 2024 ની F64 ફાઇનલમાં 70.59 મીટરના શ્રેષ્ઠ ભાલા ફેંક સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો - Paris Paralympics 2024 માં આજે ભારતનો ગોલ્ડન ડે, સુમિત અંતિલે જ્વેલિન થ્રોમાં જીત્યો Gold
સૌથી વધુ મેડલ બેડમિન્ટનમાં જીત્યા છે
ભારતે 5માં દિવસે બેડમિન્ટનમાં સૌથી વધુ મેડલ જીત્યા. પેરા બેડમિન્ટન સ્ટાર નિતેશ કુમારે મેન્સ સિંગલ SL3 પેરા બેડમિન્ટન ફાઇનલમાં જીતીને ભારત માટે બીજો ગોલ્ડ મેડલ જીત્યો. બેડમિન્ટનમાં મેડલ જીતનાર તે એકમાત્ર ખેલાડી ન હતો, કારણ કે સુહાસ યથિરાજ (SL4) અને તુલાસિમાથી મુરુગેસન (SU5) એ સિલ્વર મેડલ જીત્યા હતા, જ્યારે મનીષા રામદોસ (SU5)એ બ્રોન્ઝ જીત્યો હતો. દરમિયાન, નિત્યા શ્રી સિવને SH6 મહિલા સિંગલ્સ બેડમિન્ટન ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આર્મલેસ તીરંદાજી પ્રો શિતલ દેવીએ અનુભવી રાકેશ કુમાર સાથે મળીને પેરા તીરંદાજી મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
India at Paralympics today: Won 7 medals:
Sumit Antil: 🥇
Nitesh Kumar🥇
Yogesh Kathuniya: 🥈
Thulasimathi Murugesan: 🥈
Suhas Yathiraj: 🥈
Sheetal/Rakesh: 🥉
Manisha Ramadass: 🥉Overall India has won 14 medals so far ( 3🥇 | 5🥈| 6🥉). #Paralympics
— India_AllSports (@India_AllSports) September 2, 2024
આ પણ વાંચો -Paralympic 2024 : ભારતનું શાનદાર પ્રદર્શન,તીરંદાજીમાં ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો
5મા દિવસ પછી મેડલ ટેલીની સ્થિતિ
પેરાલિમ્પિક ગેમ્સ 2024ની રમતના 5મા દિવસ પછી મેડલ ટેલીમાં એક નજર કરીએ તો ચીન પ્રથમ સ્થાને છે. તેના કુલ 87 મેડલ છે. જેમાં 43 ગોલ્ડ, 30 સિલ્વર અને 14 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ગ્રેટ બ્રિટન બીજા સ્થાને છે. તેણે 29 ગોલ્ડ, 15 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અમેરિકા 42 મેડલ સાથે ત્રીજા સ્થાને છે. જેમાં 13 ગોલ્ડ, 19 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ છે.