IND VS SL : SRI LANKA ના SPIN ATTACK સામે ભારત આવ્યું ઘૂંટણે, 240 ના લક્ષ્યનો પીછો કરતાં થયું ALL OUT
ભારત અને શ્રીલંકા વચ્ચે હવે ODI સિરીઝ રમાઈ રહી છે. શ્રેણીનો પ્રથમ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો હતો, જે મેચનું કોઈ જ પરિણામ આવ્યું ન હતું. શ્રેણીના બીજા મેચમાં શ્રીલંકાની ટીમને શાનદાર જીત મળી છે. યજમાન ટીમ શ્રીલંકાએ ભારતની ટીમને 32 રનથી હાર આપી છે. શ્રીલંકાની ટીમે ટોસ જીતીને સૌ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. શ્રીલંકાએ કોલમ્બોના ધીમા મેદાન ઉપર 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા, જેના જવાબ ભારતની ટીમ ફક્ત 208 સુધી પહોંચી શકી હતી. ભારત માટે બેટિંગમાં એક માત્ર રોહિત શર્મા જ ફોર્મમાં દેખાયા હતા, તેમના શિવાય અન્ય કોઈ પણ બેટ્સમેન પિચ ઉપર લાંબા સમય સુધી ટકી શક્યો ન હતો. શ્રીલંકા માટે તેમની જીતના હીરો Jeffrey Vandersay રહ્યા હતા, જેમને એકલા હાથે ભારતના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી અને 10 ઓવરમાં 33 રન આપીને કુલ 6 વિકેટ ઝડપી હતી. ચાલો જાણીએ કેવા રહ્યા હતા આ મેચના હાલ..
SRI LANKA ની શ્રેણીમાં વાપસી, 1-0 થયું આગળ
કોલમ્બો ખાતે રમાયેલા આ મેચમાં શ્રીલંકાની ટીમે મહત્વપૂર્ણ ટોસ જીત્યો હતો અને સ્કોરબોર્ડ ઉપર 240 રન મૂક્યા હતા. તેમાં FERNANDO એ 62 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેના ઉપરાંત KAMINDU MENDIS એ 44 બોલમાં 40 રન બનાવ્યા હતા. આ મેદાન જ્યાં બેટિંગ માટે પરિસ્થિતિઓ ખૂબ જ કપરી હતી, ત્યાં શ્રીલંકાની ટીમ 240 ના સ્કોર સુધી પહોંચી હતી. ભારતની વાત કરવામાં આવે તો ભારતના બોલર્સે પણ આ મેચમાં સારો દેખાવ કર્યો હતો, ભારત માટે સુંદરએ 3 વિકેટ અને કુલદીપ યાદવએ 2 વિકેટ ઝડપી હતી.
Jeffrey Vandersay એ એકલા હાથે ભારતની કમર તોડી
ભારત જ્યારે 241 ના સ્કોરનો પીછો કરવા માટે બેટિંગ માટે આવ્યું તો શરૂઆતમાં રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. તેમણે શરૂઆતથી જ ધૂમ મચાવતા કુલ 44 બોલમાં 64 રન બનાવ્યા હતા. તેના સિવાય ભારતનો કોઈ બૅટ્સમેન શ્રીલંકા સામે પોતાનો જોહર દેખાડી શક્યા ન હતા. ભારતીય બેટ્સમેનો શ્રીલંકાના લેગ સ્પિનર Jeffrey Vandersay સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. બીજી મેચ પહેલા શ્રીલંકાને મોટો ફટકો પડ્યો હતો. સ્નાયુ ખેંચના કારણે હસરંગા આખી શ્રેણીમાંથી બહાર છે. તેના સ્થાને જ્યોફ્રી વેન્ડરસેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. Jeffrey Vandersay સિવાય ASLANKA એ પણ ત્રણ વિકેટ ઝડપી હતી. બે સ્પિનરએ ભારતને 208 ઉપર જ રોકી પોતાની ટીમને જીત અપાવી હતી.
આ પણ વાંચો : IND VS SL : SRI LANKA ના SPIN ATTACK સામે ભારત આવ્યું ઘૂંટણે, 240 ના લક્ષ્યનો પીછો કરતાં થયું ALL OUT