Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

India GDP: દેશનો આર્થિંક વિકાસ રૂંધાયો, છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સૌથી ઓછો GDP જાહેર

વર્ષ 2024-25ની પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી 6.7 ટકા આરબીઆઇનો અંદાજ હતો 7.2 ટકા રહેવાનો ગયા વર્ષની સરખામણીમાં 1.5 ટકાનો ઘટાડો India GDP :દેશની અર્થવ્યવસ્થા(Economy)ને મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં જ જાહેર થયેલા જીડીપી(India GDP)ના આંકડાઓએ એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં ભારતની આર્થિક...
india gdp  દેશનો આર્થિંક વિકાસ રૂંધાયો  છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સૌથી ઓછો gdp જાહેર
  • વર્ષ 2024-25ની પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી 6.7 ટકા
  • આરબીઆઇનો અંદાજ હતો 7.2 ટકા રહેવાનો
  • ગયા વર્ષની સરખામણીમાં 1.5 ટકાનો ઘટાડો

India GDP :દેશની અર્થવ્યવસ્થા(Economy)ને મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં જ જાહેર થયેલા જીડીપી(India GDP)ના આંકડાઓએ એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં ભારતની આર્થિક વૃદ્ધિને 15 મહિનાના નીચલા સ્તરે લાવી છે, જે કદાચ આર્થિક મંદીના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

Advertisement

GDP વૃદ્ધિ દરમાં નોંધપાત્ર ઘટાડો

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, વર્તમાન નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.7 ટકા રહ્યો છે, જે ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે શુક્રવારે જીડીપી વૃદ્ધિ દરના સત્તાવાર આંકડા જાહેર કર્યા. એપ્રિલ-જૂન 2024ના ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર 6.7 ટકા રહ્યો. મહત્વનું છે કે ભારતીય રિઝર્વ બેંકએ તેની દ્વિ-માસિક નાણાકીય નીતિમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તે 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -Share Market : શેરબજારમાં તેજી,સેન્સેક્સમાં 231 પોઈન્ટના ઉછાળા સાથ બંધ

સરકારી ખર્ચમાં ઘટાડો અને હીટવેવનો પ્રકોપ

જાણકારોના મતે, એપ્રિલથી જૂન દરમિયાન ચૂંટણીના કારણે લાગૂ થયેલી આચારસંહિતાએ સરકારી ખર્ચમાં ઘટાડો કર્યો, જે જીડીપીના ઘટાડાનો એક મુખ્ય કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, હીટવેવના કારણે પણ આ સમયગાળામાં અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે, જેનાથી અર્થતંત્ર પર નકારાત્મક અસર જોવા મળી છે.

Advertisement

આ પણ  વાંચો -નીતા અંબાણીએ RIL AGM માં કહ્યું દેશને ખેલક્ષેત્રે પાવરહાઉસ બનાવવામાં આવશે

ગયા વર્ષની સરખામણીમાં 1.5 ટકાનો ઘટાડો

ગત વર્ષે નાણાકીય વર્ષ 2023-24ના સમાન સમયગાળામાં દેશનો આર્થિક વિકાસ દર 8.2 ટકા હતો. જે આ વર્ષે 6.7 ટકા રહ્યો છે એટલે કે 1.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.જાણકારોનું કહેવુ છે કે એપ્રિલથી જૂન દરમિયાન ચૂંટણીના કારણે આચારસંહિતા લાગુ રહી હતી. તેનાથી અર્થતંત્રમાં સરકારી ખર્ચમાં ઘટાડો થયો. સંભવતઃ જીડીપી નીચે આવવાનું કારણ આ હોઈ શકે છે. આ સિવાય હીટવેવના પ્રકોપથી પણ આ સમયગાળા દરમિયાન અર્થવ્યવસ્થા પર અસર પડી છે.

Tags :
Advertisement

.