World Cup 2023 માટે ભારતે ટીમની કરી જાહેરાત, આ સ્ટાર ખેલાડીને પડતો મુકાયો
ભારતે છેલ્લી ક્ષણે પોતાની વર્લ્ડ કપ ટીમમાં ફેરફાર કર્યા છે. ભારતે એક ઓલરાઉન્ડર ખેલાડીને પડતો મુક્યો છે. આ કોઇ બીજુ નહીં પણ અક્ષર પટેલ છે. જે ઈજાગ્રસ્ત હોવાના કારણે અને સમયસર સ્વસ્થ ન થવાને કારણે ટીમમાં સામેલ ન થઇ શક્યો. રવિચંદ્રન અશ્વિનને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એશિયા કપના સુપર-4 તબક્કામાં બાંગ્લાદેશ સામેની મેચમાં અક્ષરને ઈજા થઈ હતી. જે બાદ અશ્વિને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં અસરકારક પ્રદર્શન કર્યું હતું.
અક્ષરની જગ્યાએ હવે અશ્વિનની ટીમમાં જગ્યા
ભારતની વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ભારતની અંતિમ 15 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અક્ષર પટેલના સ્થાને અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને અસ્થાયી ટીમમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ તે હજુ સુધી ઈજામાંથી બહાર આવ્યો નથી. અક્ષર 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામેની એશિયા કપ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં, અક્ષર બહાર છે, જ્યારે અશ્વિન પહેલેથી જ ટીમ સાથે ગુવાહાટી ગયો છે, જ્યાં તે 30 સપ્ટેમ્બરે ઇંગ્લેન્ડ સામે તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ રમશે. અશ્વિને 115 વનડે મેચમાં 115 વિકેટ લીધી છે.
Here's the #TeamIndia squad for the ICC Men's Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
— BCCI (@BCCI) September 5, 2023
અક્ષર ઈજાના કારણે ટીમથી થયો બહાર
અક્ષર પટેલે એશિયા કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે ભારત આ મેચ હારી ગયું હતું. આ મેચમાં અક્ષર પટેલને ડાબા હાથના સ્નાયુમાં ખેંચ આવવાથી તે ટીમ ઈન્ડિયાથી અલગ થઈ ગયો હતો. આ પછી જ વર્લ્ડ કપમાં અક્ષર પટેલની જગ્યાએ રવિ અશ્વિન અથવા વોશિંગ્ટન સુંદરનું નામ ચર્ચામાં હતું. 28 સપ્ટેમ્બર વર્લ્ડ કપ માટે ટીમમાં ફેરફાર કરવાની છેલ્લી તારીખ હતી. આવી સ્થિતિમાં અક્ષર પટેલ લાંબા સમયથી સ્વસ્થ ન હોવાના કારણે અનુભવી રવિચંદ્રન અશ્વિનને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અશ્વિને તાજેતરમાં જ ODI ફોર્મેટમાં પુનરાગમન કર્યું છે. અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીની પ્રથમ બે મેચમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ મેચોમાં તેણે 4 વિકેટ ઝડપી હતી. વળી, તે ઓછા રન આપીને ટીમ માટે મૂલ્યવાન બોલર સાબિત થયો હતો.
વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ટીમ
ભારતની વર્લ્ડ કપ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.
આ પણ વાંચો - IND vs AUS : રાજકોટમાં ગ્લેન મેક્સવેલ સાથે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ, જુઓ Video
આ પણ વાંચો - ICC ODI World Cup 2023 : વર્લ્ડ કપની ટિકિટ જોઇએ છે પણ નથી મળતી? તો કરો માત્ર આટલું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે