Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs SL : વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું આવ્યું તોફાન, શ્રીલંકાને આપ્યો 358 રનનો ટાર્ગેટ

ICC ODI World Cup 2023 ની 33મી મેચ આજે ગુરુવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આજે તેની 7 મી મેચમાં શ્રીલંકા સામે રમી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 6 મેચ રમી છે અને બધી જ...
06:06 PM Nov 02, 2023 IST | Hardik Shah

ICC ODI World Cup 2023 ની 33મી મેચ આજે ગુરુવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આજે તેની 7 મી મેચમાં શ્રીલંકા સામે રમી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 6 મેચ રમી છે અને બધી જ મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે. જોકે તે હાલમાં બીજા નંબર પર છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. જણાવી દઈએ કે ટોસ જીત્યા બાદ શ્રીલંકાએ ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને આપ્યો 358 રનનો ટાર્ગેટ

ટૂર્નામેન્ટની 33મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે જોરદાર ઇનિંગ્સ રમી હતી. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છશે. આ સાથે જ શ્રીલંકા પોતાની આશા જીવંત રાખવાનો પ્રયાસ કરશે. આ મેચમાં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ તેની તમામ છ મેચ જીતી છે. જ્યારે શ્રીલંકાએ 6 મેચમાંથી માત્ર બે જ જીત મેળવી છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા કઇ ખાસ કરી શક્યો નહતો. જોકે, શુભમન ગીલ અને વિરાટ કોહલીએ રોહિતના આઉટ થયા પછી ટીમને સંભાળી હતી. બંને ખેલાડીઓએ અડધી ફટકારી અને ટીમને મોટા સ્કોર તરપ દોર્યું હતું. પણ અહીં સૌથી ખરાબ વાત એ રહી કે તેઓ બંને પોતાની સદી પૂરી કરી ન શક્યા. તે પછી આવેલા શ્રૈયસ ઐયરે પણ અડધી સદી ફટકારી હતી. જોકે, તે પણ સદીની નજીક હોવા છતા પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહતો અને 56 બોલમાં 82 રન કરીને આઉટ થયો હતો.

 

કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે નિરાશ કર્યા

કેએલ રાહુલ સારી શરૂઆત કરવામાં સફળ રહ્યો હતો પરંતુ ચમીરાએ તેને 21ના અંગત સ્કોર પર આઉટ કરીને પરત મોકલી દીધો હતો. સૂર્યકુમાર યાદવને તેના બેટમાંથી રન બનાવવાની આશા હતી પરંતુ તેણે નિરાશ કર્યા. તે 12 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યરે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતી વખતે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તે ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યો હતો. તે 56 બોલનો સામનો કરીને 82 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં રવિન્દ્ર જાડેજાએ જોરદાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને 24 બોલમાં 35 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 8 વિકેટે 357 રન સુધી પહોંચાડ્યો. શ્રીલંકા તરફથી મધુશંકાએ શાનદાર બોલિંગ કરી હતી અને 5 વિકેટ લીધી હતી. તેમના સિવાય ચમીરાને એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો - Sachin Tendulkar Statue : વાનખેડે સ્ટેડિયમમાં ફરી ગૂંજશે સચિન-સચિન, વર્લ્ડ કપ મેચ પહેલા સ્ટેચ્યુનું કરાશે અનાવરણ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ICC ODI World CupICC ODI World Cup 2023ICC World Cupicc world cup 2023IND vs SLIndia vs Sri LankaSL vs INDTeam India
Next Article