ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, જાણો કોણ મારશે બાજી

ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો વર્લ્ડકપમાં બે હરીફ ટીમો વચ્ચે મેચ રમાશે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે Womens T20 World Cup 2024 IND vs PAK: ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની ક્રિકેટ મેચ જોવા માટે ચાહકો હંમેશા ઉત્સાહિત...
02:56 PM Oct 06, 2024 IST | Hiren Dave

Womens T20 World Cup 2024 IND vs PAK: ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની ક્રિકેટ મેચ જોવા માટે ચાહકો હંમેશા ઉત્સાહિત હોય છે. આજે ભારત અને પાકિસ્તાનની ટીમો મેચ માટે મેદાનમાં ઉતરશે. વર્લ્ડકપમાં બે હરીફ ટીમો વચ્ચે મેચ રમાશે. જાણો તમે આ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો. ખરેખર, ટી20 વર્લ્ડકપ 2024માં આજે ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો આમને-સામને ટકરાશે. બંને વચ્ચેની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર, ભારત-પાકિસ્તાન મેચ બપોરે 3:30 વાગ્યે  મેચનો  પ્રારંભ  થશે.

ટૂર્નામેન્ટમાં બીજી મેચ માટે મેદાનમાં ઉતરશે ટીમો

મહિલા ટી20 વર્લ્ડકપમાં આમને સામને આવતા પહેલા ભારત અને પાકિસ્તાનની ટીમો ટૂર્નામેન્ટમાં એક-એક મેચ રમી છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે મેચ રમી હતી જ્યારે પાકિસ્તાને શ્રીલંકા સામે મેચ રમી હતી. ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ મેચમાં 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજીતરફ પાકિસ્તાને શ્રીલંકાને 31 રને હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ સંદર્ભમાં, હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હળવાશથી ન લેવું જોઈએ.

ક્યાં જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ ?

મહિલા ટી20 વર્લ્ડકપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

આ પણ  વાંચો-IND vs BAN:T20 મેચ પહેલા ભારતીય ટીમનાં આ ઘાતક બોલરનું કપાઈ શકે છે પત્તું!

ક્યાં થશે લાઇવ સ્ટ્રીમિંગ ?

ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Hotstar દ્વારા થશે.

આ પણ  વાંચો-T20 World Cup 2024 : તો આ કારણે ભારતીય ટીમે જીત્યો હતો ખિતાબ! રોહિત શર્માએ જણાવી ચોંકાવનારી હકીકત!

મહિલા ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર) (ફિટનેસને આધીન), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ, દયાલન, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ (ફિટનેસને આધીન), સજના સજીવન.

મહિલા ટી20 વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમ

ફાતિમા સના (કેપ્ટન), આલિયા રિયાઝ, ડાયના બેગ, ગુલ ફિરોઝ, ઈરમ જાવેદ, મુનીબા અલી, નશરા સુંધુ, નિદા ડાર, ઓમાઈમા સોહેલ, સદાફ શમાસ, સાદિયા ઈકબાલ (ફિટનેસને આધીન), સિદરા અમીન, સૈયદા અરુબ શાહ, તસ્મિયા રુબાબ , તુબા હસન.

Tags :
IND vs PAKIndia vs PakistanIndia vs Pakistan Live ScoreT20 World Cupwomen t20 world cupWomen's T20 World Cup 2024
Next Article