Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs PAK Match: હોકીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, આ ખેલાડીએ કર્યું કમાલ

એશિયન હોકીમાં પાકિસ્તાન સામે  ભારતીય ટીમની જીત  આ બંને ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ભારતીય હોકી ટીમની સતત પંચમી જીત    IND vs PAK Match: ભારતીય હોકી ટીમે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી(Asian champions trophy)માં પાકિસ્તાનને 2-1થી હરાવીને ટૂર્નામેન્ટમાં સતત...
03:37 PM Sep 14, 2024 IST | Hiren Dave

 

IND vs PAK Match: ભારતીય હોકી ટીમે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી(Asian champions trophy)માં પાકિસ્તાનને 2-1થી હરાવીને ટૂર્નામેન્ટમાં સતત પાંચમી જીત નોંધાવી છે. ભારત તરફથી બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ અહેમદ નદીમે કર્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. જ્યારે પાકિસ્તાનની ટીમની આ પ્રથમ હાર છે. પોઈન્ટ ટેબલમાં ભારત પ્રથમ સ્થાને છે જ્યારે પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ભારત અને પાકિસ્તાન બંને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે.

આ ખેલાડીએ કર્યો  કમાલ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન હરમનપ્રીત સિંહે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પેનલ્ટીનો ફાયદો ઉઠાવ્યો અને બે ગોલ કર્યા. આ બે ગોલના કારણે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે શાનદાર જીત મળી હતી.

આ પણ  વાંચો -Happy Birthday Suryakumar Yadav: બનારસની ગલીઓથી લઇને સ્ટાર બનવા સુધીની સફર!

ટૂર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી અજેય રહ્યું છે

ભારતે પાકિસ્તાન (ind vs pak) ને હરાવીને ટૂર્નામેન્ટમાં સતત પાંચમી જીત નોંધાવી છે. આ ટુર્નામેન્ટનું ત્રણ વખત ટાઇટલ જીતનાર ભારતીય ટીમે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ચીનને 3-0થી, જાપાનને 5-1થી અને મલેશિયાને 8-1થી હરાવ્યું હતું. જ્યારે ટીમે દક્ષિણ કોરિયા સામે 2-2થી ડ્રો મેચ રમી છે.

આ પણ  વાંચો -IND Vs BAN : ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, આ ખેલાડીની થઈ એન્ટ્રી

પાકિસ્તાનની પહેલી હાર

પાકિસ્તાનની ટીમે પણ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે અત્યાર સુધી કુલ 4 મેચ રમી હતી જેમાં તેણે 2 મેચ જીતી હતી. જ્યારે ટીમે 2 મેચ ડ્રો રમી હતી. પાકિસ્તાને મલેશિયા અને દક્ષિણ કોરિયા સામે 2-2થી ડ્રો રમી હતી, જ્યારે ટીમે જાપાનને 2-1થી અને ચીનને 5-1ના માર્જિનથી હરાવ્યું હતું.

Tags :
asian champions trophy hockeyasian champions trophy hockey 2024asian champions trophy hockey 2024 scheduleasian hockey champions trophy 2024hockey asian champions trophyhockey asian champions trophy 2024hockey india vs pakistanhockey livehockey live scorehockey match todayHockey-IndiaIND vs PAKind vs pak hockeyind vs pak hockey liveind vs pak hockey match todayindia pakistan hockey match todayindia vs pakistan hockeyindia vs pakistan hockey asia cup 2024india vs pakistan hockey liveindian hockey team
Next Article