IND vs PAK Match: હોકીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, આ ખેલાડીએ કર્યું કમાલ
- એશિયન હોકીમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમની જીત
- આ બંને ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ
- ભારતીય હોકી ટીમની સતત પંચમી જીત
IND vs PAK Match: ભારતીય હોકી ટીમે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી(Asian champions trophy)માં પાકિસ્તાનને 2-1થી હરાવીને ટૂર્નામેન્ટમાં સતત પાંચમી જીત નોંધાવી છે. ભારત તરફથી બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ અહેમદ નદીમે કર્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. જ્યારે પાકિસ્તાનની ટીમની આ પ્રથમ હાર છે. પોઈન્ટ ટેબલમાં ભારત પ્રથમ સ્થાને છે જ્યારે પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ભારત અને પાકિસ્તાન બંને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે.
આ ખેલાડીએ કર્યો કમાલ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન હરમનપ્રીત સિંહે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પેનલ્ટીનો ફાયદો ઉઠાવ્યો અને બે ગોલ કર્યા. આ બે ગોલના કારણે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે શાનદાર જીત મળી હતી.
INDIA DEFEATED PAKISTAN IN ASIAN CHAMPIONS TROPHY 🇮🇳 🏆
- Harmanpreet Singh is the hero for India...!!!! pic.twitter.com/xgLll3Fkwj
— Johns. (@CricCrazyJohns) September 14, 2024
આ પણ વાંચો -Happy Birthday Suryakumar Yadav: બનારસની ગલીઓથી લઇને સ્ટાર બનવા સુધીની સફર!
ટૂર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી અજેય રહ્યું છે
ભારતે પાકિસ્તાન (ind vs pak) ને હરાવીને ટૂર્નામેન્ટમાં સતત પાંચમી જીત નોંધાવી છે. આ ટુર્નામેન્ટનું ત્રણ વખત ટાઇટલ જીતનાર ભારતીય ટીમે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ચીનને 3-0થી, જાપાનને 5-1થી અને મલેશિયાને 8-1થી હરાવ્યું હતું. જ્યારે ટીમે દક્ષિણ કોરિયા સામે 2-2થી ડ્રો મેચ રમી છે.
આ પણ વાંચો -IND Vs BAN : ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, આ ખેલાડીની થઈ એન્ટ્રી
પાકિસ્તાનની પહેલી હાર
પાકિસ્તાનની ટીમે પણ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે અત્યાર સુધી કુલ 4 મેચ રમી હતી જેમાં તેણે 2 મેચ જીતી હતી. જ્યારે ટીમે 2 મેચ ડ્રો રમી હતી. પાકિસ્તાને મલેશિયા અને દક્ષિણ કોરિયા સામે 2-2થી ડ્રો રમી હતી, જ્યારે ટીમે જાપાનને 2-1થી અને ચીનને 5-1ના માર્જિનથી હરાવ્યું હતું.