Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND Vs PAK Asia Cup 2023 : કિંગ કોહલીએ ઈતિહાસ રચ્યો, પાકિસ્તાની બોલરોની કરી ધૂલાઈ, તોડ્યો સચિનનો વર્લ્ડ રેકોર્ડ

એશિયા કપ 2023ના સુપર-ફોર તબક્કામાં ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે થયો છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીની ચમક જોવા મળી હતી. કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 77મી સદી અને ઓડીઆઈ ઈન્ટરનેશનલની 47મી સદી પૂરી કરી. આ ઈનિંગ...
06:55 PM Sep 11, 2023 IST | Dhruv Parmar

એશિયા કપ 2023ના સુપર-ફોર તબક્કામાં ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે થયો છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીની ચમક જોવા મળી હતી. કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 77મી સદી અને ઓડીઆઈ ઈન્ટરનેશનલની 47મી સદી પૂરી કરી. આ ઈનિંગ દરમિયાન કોહલી વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો. વિરાટ કોહલીએ આ મામલે દેશબંધુ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સચિન તેંડુલકરે 321 ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા હતા. જ્યારે વિરાટે આ સિદ્ધિ મેળવવા માટે માત્ર 267 ઇનિંગ્સ લીધી હતી.

એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે આજે રિઝર્વ ડે પર રમાઈ રહી છે. 10 સપ્ટેમ્બરે મુશળધાર વરસાદને કારણે ભારતીય ટીમ માત્ર 24.1 ઓવર જ રમી શકી હતી. જેમાં 2 વિકેટે 147 રન બનાવ્યા હતા. આજે ટીમે આનાથી આગળ રમવાનું શરૂ કર્યું. આ મેચમાં રાહુલે તેની છઠ્ઠી અને કોહલીએ તેની 47મી ODI સદી ફટકારી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. રોહિતે 49 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

હવે પાકિસ્તાનને મેચ જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક છે. ભારતીય ટીમ માટે વિરાટ કોહલી અને કેએલ રાહુલે જોરદાર ઇનિંગ્સ રમી હતી. રાહુલે તેની છઠ્ઠી અને કોહલીએ તેની 47મી ODI સદી ફટકારી હતી. રાહુલે 106 બોલમાં 111 રનની અણનમ ઇનિંગ રમી હતી અને કોહલીએ 94 બોલમાં 122 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંને વચ્ચે 194 બોલમાં 233 રનની ભાગીદારી નોંધાઈ હતી.

પાકિસ્તાનનો ટાર્ગેટ 357 રન છે

ભારતે પાકિસ્તાનને જીતવા માટે 357 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી વિરાટ કોહલીએ 94 બોલમાં 122 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે કેએલ રાહુલે 106 બોલમાં 111 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાહુલે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. કોહલી-રાહુલે 194 બોલમાં 233 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ 56 રન અને શુભમન ગીલે 58 રનનું યોગદાન આપ્યું હતું.

કોહલી-રાહુલની સદી

વિરાટ કોહલી અને કેએલ રાહુલે પોતપોતાની સદી પૂરી કરી છે. રાહુલે નસીમ શાહના બોલ પર બે રન લઈને પોતાની ODI કારકિર્દીની છઠ્ઠી સદી પૂરી કરી હતી. જ્યારે વિરાટ કોહલીએ શાહીન આફ્રિદીના બોલ પર સિંગલ આઉટ કરીને ODI ઈન્ટરનેશનલની તેની 47મી સદી ફટકારી હતી.

આ પણ વાંચો : Asia Cup 2023: રાહુલે પાકિસ્તાન સામે મચાવ્યું ગદર, વિસ્ફોટક સદી..

Tags :
asia cup 2023CricketIndia vs Pakistankl rahulrohit sharmaSportsTeam IndiaTeam PakistanVirat Kohli
Next Article