IND Vs PAK Asia Cup 2023 : રિઝર્વ ડે પર ભારત-પાકિસ્તાન મેચ શરૂ, ક્રિઝ પર કોહલી-રાહુલ
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે અનામત દિવસ પર ગઈ છે. મુશળધાર વરસાદને કારણે 10 સપ્ટેમ્બરે ભારતીય દાવમાં માત્ર 24.1 ઓવર જ રમાઈ શકી હતી. આજે ભારત 2 વિકેટે 147 રનના સ્કોર સાથે આગળ રમી રહ્યું છે. રોહિત શર્મા અને શુભમ ગિલે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. રોહિતે 49 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હવે બાકીની ઓવરોમાં ભારતીય બેટ્સમેનો તરફથી વિસ્ફોટક રમતની આશા છે.
મેચ પુનઃપ્રારંભ
મેચ રિઝર્વ ડે પર શરૂ થઈ છે. શાદાબ ખાને 25મી ઓવરના બાકીના પાંચ બોલ ફેંક્યા. નસીમ શાહે 26મી ઓવર નાખી. ભારતનો સ્કોર 26 ઓવરના અંતે બે વિકેટે 152 રન છે. વિરાટ કોહલી 20 અને કેએલ રાહુલ 19 રને રમી રહ્યા છે.
પાકિસ્તાનને મોટો ફટકો
પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર હરિસ રઉફ ઈજાના કારણે આ મેચમાં વધુ બોલિંગ કરી શકશે નહીં. હરિસ રઉફે 5 ઓવર નાંખી, જેમાં તેણે 27 રન આપ્યા અને એક વિકેટ લીધી.
આ પણ વાંચો : ICC ODI team rankings : ODI રેન્કિંગમાં ફરી ઓસ્ટ્રેલિયા દુનિયાની નંબર વન ટીમ બની,જાણો ભારત કયા સ્થાને