ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ind Vs NZ Test: ટેસ્ટ સિરીઝ પહેલા આ ખેલાડીએ છોડી કેપ્ટનશીપ, ટીમને મળ્યો નવો કેપ્ટન

ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડને ઝટકો લાગ્યો ટેસ્ટ ટીમના કેપ્ટન કેપ્ટનશિપ છોડી નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા Ind Vs NZ Test: તાજેતરમાં જ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ સમાપ્ત થઈ છે. જે ટીમ ઈન્ડિયાએ 2-0થી જીતી હતી....
09:00 AM Oct 02, 2024 IST | Hiren Dave

Ind Vs NZ Test: તાજેતરમાં જ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ સમાપ્ત થઈ છે. જે ટીમ ઈન્ડિયાએ 2-0થી જીતી હતી. હવે ભારત અને ન્યુઝીલેન્ડ (Ind Vs NZ Tes) વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. જેના માટે કિવી ટીમ ભારતના પ્રવાસે જશે. આ સીરીઝ પહેલા ન્યુઝીલેન્ડને એક ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ સાઉથી(Tim Southee)એ કેપ્ટનશિપ છોડી દીધી છે. જે બાદ ટોમ લાથમને ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

શ્રેણીની હાર બાદ લેવાયો નિર્ણય

થોડા દિવસો પહેલા શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ હતી. જેમાં કિવી ટીમને 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. કિવી ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. જેના કારણે ટીમ સાઉથીએ ભારત સાથેની ટેસ્ટ (Ind Vs NZ Tes)શ્રેણી પહેલા આ મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં કેપ્ટનશિપના દબાણને કારણે સાઉદીના પ્રદર્શન પર પણ અસર પડી રહી હતી. સાઉદી સુકાનીપદ છોડીને પોતાના પ્રદર્શન પર ધ્યાન આપવા માંગે છે.

ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડતી વખતે સાઉદીએ કહ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરવી મારા માટે સન્માન અને ગૌરવની વાત છે. મેં મારી સમગ્ર કારકિર્દી દરમિયાન હંમેશા ટીમને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કર્યો છે અને હું માનું છું કે આ નિર્ણય ટીમ માટે શ્રેષ્ઠ છે.

આ પણ  વાંચો -નંબર વન બની Team India, WTC ના ફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત

ભારત સાથે ટેસ્ટ શ્રેણી રમાશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી ટેસ્ટ સિરીઝ શરૂ થશે. પ્રથમ મેચ બેંગલુરુમાં 16 થી 20 ઓક્ટોબર દરમિયાન રમાશે. આ પછી બીજી ટેસ્ટ 24 થી 28 ઓક્ટોબર સુધી પુણેમાં અને ત્રીજી મેચ 1 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન મુંબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ ટેસ્ટ સિરીઝ ઘણી મહત્વની બની રહી છે. ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ શ્રેણી જીતીને WTC ફાઈનલ તરફ મજબૂત રીતે આગળ વધવા ઈચ્છશે.

Tags :
IND vs NZINDIA TEAMNEW ZEALAND CRICKETNew Zealand Cricket TeamNew Zealand Test captaintim southeTIM SOUTHEETom Latham
Next Article