IND vs NZ:ટીમ ઈન્ડિયા વાનખેડેમાં 24 વર્ષ જૂના ઈતિહાસનું કરશે પુનરાવર્તન!
- ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક ટર્ન પર પહોંચી
- બીજા દાવમાં કિવી ટીમની હાલત ખરાબ
- ન્યુઝીલેન્ડની ટીમ 174 રનમાં ઓલઆઉટ
- જાડેજા-અશ્વિને મચાવી ધૂમ
IND vs NZ:ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ)વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક ટર્ન પર પહોંચી ગઈ છે. બીજા દાવમાં કિવી ટીમની હાલત ખરાબ છે અને ન્યુઝીલેન્ડની ટીમ 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. સ્પિનરોને પિચમાંથી જબરદસ્ત મદદ મળી રહી છે, જેનો રવિન્દ્ર જાડેજા અને અશ્વિને અત્યાર સુધી ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. ન્યુઝીલેન્ડ ભલે ત્રીજી ટેસ્ટમાં બેકફૂટ પર હોય, પરંતુ રોહિતની પલટન માટે જીતનો માર્ગ એટલો સરળ નથી. જો ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં મેદાન મારવું હશે તો 24 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરવું પડશે.
ભારતે 24 વર્ષ જૂના ઈતિહાસનું કરવું પડશે પુનરાવર્તન
વાનખેડે મેદાન પર અત્યાર સુધી સ્પિનરોનો દબદબો રહ્યો છે. ફરતા બોલ સામે બેટ્સમેનો સંપૂર્ણપણે લાચાર દેખાયા હતા. ચોથી ઈનિંગમાં પણ ટીમ ઈન્ડિયા માટે રન ચેઝ આસાન નથી. મુંબઈના આ મેદાન પર અત્યાર સુધી 100થી વધુ રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો છે. આ કારનામું દક્ષિણ આફ્રિકાએ વર્ષ 2000માં ભારત વિરુદ્ધ કર્યું હતું. આફ્રિકાએ 163 રનનો ટાર્ગેટ હાંસલ કરીને જીત નોંધાવી હતી. ન્યુઝીલેન્ડની કુલ લીડ હવે 147 રનની છે.
Highest successful chase at the Wankhede Stadium in Tests - 163. pic.twitter.com/hrjZM0mS2P
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2024
24 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરવું પડશે
હવે જો ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં વિશ્વસનીયતાની લડાઈ જીતવી હશે તો 24 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરવું પડશે. પરંતુ જે રીતે સ્પિન બોલરોને પીચ પરથી ટર્ન મળી રહ્યો છે તે જોતાં ભારતીય બેટ્સમેનો માટે રસ્તો સરળ નહીં હોય.
આ પણ વાંચો -IND vs PAK : હોંગકોંગ સુપર 6માં પાકિસ્તાને ભારતને હરાવ્યું, માત્ર 5 ઓવરમાં મેળવી જીત
જાડેજા-અશ્વિને મચાવી ધૂમ
પહેલી ઈનિંગમાં 5 વિકેટ ઝડપનાર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો બીજી ઈનિંગમાં સંપૂર્ણપણે લાચાર જોવા મળ્યા હતા. જાડેજાએ તેના સ્પિનિંગ બોલથી કિવી બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા અને તેને બીજી ઈનિંગમાં પણ 5 વિકેટ લીધી. જાડેજાએ ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ, મેટ હેનરી, એજાઝ પટેલ અને ઈશ સોઢીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
Ravindra Jadeja - The GOAT of the Test team. 🐐 pic.twitter.com/zSMb94xMmZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 3, 2024
આ પણ વાંચો -IND vs NZ 3rd Test : રિષભ પંતે સૌથી ઝડપી ફિફ્ટી મારી રચ્યો ઇતિહાસ
ટીમ ઈન્ડિયાએ 28 રનની લીડ મેળવી હતી
અશ્વિન પણ બીજા છેડેથી લયમાં દેખાયો અને ત્રણ મોટી વિકેટ ઝડપી. અશ્વિને સેટ બેટ્સમેન વિલ યંગ તેમજ રચિન રવિન્દ્ર અને ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યા હતા. આ પહેલા પ્રથમ દાવના આધારે ટીમ ઈન્ડિયાએ 28 રનની લીડ મેળવી હતી. ન્યુઝીલેન્ડના 235 રનના જવાબમાં ભારતીય ટીમ 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.