Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs NZ : પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતે નાક કપાયું, બનાવ્યા આ શરમજનક રેકોર્ડ

IND vs NZ : આપણા દેશમાં ક્રિકેટને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. ક્રિકેટ ફેન ભારતની મેચ જોવા માટે હર હંમેશા આતુર રહેતા હોય છે. ત્યારે બાંગ્લાદેશને  ક્લિનસ્વીપ કર્યા બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને પોતાના ગઢમાં હરાવવા માટે આતુર દેખાઈ રહી...
ind vs nz   પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતે નાક કપાયું  બનાવ્યા આ શરમજનક રેકોર્ડ

IND vs NZ : આપણા દેશમાં ક્રિકેટને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. ક્રિકેટ ફેન ભારતની મેચ જોવા માટે હર હંમેશા આતુર રહેતા હોય છે. ત્યારે બાંગ્લાદેશને  ક્લિનસ્વીપ કર્યા બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને પોતાના ગઢમાં હરાવવા માટે આતુર દેખાઈ રહી હતી. બંને દેશ વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણી પ્રથમ મેચ રમાઈ રહી છે. જેમા પ્રથમ દિવસે તો વરસાદી વિઘ્નએ ખૂબ પરેશાન કર્યા હતા પરંતુ આજે જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ માટે મેદાનમાં આવી ત્યારે જે થયું તે ખેલાડીઓ પોતે પણ ક્યારેય નહીં ભૂલી શકે. ટીમ ઈન્ડિયા માત્ર 46 રનના સ્કોરમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

Advertisement

ભારતના નામે અનિચ્છનીય રેકોર્ડ

બન્યું એવું કે ટીમ ઈન્ડિયા આજે સવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ બેટિંગ કરવા બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમના મેદાને ઉતરી હતી. જ્યા હવે ભારતીય ક્રિકેટ ટીમના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે. હવે આને ન્યુઝીલેન્ડની સારી બોલિંગ કહેવી જોઈએ કે ભારતીય ટીમની નબળી બેટિંગ, થોડા કલાકો પહેલા સુધી કોણે વિચાર્યું હશે કે ભારત પોતાના જ ઘરમાં શરમ અનુભવશે, કદાચ કોઈએ નહીં. હવે રાહતની વાત એ છે કે ભારતીય ટીમે 36ના સ્કોરથી આગળ વધીને 46 રન બનાવ્યા હતા. પરંતુ તેમ છતાં આખી ટીમ મળીને 50 રન પણ બનાવી શકી ન હોતી. ભારતીય ટીમ કે જેમાં એકથી વધુ સ્ટાર ખેલાડીઓ છે અને યોદ્ધાઓથી ટીમ ભરપૂર છે, તે તમામ મળીને 50ના આંકડાને પણ સ્પર્શી શક્યા નથી. આ ઘરઆંગણે ભારતનો સૌથી ઓછો સ્કોર પણ રહ્યો છે. ભારતીય ટીમે હવે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ભારતમાં સૌથી ઓછો સ્કોર (ટેસ્ટ ક્રિકેટ)

46 - India vs New Zealand, બેંગલુરુ, 2024*
62 - New Zealand vs India, મુંબઈ, 2021
75 - India vs West Indies, દિલ્હી, 1987
76 - India vs South Africa, અમદાવાદ, 2008
79 - South Africa vs India, નાગપુર, 2015

Advertisement

ટેસ્ટ મેચોમાં ભારતનો સૌથી ઓછો સ્કોર

36 vs Australia, એડિલેડ, 2020
42 vs England, લોર્ડ્સ, 1974
46 vs New Zealand, બેંગલુરુ, 2024*
58 vs Australia, બ્રિસ્બેન, 1947
58 vs England, માન્ચેસ્ટર, 1952

ભારત માટે ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ શૂન્ય

6 vs England, માન્ચેસ્ટર, 2014 (પ્રથમ દાવ)
6 vs South Africa, કેપ ટાઉન, 2024 (બીજો દાવ)
5 vs Australia, એડિલેડ, 1948 (ત્રીજી ઇનિંગ)
5 vs England લીડ્સ, 1952 (ત્રીજી ઇનિંગ)
5 vs New Zealand, મોહાલી, 1999 (પ્રથમ દાવ)
5 vs New Zealand, બેંગલુરુ, 2024 (પ્રથમ દાવ)*

Advertisement

ભારતમાં ન્યુઝીલેન્ડના ઝડપી બોલરનું શ્રેષ્ઠ પ્રદર્શન (એક ઇનિંગ)

7/64- ટિમ સાઉથી વિરુદ્ધ ભારત, બેંગલુરુ, 2012
6/27- ડીયોન નેશ વિરુદ્ધ ભારત, મોહાલી, 1999
6/49- રિચાર્ડ હેડલી વિરુદ્ધ ભારત, વાનખેડે, 1988
5/15- મેટ હેનરી વિરુદ્ધ ભારત, બેંગલુરુ, 2024*

ન્યુઝીલેન્ડ માટે સૌથી ઝડપી 100 ટેસ્ટ વિકેટ (ટેસ્ટ મેચ)

25 - રિચાર્ડ હેડલી
26 - નીલ વેગનર
26 - મેટ હેનરી*
27 - બ્રુસ ટેલર

આ પણ વાંચો:  બેંગલુરુ ટેસ્ટ ડ્રો થશે તો તૂટશે ભારતનું WTC ફાઈનલ રમવાનું સપનું?

Tags :
Advertisement

.