Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND Vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર,જાણો કયા રમાશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની જાહેર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ સિરીઝ 20 જૂનથી રમાશે પ્રથમ મેચ 20 જૂને હેડિંગ્લે ખાતે રમાશે Indian Cricket Team Schedule:ભારતીય ટીમ (Indian Cricket Team Schedule)આ વર્ષે ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા...
ind vs eng  ભારત ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર જાણો કયા રમાશે
  1. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની જાહેર
  2. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ સિરીઝ 20 જૂનથી રમાશે
  3. પ્રથમ મેચ 20 જૂને હેડિંગ્લે ખાતે રમાશે

Indian Cricket Team Schedule:ભારતીય ટીમ (Indian Cricket Team Schedule)આ વર્ષે ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે કુલ 10 ટેસ્ટ મેચ રમશે. પરંતુ હવે BCCIએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે ભારતીય ટીમ (Team India)આવતા વર્ષે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. જ્યાં તેણે પાંચ ટેસ્ટ (5 test Matches)મેચોની શ્રેણી રમવાની છે. આ સિરીઝ આવતા વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં થશે.

Advertisement

પ્રથમ મેચ 20 જૂને પ્રારંભ થશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે (Ind Vs Eng)આગામી વર્ષની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 20 જૂને હેડિંગ્લે ખાતે રમાશે. આ પછી બીજી મેચ 2જી જુલાઈથી બર્મિંગહામમાં, ત્રીજી મેચ 10મી જુલાઈથી લોર્ડ્સના મેદાનમાં રમાશે. ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં અને પાંચમી ટેસ્ટ મેચ 31 જુલાઈથી લંડનમાં રમાશે.

Advertisement

આ પણ  વાંચો -Womens T20 WC 2024: બાંગ્લાદેશ પાસેથી છીનવાઈ યજમાની, ICCની મોટી જાહેરાત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ

  • પ્રથમ ટેસ્ટ: 20-24 જૂન, હેડિંગલી
  • બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, બર્મિંગહામ
  • ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, લોર્ડ્સ
  • ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, માન્ચેસ્ટર
  • પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, લંડન

20મી જુલાઈથી 24મી જુલાઈ સુધી રમાશે

સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 20મી જુલાઈથી 24મી જુલાઈ સુધી રમાશે, આ મેચ લીડ્ઝમાં રમવાની છે. આ પછી બીજી મેચ રમાશે. આ મેચ 2 થી 6 જુલાઈ દરમિયાન બર્મિંગહામમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 10 થી 14 જુલાઈ દરમિયાન લંડનમાં રમાશે.

Advertisement

આ પણ  વાંચો -સર રવીન્દ્ર જાડેજા નવા કીર્તિમાનથી માત્ર એક જ કદમ દૂર

ક્યાં રમાશે મેચ

ચોથી મેચ 23 થી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરમાં રમાવાની છે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 31 જુલાઈથી શરૂ થશે. આ મેચ લંડનના ઓવલમાં રમાશે. આ રીતે બંને ટીમો વચ્ચે પાંચ મેચની સિરીઝ રમાશે. આ વર્ષે ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ સિરીઝ રમવા માટે ભારત આવી હતી.

આ પણ  વાંચો -ઓલિમ્પિક 2028 પહેલા ભારતને લાગ્યો મોટો આંચકો, ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર

ટીમ ઈન્ડિયા 17 વર્ષથી ઈંગ્લેન્ડમાં જીતી શકી નથી

ઈંગ્લેન્ડ પ્રવાસ ભારતીય ક્રિકેટ ટીમ (Ind Vs Eng)માટે પરીક્ષા બરાબર હશે, કારણ કે ટીમ ઈન્ડિયા છેલ્લા 17 વર્ષથી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. ઈંગ્લેન્ડમાં છેલ્લી ટેસ્ટ સિરીઝ 2007માં જીતી હતી. છેલ્લા પ્રવાસમાં ટીમ ઈન્ડિયા ચોક્કસપણે જીતની નજીક પહોંચી હતી. 2021-22ના ઈંગ્લેન્ડ પ્રવાસ પરની ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો થઈ હતી. ભારત છેલ્લી સિરીઝમાં 2-1થી આગળ હતું પરંતુ છેલ્લી ટેસ્ટમાં હાર્યું અને સિરીઝ ડ્રો થઈ. આ સિવાય ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં આઈપીએલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બંને ફાઈનલ હારી ગઈ છે.

Tags :
Advertisement

.