IND vs ENG : આને ટીમમાંથી કાઢો..., સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયો Shubman Gill
Shubman Gill : ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (Rajiv Gandhi International Cricket Stadium) માં ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમાઈ રહી છે. જેમા ટીમ ઈન્ડિયા (Team India) હાલમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાના સૌ કોઇ વખાણ કરી રહ્યા છે. તો બીજી તરફ ટીમનો એક ખેલાડી સતત સોશિયલ મીડિયા (Social Media) માં ટ્રોલ થઇ રહ્યો છે. જીહા, અમે અહીં શુભમન ગિલ (Shubman Gill) ની વાત કરી રહ્યા છીએ.
શુભમન ગિલ સતત ફેઇલ
હૈદરાબાદમાં રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બે દિવસની રમત પૂરી થઇ છે જે બાદ ટીમ ઈન્ડિયા 175 રનની લીડ બનાવવામાં સફળ રહી છે. જોકે, આ મેચમાં એક ખેલાડીના પ્રદર્શન પર હવે સવાલો ઉભા થવા લાગ્યા છે. ટેસ્ટમાં બેસ્ટ સાબિત થવા માટે સતત તક મળી રહી છે પણ પ્રદર્શન ખરાબ. જીહા, શુભમન ગિલ કે જેને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહેવાય છે તે સતત ટેસ્ટમાં ફેઇલ થઇ રહ્યો છે. સ્થિતિ હવે એવી ઉભી થઇ છે કે, તેને ટીમમાંથી બહાર કાઢવા સુધીની વાતો થવા લાગી છે. ટેસ્ટ ક્રિકેટમાં સતત ફ્લોપ રહેવા બદલ ચાહકોએ ગિલને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં બેટ વડે તેની છેલ્લી સદી માર્ચ 2023માં આવી હતી, જ્યારે તેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે 128 રન બનાવ્યા હતા. આ પછી, તે અડધી સદીની ઇનિંગ્સને છોડીને એક સદી પણ ફટકારી શક્યો નથી. આ પછી, તે રમેલી 11 ઇનિંગ્સમાં ક્યારેય અડધી સદી ફટકારી શક્યો ન હતો, તેનો સર્વોચ્ચ સ્કોર 36 છે. ટેસ્ટ ક્રિકેટમાં સતત ફ્લોપ થઈ રહેલા શુભમન ગિલ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં 23 રને આઉટ થતાં ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો.
ગિલનું ખરાબ પ્રદર્શન
ગિલ ત્રીજા નંબર પર રમાયેલી નવ ટેસ્ટ ઇનિંગ્સમાં 23.62ની નબળી સરેરાશથી માત્ર 189 રન જ બનાવી શક્યો છે. તેની એકંદર બેટિંગ એવરેજ પણ ઘટીને 30 થઈ ગઈ છે. ગિલ હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ODI અને T20 ક્રિકેટ જેવો પરાક્રમ કરી શક્યો નથી. પૂર્વ ઇંગ્લિશ સ્ટાર કેવિન પીટરસને મેચ બાદ કેએલ રાહુલ સાથે વાત કરતા ગિલની નંબર 3ની ભૂમિકા અંગે ઘણા સવાલો પૂછ્યા હતા.રાહુલે પોતાના પાર્ટનરનો બચાવ કરતા કહ્યું હતું કે ગિલ મેચના પહેલા દિવસે છેલ્લા સેશનમાં પોતાની વિકેટ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જ કારણ છે કે તે થોડી મુશ્કેલીમાં જોવા મળ્યો હતો.
સુનિલ ગાવાસ્કરે પણ ગિલને લીધો આડે હાથ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ગિલ આઉટ થતાની સાથે જ સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) કોમેન્ટ્રી બોક્સમાં ભારતીય બેટ્સમેનને આડે હાથ લીધો હતો. ભૂતપૂર્વ બેટ્સમેને કહ્યું કે, “તે (Shubman Gill) કેવા પ્રકારનો શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો? જો શુભમન ગીલે આ શોટ હવામાં રમવાનો પ્રયાસ કર્યો હોત તો તે સમજી શકાયું હોત, પરંતુ તે માત્ર એક ખરાબ ઓન-ડાઈવ હતો.”
રાહુલ ગિલના બચાવમાં આવ્યો હતો
રાહુલે કેવિન પીટરસનને કહ્યું કે, જ્યારે શુભમનની વાત આવે છે તો મને લાગે છે કે તે ગઈકાલે એવી સ્થિતિમાં આવ્યો હતો જ્યાં તેણે દિવસની રમતના અંત સુધી પોતાની વિકેટ બચાવવી પડી હતી. તેમણે કહ્યું કે, કેટલીકવાર જ્યારે તમે આ પ્રકારની માનસિકતામાં આવી જાઓ છો, ત્યારે તમને મુક્તપણે રમવામાં મુશ્કેલી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 246 રનમાં સમેટાઈ ગઇ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે સૌથી વધુ 70 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન સ્ટોક્સની ઇનિંગની મદદથી ઈંગ્લેન્ડની ટીમ 246 રન બનાવવામાં સફળ રહી હતી. જોકે, ટીમ ઈન્ડિયાએ તેનો વળતો જવાબ આપતા બીજા દિવસના અંત સુધીમાં 7 વિકેટના નુકસાન 421 રન બનાવી દીધા છે. રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ હજુ આગળ રમતા જોવા મળશે.
આ પણ વાંચો - IND vs ENG: Ravindra Jadeja ની ભૂલથી આઉટ થયો અશ્વિન, ફેન્સને 7 વર્ષ જૂની મેચ યાદી આવી
આ પણ વાંચો - India vs England : સુનીલ ગાવસ્કરે બેટ્સમેન શુભમન ગિલને લીધો આડે હાથ! જાણો શું છે કારણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ