IND vs ENG: અભિષેક શર્માની ધમાકેદાર બેટિંગ, 37 બોલમાં 10 સિક્સ મારી સદી ફટકારી
- ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અભિષેક શર્માની ધમાકેદાર બેટિંગ
- ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામેની શ્રેણીની પાંચમી T20 મેચમાં જોરદાર સદી
- અભિષેક શર્માએ બેટિંગ કરીને માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામેની શ્રેણીની પાંચમી T20 મેચમાં જોરદાર સદીની ઇનિંગ રમી હતી.
India vs England: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામેની શ્રેણીની પાંચમી T20 મેચમાં જોરદાર સદીની ઇનિંગ રમી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની માત્ર બીજી સદી હતી. વિસ્ફોટક ઈનિંગ રમતા અભિષેક શર્માએ માત્ર 37 બોલમાં 10 સિક્સર સાથે સદી ફટકારી હતી. અભિષેકની મજબૂત બેટિંગની મદદથી ભારતે પાવરપ્લે બાદ 95/1નો સ્કોર બનાવ્યો હતો.
17 બોલમાં અડધી સદી ફટકારી સૂર્યકુમારનો રેકોર્ડ તોડ્યો
વિસ્ફોટક શૈલી સાથે બેટિંગ કરીને તેણે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અભિષેક શર્મા પાંચમી ટી20માં ખૂબ જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. 17 બોલમાં અડધી સદી ફટકારી તેણે સૂર્યકુમારને રેકોર્ડને તોડી નાખ્યો છે. આ દરમિયાન તેણે તિલક વર્મા સાથે મળીને બીજી વિકેટ માટે સદીની ભાગીદારી પણ કરી હતી.
અભિષેક શર્માએ વિસ્ફોટક ઈનિંગ રમી માત્ર 37 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે, તેણે શ્રીલંકા (2017) સામે 35 બોલમાં સદી પૂરી કરી હતી. રોહિતે તે ઐતિહાસિક ઇનિંગ ઇન્દોરમાં રમી હતી.