IND vs ENG 3rd Test : યશસ્વીએ રચ્યો ઈતિહાસ, ફટકારી બેવડી સદી
IND vs ENG 3rd Test : રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ (Niranjan Shah Cricket Stadium) માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. જેનો આજે ચોથો દિવસ છે ત્યારે ટીમના યુવા અને આક્રમક બેટ્સમેન યશસ્વી જ્યસ્વાલે (Yashshwi Jayaswal) શાનદાર બેવડી સદી (double century) ફટકારી છે.
યશસ્વીએ IND vs ENG 3rd Test માં ફટકારી બેવડી સદી
ભારતે તેની બીજી ઇનિંગમાં 4 વિકેટે 400થી વધુ રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાન ક્રિઝ પર ઉભા છે. ભારતની કુલ લીડ 530 થી વધુ છે. યશસ્વીએ પોતાની બેવડી સદી પૂરી કરી છે, જ્યારે સરફરાઝ ખાને પણ અડધી સદી ફટકારી છે. જણાવી દઈએ કે આ મેચમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 319 રન પર સમેટાઈ ગઇ હતી. આ પહેલા ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ ઇનિંગના આધારે 126 રનની મોટી લીડ મળી હતી. બીજી ઇનિંગમાં ભારતની શરૂઆત શાનદાર રહી હતી. કેપ્ટન રોહિત શર્માએ કેટલાક જોરદાર શોટ ફટકાર્યા હતા. જોકે, તે પોતાની ઇનિંગ્સને વધુ આગળ લઈ શક્યો ન હતો અને 19 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. ત્રીજા દિવસે ચાના સમય પહેલા રોહિત જો રૂટના બોલ પર LBW આઉટ થયો હતો. આ પછી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે મળીને ભારતીય ટીમની કમાન સંભાળી હતી.
જયસ્વાલે રચ્યો ઈતિહાસ
રાજકોટનું મેદાન યશસ્વી જયસ્વાલ માટે શુભ સાબિત થયું છે. આ યુવા ખેલાડી સિરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે સિરીઝમાં 20થી વધુ સિક્સર ફટકારી છે. આ સાથે યશસ્વી જયસ્વાલ ક્રિકેટના ઈતિહાસમાં ટેસ્ટ શ્રેણીમાં 20 કે તેથી વધુ છગ્ગા મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આ રેકોર્ડમાં રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ 2019માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 19 છગ્ગા ફટકાર્યા હતા.
આ રેકોર્ડની પણ બરાબરી કરી
યશસ્વી જયસ્વાલે આ ઇનિંગમાં 236 બોલમાં અણનમ 214 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે 14 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ પહેલા 1996માં વસીમ અકરમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટેસ્ટ ઈનિંગમાં 12 સિક્સર ફટકારી હતી.
ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડીઓ
12 છગ્ગા - યશસ્વી જયસ્વાલ
12 સિક્સર - વસીમ અકરમ
11 સિક્સર - નાથન એસ્ટલ
11 સિક્સર - મેથ્યુ હેડન
11 સિક્સર - બ્રેન્ડન મેક્કુલમ
11 સિક્સર - બ્રેન્ડન મેક્કુલમ
11 સિક્સર - બેન સ્ટોક્સ
11 સિક્સર - કુસલ મેન્ડિસ
ટીમ ઈન્ડિયાએ ઇનિંગ કરી ડિક્લેર
ઉલ્લેખનીય છે કે, યશસ્વી જયસ્વાલ (અણનમ 214) અને સરફરાઝ ખાન (અણનમ 68) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 172 રનની અણનમ ભાગીદારીના આધારે ભારતે તેની બીજો ઇનિંગ 4 વિકેટે 430 રને ડિકલેર કરી દીધી છે અને ઈંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જયસ્વાલે 236 બોલમાં 14 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી 214 રનની ઇનિંગ રમીને અણનમ પરત ફર્યો હતો. તેના સિવાય સરફરાઝ ખાને 72 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 68 રનની અણનમ ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો - રાજકોટમાં Cheteshwar Pujara એ ફટકારી T20 અંદાજમાં Century
આ પણ વાંચો - YASHASVI JAISWAL : યશસ્વી જયસ્વાલે ફટકારી સદી,ભારતે 322 રનની લીડ મેળવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ