Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs ENG 2nd Test : હિસાબ બરાબર, ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં મેળવી જીત

IND vs ENG 2nd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વિશાખાપટ્ટનમ ટેસ્ટ (Visakhapatnam Test) માં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ મેચ ઘણી રોમાંચક હતી, પરંતુ આખરે ટીમ ઈન્ડિયા (Team India) એ આ મેચ જીતી લીધી છે....
02:47 PM Feb 05, 2024 IST | Hardik Shah
Source : Google

IND vs ENG 2nd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વિશાખાપટ્ટનમ ટેસ્ટ (Visakhapatnam Test) માં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ મેચ ઘણી રોમાંચક હતી, પરંતુ આખરે ટીમ ઈન્ડિયા (Team India) એ આ મેચ જીતી લીધી છે. આ જીત સાથે હવે આ શ્રેણી 1-1 થી બરાબર થઈ ગઈ છે. શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી, જે ઈંગ્લેન્ડે જીતી હતી. હવે ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટ (Visakhapatnam Test) માં રમાયેલી શ્રેણીની બીજી મેચ જીતી લીધી છે.

ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમ ટેસ્ટ જીતી

ઈંગ્લેન્ડ સામે ભારતની આ 32મી ટેસ્ટ જીત છે. ટીમ ઈન્ડિયા (Team India) એ ઈંગ્લેન્ડ ઉપરાંત ભારતે ઓસ્ટ્રેલિયા સામે પણ 32 ટેસ્ટ જીતી છે. જણાવી દઇએ કે, વિશાખાપટ્ટનમ ટેસ્ટ (Visakhapatnam Test) મેચના ચોથા દિવસે અને બીજા સેશનના અંતે મેચનું પરિણામ આવ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમે ચોથા દિવસે 399 રનના જવાબમાં 67/1થી રમવાનું શરૂ કર્યું હતું. મુલાકાતી ટીમ 292 રન બનાવીને ઓલ આઉટ (All Out) થઇ ગઇ હતી અને 106 રનથી મેચ હારી ગઈ હતી. ચૌથા દિવસની મેચ રોમાંચક રહી હતી, પરંતુ જો રૂટ (Joe Root) અને બેન સ્ટોક્સ (Ben Stokes) ની વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ (Turning Point) સાબિત થઈ હતી. જેક ક્રાઉલે (Jack Crowley) ભારતીય બોલરોને પરેશાન કર્યા હતા, પરંતુ તે કુલદીપ યાદવના હાથે LBW આઉટ થયો હતો.

ભારતે બેઝબોલનું ઘમંડ તોડ્યું

ભારત માટે બીજી ઇનિંગમાં જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને આર. અશ્વિને 3-3 વિકેટ ઝડપી હતી. બુમરાહે મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ભારતે બેઝબોલનું ઘમંડ તોડી નાખ્યું હતું. વાસ્તવમાં, ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને (James Anderson) કહ્યું હતું કે તેમની ટીમ 60-70 ઓવરમાં 399 રનના લક્ષ્યનો પીછો કરવાનો પ્રયાસ કરશે, પરંતુ તે 300 રન પણ બનાવી શકી નહીં. ઈંગ્લેન્ડ (England) તરફથી માત્ર જેક ક્રાઉલી 50 રનનો આંકડો પાર કરી શક્યો હતો.

બીજી ઇનિંગ શુભમન ગિલે ફટકારી સદી

બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા (Team India) ના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill)ના બેટમાંથી શાનદાર ઇનિંગ જોવા મળી હતી. તેણે 147 બોલમાં 104 રન બનાવ્યા હતા. પરંતુ ભારતીય ટીમ તેની બીજી ઇનિંગમાં 255 રન સુધી જ સિમિત રહી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ચોથી ઈનિંગમાં ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ આ પહેલા જ ઈંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે ફટકારી સદી

બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાની પ્રથમ ઇનિંગ (First Innings) 396 રન પર ખતમ થઇ ગઇ હતી. યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) આ ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી અને 209 રન બનાવ્યા હતા. આ પછી, ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડને 253 રનમાં સમેટી દીધી. આ દરમિયાન જસપ્રીત બુમરાહે સૌથી વધુ 6 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે કુલદીપ યાદવે (Kuldeep Yadav) 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા અને 1 વિકેટ અક્ષર પટેલ (Axar Patel) ના નામે રહી હતી.

આ પણ વાંચો - IND vs ENG : ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં શુભમન ગિલે ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

આ પણ વાંચો - SL vs AFG : મેદાનમાં ઘુસી આવી Monitor Lizard, લાઈવ મેચને અચાનક રોકવી પડી, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bumrahcricket india vs englandind eng live scoreind eng scoreIND vs ENGind vs eng 2nd testind vs eng 2nd test day 4ind vs eng 2nd test day 4 liveIND vs ENG Test MatchIndia Vs Englandindia vs england 2024India vs England 2nd TestIndia vs England 2nd Test Day 4india vs england 2nd test liveIndia vs England 2nd Test Live ScoreIndia vs England 2nd Test Live UpdatesIndia Vs England LiveIndia Vs England Live ScoreIndia vs England Live UpdatesIndia vs England testIndia vs England Test SeriesIndia Won Visakhapatnam TestJasprit Bumrahjasprit bumrah newsVisakhapatnam TestYashasvi Jaiswal 200Yashasvi Jaiswal 209 vs England
Next Article