India vs England 2nd Test : હવે તો ગિલ ગયો જ..., ફ્લોપ પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટ સામે મોટા પ્રશ્નો ઉભા થયા
India vs England 2nd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ (Second Test Match) ના પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. શ્રેણીની બીજી મેચ આજે 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમના વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમ (YS Rajasekhar Reddy Cricket Stadium in Visakhapatnam) માં રમાઇ રહી છે. મેચમાં ટોસ જીતીને ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો જે તેમના માટે ખરાબ સાબિત થયો હતો. જીહા, એકમાત્ર યશસ્વી જયસ્વાલ (Yashaswi Jaiswal) ને છોડી તમામ બેટ્સમેનો આજે ફ્લોપ સાબિત થયા હતા.
સતત ફ્લોપ થઇ રહ્યો છે ગિલ
બીજી ટેસ્ટ મેચમાં સૌ કોઇની નજર ખાસ શુભમન ગિલ પર હતી જે છેલ્લી ઘણી મેચોથી સતત ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. કિંગ કોહલીની જગ્યાએ આ ખેલાડીને જોવામાં આવે છે જે ઘણા સમયથી એક એક રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ પહેલા શુભમન ગિલને BCCI ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો. ભારતીય બોર્ડ દ્વારા ગિલને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. શુભમન ગિલ માટે 2022 અને 2023 ના વર્ષ બેટિંગ સાથે ખૂબ જ યાદગાર રહ્યા હતા પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં તેના પ્રદર્શને ટીમ મેનેજમેન્ટ સામે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શુભમન ગિલ માત્ર 34 રન બનાવીને આઉટ થયો હતો. સારી શરૂઆત છતાં ગિલ તેને મોટી ઇનિંગ્સમાં ફેરવી શક્યો નહતો. એટલે કે સારી શરૂઆત બાદ તેણે પોતાની વિકેટ ગુમાવી હતી. જ્યારથી શુભમને ત્રીજા નંબર પર રમવાનું શરૂ કર્યું છે ત્યારથી તેની સાથે આવું જ થઈ રહ્યું છે. તેના બેટમાંથી રન નથી બની રહ્યા. આવી સ્થિતિમાં હવે આ શ્રેણીની આગામી મેચોમાં તેના પર ખતરાની તલવાર લટકી રહી છે.
Shubman Gill utilising his chances in Test Cricket vs England 🔥💪#INDvsENGpic.twitter.com/yRaDxVwTrH
— KKR Bhakt 🇮🇳 ™ (@KKRSince2011) February 2, 2024
ગિલનું ફોર્મ અપેક્ષા મુજબ નથી રહ્યું
બીજી તરફ સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ તેને આજની મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. આવી સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યો છે કે શુભમનને ડ્રોપ કરીને સરફરાઝને તક આપવાનો સમય આવી ગયો છે. આ દરમિયાન જેમ્સ એન્ડરસને ફરી એકવાર પોતાના ફેવરિટ ગિલને પોતાનો શિકાર બનાવ્યો હતો. ODI વર્લ્ડ કપ દરમિયાન ડેન્ગ્યુમાંથી સાજા થયા બાદ ગિલનું ફોર્મ અપેક્ષા મુજબ રહ્યું નથી. ટેસ્ટ ફોર્મેટમાં, ટીમ મેનેજમેન્ટે શુભમન ગિલને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક આપી છે અને તેને આ સ્થાન નિશ્ચિત કરવામાં સમય લાગી રહ્યો છે. આ પહેલા આ સ્થાન પર ચેતેશ્વર પૂજારા ભારત તરફથી રમતો હતો. પરંતુ હવે ટીમની નજર યુવા ખેલાડીઓ તરફ છે.
Another day, Another Failure for Generational Talent Shubman Gill 😂pic.twitter.com/cEoPBvY2Dd
— Vector (@Vectorism_) February 2, 2024
ગિલ વિશે રવિ શાસ્ત્રીએ શું કહ્યું ?
મેચની કોમેન્ટ્રી દરમિયાન રવિ શાસ્ત્રીએ શુભમન ગિલ વિશે કહ્યું કે, ભારતીય ટીમમાં ઝડપથી નંબર 3નું સ્થાન મેળવવાની જરૂર છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે 'આ નવી ટીમ છે, દરેક યુવાન છે. આ યુવા ખેલાડીઓએ પોતાને સાબિત કરવું પડશે. ભૂલશો નહીં કે પૂજારા રાહ જોઈ રહ્યો છે. તે રણજી ટ્રોફીમાં સખત મહેનત કરી રહ્યો છે અને હંમેશા રડાર પર રહે છે. આ એક ટેસ્ટ મેચ છે, તમારે પીચ પર રહેવું પડશે. નહિંતર તમને આ પ્રકારની સમસ્યા થશે. રવિ શાસ્ત્રીના શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે તે શુભમન ગિલને જલદી સારું પ્રદર્શન કરવાની સલાહ આપી રહ્યો છે. શુભમન ગિલની આજે બેટિંગની વાત કરીએ તો તેણે 46 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 34 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં શુભમન અનુભવી અંગ્રેજ બોલર જેમ્સ એન્ડરસનના બોલ પર કેચ આઉટ થયો હતો. હવે ગિલ ભારતની બીજી ઇનિંગમાં પોતાના બેટથી મોટી ઇનિંગ રમવા માંગશે.
I think the time has come for either of the two to be benched for the 3rd Test and be replaced by Sarfaraz Khan. It's high time now and Shubman Gill or Shreyas Iyer will have to sit out for the next Test. #SarfarazKhan #INDvENG pic.twitter.com/SPvG6BmABC
— Saabir Zafar (@Saabir_Saabu01) February 2, 2024
પહેલી ટેસ્ટ મેચમાં પણ ગિલ રહ્યો હતો ફ્લોપ
પ્રથમ ટેસ્ટ મેચમાં પણ શુભમન ગિલ બંને ઇનિંગ્સમાં ફ્લોપ સાબિત થયો હતો. આ પછી બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ ગિલની હાલત એવી જ રહી હતી. હવે ફરી એકવાર શુભમન ગિલને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવાની માંગ સોશિયલ મીડિયા પર તેજ થઈ ગઈ છે. જો આ મેચની બીજી ઇનિંગમાં પણ ગિલનું બેટ કામ ન કરે તો તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. જ્યારથી ગિલને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક મળી ત્યારથી ટેસ્ટ ક્રિકેટમાં તેનું પ્રદર્શન કથળી રહ્યું છે. જેના કારણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન પણ થોડું વધવા લાગ્યું છે.
આ પણ વાંચો - India vs England : ટેસ્ટમાં સતત ખરાબ પ્રદર્શન ! ગિલ ન જીતી શક્યો ફેન્સનું દિલ
આ પણ વાંચો - IND vs ENG 2nd Test : જયસ્વાલ સામે ઈંગ્લેન્ડના બોલરો ઘૂંટણીએ, સદી ફટકારી આ ખાસ ક્લબમાં થઇ Entry
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ