ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs BAN: કાનપુર ટેસ્ટમાં ભારતની શાનદાર જીત, 2-0થી સિરીઝ પર કબ્જો કર્યો

બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટમેચમાં ભારતનો શાનદાર વિજય બીજી ટેસ્ટ 7 વિકેટે જીતી ભારતે 2-0થી કબજે કરી ટેસ્ટ સિરિઝ બાંગ્લાદેશને 2-0થી હરાવી ભારતે કર્યું ક્લીન સ્વીપ બીજી ઈનિંગમાં ભારતે 95 રનના લક્ષ્યને ત્રણ વિકેટે હાંસલ કર્યો IND vs BAN: ભારતે...
02:11 PM Oct 01, 2024 IST | Hiren Dave

IND vs BAN: ભારતે કાનપુર ટેસ્ટ મેચ 7 વિકેટે જીતી લીધી છે. આ રીતે ભારતીય ટીમે શ્રેણી 2-0થી કબજે કરી લીધી છે. બાંગ્લાદેશ (IND vs BAN) ને અંતિમ દિવસે ભારતીય ટીમને જીતવા માટે 95 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ભારતે માત્ર 3 વિકેટના નુકસાન પર હાંસલ કર્યું હતું, આ પહેલા રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે 280 રનથી જીત મેળવી હતી.

ભારતને જીતવા માટે 95 રનનો સ્કોર મળ્યો હતો

કાનપુર ટેસ્ટમાં ભારતને જીતવા માટે 95 રનનો સ્કોર મળ્યો હતો પરંતુ રોહિત શર્મા (8) રનના રૂપમાં ભારતીય ટીમને પહેલો ઝટકો મેહદી હસન મિરાજે આપ્યો હતો. આ પછી આવેલા શુભમન ગિલ (6)એ આવતાની સાથે જ સિક્સર ફટકારી હતી, પરંતુ તે ફરીથી મેહદીની સ્પિનમાં કેચ થઈ ગયો હતો અને એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. આ પછી યશસ્વી જયસ્વાલે આઉટ થતા પહેલા 51 રન બનાવ્યા હતા. વિજેતા ચાર પંતના બેટમાંથી આવ્યા હતા. વિરાટ કોહલી 29 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. પાંચમા દિવસે બાંગ્લાદેશની ટીમ બીજા દાવમાં માત્ર 146 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને જીતવા માટે 95 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી બુમરાહ, અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી.

આ પણ  વાંચો -પાકિસ્તાનના કેપ્ટનની PC માં બેઈજ્જતી, પત્રકારે આપ્યો ઠપકો! જુઓ Video

બાંગ્લાદેશ બીજા દાવમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

બીજા દાવમાં બાંગ્લાદેશ(IND vs BAN)ની શરૂઆત ખરાબ રહી હતી. મહેમાન ટીમે 18 રનના સ્કોર પર ઝાકિર હસનની વિકેટ ગુમાવી દીધી હતી. ઝાકિર આર. અશ્વિનના બોલ પર LBW આઉટ. ઝાકિરે 15 બોલનો સામનો કર્યો અને 10 રન બનાવ્યા. ત્યારબાદ અશ્વિને નાઈટવોચમેન હસન મહમૂદ (4)ને પણ સસ્તામાં આઉટ કર્યો હતો. આ પછી, મેચના અંતિમ દિવસે  અશ્વિનનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો, તેણે પ્રથમ દાવના સદી કરનાર મોમિનુલ હક (2)ને લેગ સ્લિપમાં કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો. બાંગ્લાદેશી ટીમને ચોથો ફટકો કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો (19)ના રૂપમાં લાગ્યો હતો. જે રવિન્દ્ર જાડેજાના બોલ પર રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે બોલ્ડ થયો હતો. ત્યારબાદ બાંગ્લાદેશી ટીમનો સ્કોર 91 રન હતો. 93 રન પર અડધી સદી ફટકાર્યા બાદ માત્ર 2 રન બાદ શાદમાન ઈસ્લામ (50) આકાશ દીપના બોલ પર યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ થયો હતો.

આ પણ  વાંચો -IND vs BAN:કાનપુર ટેસ્ટમાં ભારતની જીત કન્ફર્મ! હવે કરવું પડશે આ કામ

ટીમ ઈન્ડિયા જીતની બાજી મારી

કાનપુર ટેસ્ટમાં પ્રથમ દિવસે વરસાદને કારણે માત્ર 35 ઓવરની જ મેચ રમાઈ શકી હતી. આ દરમિયાન બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 107 રન બનાવ્યા હતા. વરસાદના કારણે બીજા અને ત્રીજા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો, પરંતુ ચોથા દિવસે ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરીને બાંગ્લાદેશને 233 રનમાં આઉટ કરી દીધું હતું. જેના જવાબમાં ભારતે ચોથા દિવસે આક્રમક રીતે ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી ટીમનો 50, 100 અને 200 રન બનાવવાની સિદ્ધિ મેળવી હતી. ભારતે તેનો પ્રથમ દાવ 285/9 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો.

Tags :
IND vs BAN 2nd TestInd vs Ban at kanpurInd vs ban day 5Ind vs ban pitchInd vs Ban scoreInd vs Ban scoreboardIndia vs Bangladeshindia vs Bangladesh 2nd testindia vs bangladesh kanpurindia vs bangladesh kanpur ka weatherIndia vs Bangladesh Kanpur Testindia vs bangladesh liveindia vs Bangladesh matchindia vs bangladesh teamsIndia vs Bangladesh testJasprit Bumrahkanpur weatherNajmul Hossainrohit sharmaShanto live Cricket scoreVirat KohliYashasvi Jaiswal
Next Article