IND vs AUS: ટીમ ઇન્ડિયાની વધી મુશ્કેલી, રોહિત શર્મા નહી જાય ઓસ્ટ્રેલિયા!
- કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા નહીં જાય
- હિટમેન બહુ જલ્દી પિતા બનવા જઈ રહ્યો છે
- પ્રથમ ટેસ્ટ મેચ હિટમેન નહીં જેવા મળે
IND vs AUS:ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા (IND vs AUS)નહીં જાય. જો કે, રોહિત પર્થમાં યોજાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં ભાગ લેશે કે કેમ તે અંગે હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થયું નથી. હિટમેન બહુ જલ્દી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે અને તેના કારણે તે સીરિઝની પહેલી કે બીજી મેચ ચૂકી શકે છે. મહત્વનું છે કે બોર્ડર-ગાવસ્કર (Border Gavaskar Trophy)શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી શરૂ થવાની છે.
રોહિત ઓસ્ટ્રેલિયા નહીં જાય
બોર્ડર-ગાવસ્કર સિરીઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય તેવી ચર્ચાઓ તેજ બની છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતી વખતે બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે રોહિત ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય, પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે પ્રથમ ટેસ્ટ મેચ મિસ કરશે કે નહી. તેને લઇને હજી ચિત્ર સ્પષ્ટ થયુ નથી. રોહિત બીજી વખત પિતા બનવા જઇ રહ્યો છે તેના કારણે તે સીરિઝની પ્રથમ કે બીજી ટેસ્ટ મેચ મિસ કરી શકે છે. . જો કે સત્તાવાર આવી કોઇ જાહેરાત થઇ નથી..
ટીમ થઈ રવાના
ભારતીય ટીમે બે ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા માટે રવિવાર અને સોમવારે રવાના થશે. ન્યૂઝીલેન્ડ સામેની મુંબઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ખુદ રોહિતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. ત્યારે રોહિતે કહ્યું હતું કે તે પોતે નથી જાણતો કે તે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જશે કે નહીં. જોકે, શરૂઆતથી જ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે પર્થમાં 22મી નવેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચ મિસ કરી શકે છે.
🚨 UPDATE ON ROHIT SHARMA :
"Captain Rohit Sharma is not travelling with the Indian team to Australia due to personal reasons, Rohit's future plans, nothing has been confirmed yet."
Hope Rohit should reach Australia before the first test 🤞🏻 pic.twitter.com/hZgNfUJ6gE
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 10, 2024
આ પણ વાંચો -INDvsSA T20 LIVE SCORE: 100 રનમાં જ ભારતની અડધી ટીમ OUT
બુમરાહ સંભાળશે કમાન ?
જો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પર્થમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ ચૂકશે તો ટીમ ઈન્ડિયાની કમાન તેના સ્થાને જસપ્રિત બુમરાહના હાથમાં હશે. રોહિત પ્રથમ ટેસ્ટ નહીં રમે તો કેપ્ટન કોણ હશે? આ સવાલના જવાબમાં ગૌતમ ગંભીરે કહ્યું, 'જસપ્રિત બુમરાહ વાઇસ કેપ્ટન છે. જો રોહિત ચૂકશે તો બુમરાહ કેપ્ટન રહેશે. બોર્ડર-ગાવસ્કર શ્રેણી માટે બુમરાહને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા બુમરાહે રોહિતની ગેરહાજરીમાં ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. જો કે તે મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.
આ પણ વાંચો -INDvsSA: એક બોલરે છીનવી લીધી ભારતની જીત,કરણ ચક્રવર્તીની મહેનત પર પાણી ફરી વળ્યું
આ વખતે સિરીઝ પાંચ મેચની
35 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર સિરીઝ રમાશે. આ પહેલા વર્ષ 1991-92માં બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી, જેમાં કાંગારૂ ટીમે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને શ્રેણી 4-0થી જીતી હતી. તમને જણાવી દઈએ કે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે અને ટીમ ઓસ્ટ્રેલિયાને એક પણ વખત હરાવી શકી નથી. છેલ્લા બે પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે એન્ટ્રી કરીને ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડી નાખ્યું છે. 2018માં વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમે કાંગારુઓની ધરતી પર પ્રથમ વખત વિજયનો સ્વાદ ચાખ્યો હતો, જ્યારે 2020-21માં રહાણેની કપ્તાનીમાં યુવા બ્રિગેડે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.