Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs AUS : ઓસ્ટ્રેલિયામાં આવું થયું તો છીનવાઈ જશે Gautam Gambhir પાસેથી મુખ્ય કોચની જવાબદારી ?

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે જવાની છે, જ્યાં તે 22 નવેમ્બરથી યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે.
ind vs aus   ઓસ્ટ્રેલિયામાં આવું થયું તો છીનવાઈ જશે gautam gambhir પાસેથી મુખ્ય કોચની જવાબદારી
Advertisement
  1. 22 નવેમ્બરથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે જવાની છે (Gautam Gambhir)
  2. WTC ફાઇનલમાં પહોંચવા ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝ 4-0 થી જીતવી પડશે!
  3. ગૌતમ ગંભીર માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ અગ્નિ પરીક્ષા!

ભારતીય ક્રિકેટ ટીમને તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-3 થી (IND vs NZ) કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે છેલ્લા 24 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય કિક્રેટ ટીમનાં સૂપડા સાફ થયા હતા. આ પહેલા વર્ષ 2000 માં ભારતીય ક્રિકેટ ટીમને દક્ષિણ આફ્રિકા (Ind vs SA) સામે બે મેચની શ્રેણીમાં 0-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે (IND vs AUS) જવાની છે, જ્યાં તે 22 નવેમ્બરથી યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે.

Advertisement

જણાવી દઈએ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ પણ આ ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ 4-0 થી જીતી લે છે તો તે ચોક્કસપણે ફાઈનલમાં પહોંચી જશે. જો કે, આ કરવું સરળ રહેશે નહીં. બીજી તરફ ભારતીય ટીમનાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) માટે પણ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછો નહીં હોય. કારણ કે, ન્યુઝીલેન્ડ સામેની કારમી હાર બાદ ગૌતમ ગંભીરની કોચિંગ પર પણ સવાલો ઊઠી રહ્યા છે. ગંભીરે લગભગ 4 મહિના પહેલા મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું. પરંતુ, તેમના કોચિંગ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકાનાં પ્રથમ પ્રવાસમાં વનડે શ્રેણી હારી હતી અને ત્યાર બાદ ન્યુઝીલેન્ડ સામે ટીમની શરમજનક હાર થઈ હતી. હવે, ગૌતમ ગંભીરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

Advertisement

 આ પણ વાંચો - IPL 2025 ઓક્શનની તારીખની થઈ જાહેરાત, આ જગ્યા પર ખેલાડીઓની લાગશે બોલી

...તો ગૌતમ ગંભીર મુખ્ય કોચના પદ પરથી હટાવવામાં આવશે ?

સૂત્રો અનુસાર, જો ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહેશે તો ગૌતમ ગંભીરને ટેસ્ટ ક્રિકેટમાં મુખ્ય કોચનાં પદ પરથી હટાવી પણ શકાય છે. જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર હાલમાં ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો મુખ્ય કોચ છે. એક મીડિયા રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે સફેદ બોલ (ODI, T20) અને રેડ બોલ ક્રિકેટ (Test Match) માટે અલગ-અલગ કોચની નિમણૂક કરવા પર વિચાર કરી રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં VVS લક્ષ્મણ જેવા અનુભવી ખેલાડીને મુખ્ય કોચ બનાવી શકાય છે, જ્યારે ગૌતમ ગંભીર (Gautam Gambhir) સફેદ બોલની ટીમનાં મુખ્ય કોચ તરીકે રહી શકે છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમ 10 અને 11 નવેમ્બરે બે બેચમાં ઓસ્ટ્રેલિયા (IND vs AUS) જવા રવાના થશે.

 આ પણ વાંચો - IPL 2025: RCB માં થશે રિષભ પંતની એન્ટ્રી? ફ્રેન્ચાઈઝીએ આપ્યા સંકેત

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, KL રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), R અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.

ટ્રાવેલિંગ રિઝર્વ: મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ.

5 ટેસ્ટ રમશે બંને ટીમ :(IND vs AUS)

22-26 નવેમ્બર: પ્રથમ ટેસ્ટ, પર્થ
6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ
14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી : પાંચમી ટેસ્ટ, સિડની

 આ પણ વાંચો - IND vs SA T20: ભારતીય ટીમના નવા કોચ, નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે...

Tags :
Advertisement

.

×