Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs AUS : ડેવિડ વોર્નરે વનડે ક્રિકેટમાં ફટકારી 100 સિક્સ, જાણો ટોપ 10માં કોણ છે

ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ (IND vs AUS) વચ્ચેની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે મોહાલીમાં રમાઈ રહી છે. જેમા ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. મિચલ...
ind vs aus   ડેવિડ વોર્નરે વનડે ક્રિકેટમાં ફટકારી 100 સિક્સ  જાણો ટોપ 10માં કોણ છે

ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ (IND vs AUS) વચ્ચેની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે મોહાલીમાં રમાઈ રહી છે. જેમા ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. મિચલ માર્શ જલ્દી જ આઉટ થઇ ગયો હતો. જોકે તે પછી ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે કમાન સંભાળી હતી. આજે ડેવિડ વોર્નરે શાનદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે તેણે તેના વનડે કેરિયરની 100 સિક્સર ફટકારી હતી.

Advertisement

ડેવિડ વોર્નરે વનડેમાં 100 સિક્સર પૂરી કરી

ડેવિડ વોર્નરે આજે વનડે ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. જણાવી દઇએ કે, ડેવિડ વોર્નર આજે મિશેલ માર્શ સાથે ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ માર્શના વહેલા આઉટ થયા બાદ ડેવિડ વોર્નરની જવાબદારી વધી ગઈ હતી. સ્ટીવ સ્મિથ સાથે મળીને તેણે ટીમને માત્ર મુશ્કેલીમાંથી બહાર જ ન લાવી પરંતુ 50થી વધુ રનની ભાગીદારી પણ કરી હતી. દરમિયાન, પહેલા વોર્નર સાવધાનીપૂર્વક રમી રહ્યો હતો, પરંતુ જ્યારે રન રેટ નોંધપાત્ર રીતે ઘટતો જણાયો ત્યારે તેણે ચાન્સ પણ લીધા હતા. રવિચંદ્રન અશ્વિન બોલિંગ કરવા આવ્યો ત્યારે ડેવિડ વોર્નરે 12મી ઓવરમાં પ્રથમ સિક્સ ફટકારી હતી. આ પછી, જ્યારે તે સેટ થઇ ગયો, ત્યારે તેણે ફરીથી 13મી ઓવરમાં સિક્સર ફટકારી, આ સમયે શાર્દુલ ઠાકુર બોલિંગ કરી રહ્યો હતો. આ મેચ પહેલા ડેવિડ વોર્નરે ODIમાં 98 સિક્સર ફટકારી હતી, એટલે કે હવે તેની સિક્સરની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે.

Advertisement

148 મેચોમાં 100 સિક્સર ફટકારી

Advertisement

અત્યાર સુધી ઘણા ખેલાડીઓએ વનડેમાં 100થી વધુ સિક્સર ફટકારી છે. પરંતુ ડેવિડ વોર્નર અને બેન સ્ટોક્સ બરાબરી પર હતા. બેન સ્ટોક્સે 108 વનડેમાં 98 સિક્સર ફટકારી છે અને હવે ડેવિડ વોર્નરે 148 મેચમાં 100 સિક્સર ફટકારી છે એટલે કે વોર્નરે સ્ટોક્સને પાછળ છોડી દીધો છે. જો કે તેની 100 સિક્સર પૂરી કરવામાં ટીમ ઈન્ડિયાના ફિલ્ડરોનો પણ મોટો ફાળો હતો. શાર્દુલ ઠાકુરે ઇનિંગની નવમી ઓવરમાં ડેવિડ વોર્નરને ફસાવી દીધો, પરંતુ શ્રેયસ અય્યર તે કેચ લઈ શક્યો નહીં, તેથી ડેવિડ વોર્નરની ઇનિંગ ચાલુ રહી. આ અવસર બાદ ડેવિડ વોર્નરે સતત બે ઓવરમાં બે સિક્સર ફટકારીને પોતાની સિક્સરની સંખ્યા 100 સુધી પહોંચાડી દીધી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વોર્નરનું પ્રદર્શન

18 જાન્યુઆરી, 2009ના રોજ દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ સામે વનડેમાં ડેબ્યૂ કરનાર વોર્નરે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 148 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 146 ઇનિંગ્સમાં 44.60ની એવરેજ અને 95.85ની સ્ટ્રાઇક રેટથી 6,288 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 179 રન છે. આ સિવાય વોર્નરે 109 ટેસ્ટની 199 ઇનિંગ્સમાં 8,487 રન અને 99 T20 ઇન્ટરનેશનલની 99 ઇનિંગ્સમાં 2,894 રન બનાવ્યા છે.

ODI ક્રિકેટ મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ટોપ 10 ખેલાડી

વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની યાદીમાં સૌથી ઉપર નામ પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીના નામે છે. જેણે વનડેમાં કુલ 351 સિક્સર ફટકારી છે. તે પછી વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ બેટ્સમેન ક્રિસ ગેલ છે જેણે 331 સિક્સર ફટકારી છે. આ યાદીમાં ત્રીજા નંબર પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું નામ છે. જેણે અત્યાર સુધીમાં 286 સિક્સર ફટકારી છે. તે પછી ચોથા નંબરે શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન સનથ જયસૂર્યા છે, જેણે 270 સિક્સર ફટકારી છે. પાંચમાં નંબરે એકવાર ફરી ભારતીય બેટ્સમેન છે. જેનું નામ મહેન્દ્રસિંહ ધોની છે. જેણે 229 સિક્સર ફટકારી છે. તે પછી છઠ્ઠા નંબરે ઈંગ્લેન્ડનો બેટ્સમેન એલોન મોર્ગન છે. જેણે 220 સિક્સર ફટકારી છે. સાતમાં ક્રમાકે દક્ષિણ આફ્રિકાનો ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડિવિલિયર્સ છેે. જેણે 204 સિક્સર ફટકારી છે. આઠમાં નંબરે ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ છે. જેણે 200 સિક્સર ફટકારી છે. નવામાં અને દસમાં ક્રમાકે ભારતીય બેટ્સમેનો છે. જે અનુક્રમે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી છે. જેમણે અનુક્રમે 195 અને 190 સિક્સર ફટકારી છે.

આ પણ વાંચો - IND vs AUS : ટીમ ઈન્ડિયા વિરુદ્ધ પ્રથમ ODI પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ નબળી પડી, લાગ્યો ડબલ ઝટકો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.