IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાને 66 રને હરાવ્યું
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બુધવારે રમાયેલી શ્રેણીની અંતિમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. રંગીલા રાજકોટમાં દર્શકો ટીમ ઈન્ડિયાને સિરીઝની અંતિમ મેચમાં સારું પ્રદર્શન કરતા જોવા માંગી રહ્યા હતા. જોકે, આવું ન બની શક્યું અને રાજકોટના મેદાનમાં ભારતને 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાને 353 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ઈનિંગ 49.4 ઓવરમાં 286 રનમાં સમેટાઈ ગઇ હતી. કેપ્ટન રોહિત શર્માએ 57 બોલમાં 5 ફોર અને 6 સિક્સરની મદદથી 81 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 61 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વનડે જીતી, સિરીઝ ભારતના નામે રહી
ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની શ્રેણીની ત્રીજી વનડેમાં 66 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. જો કે ટીમ ઈન્ડિયાએ આ સીરીઝ 2-1થી સરળતાથી જીતી લીધી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 7 વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 286 રન પર જ સિમિત રહી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા હતા. ઓપનર મિચેલ માર્શે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 84 બોલમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 96 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ત્રણ, કુલદીપ યાદવે બે જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ લીધી હતી. જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023 પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી ઈન્ટરનેશનલ મેચ હતી. આ પછી ભારતીય ટીમ સીધી વોર્મ-અપ મેચમાં ઉતરવા જઈ રહી છે.
મિચેલ માર્શનું શાનદાર પ્રદર્શન
ઓસ્ટ્રેલિયાના ઘાતક બેટ્સમેનોમાંના એક મિશેલ માર્શે આજે રાજકોટમાં રમાઈ રહેલી મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 84 બોલમાં 96 રન બનાવ્યા, તે બીજી વાત છે કે તે પોતાની સદી ચાર રનથી પૂર્ણ કરવામાં ચૂકી ગયો, પરંતુ તેમ છતાં તેણે પોતાની ટીમને મજબૂત બનાવી. મિશેલ માર્શે ભારત સામેની છેલ્લી નવ વનડે મેચોમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે આ 9 મેચમાં 458 રન બનાવ્યા છે. તેની એવરેજ 76.33 અને સ્ટ્રાઈક રેટ 117.73 છે. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદી અને એક સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 102 રન છે.
ટીમ ઈન્ડિયા ટાર્ગેટથી પાછળ રહી ગઈ હતી
આ મેચમાં જ્યારે ભારતીય ટીમ 352 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે કેપ્ટન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. જોકે, તેને બીજા છેડેથી વોશિંગ્ટન સુંદર (18)નો સાથ મળી શક્યો ન હતો. રોહિતે આ મેચમાં માત્ર 57 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી. જેમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા. આ સિવાય 56 રનની અડધી સદી પણ વિરાટ કોહલીના બેટમાંથી આવી હતી. જ્યારે શ્રેયસ અય્યરના બેટમાંથી 48 રન આવ્યા હતા. પરંતુ આમાંથી કોઈ પણ ખેલાડી પોતાની ઇનિંગ્સને મોટી બનાવી શક્યો ન હતો. ત્યાર બાદ કેએલ રાહુલ (26), સૂર્યકુમાર યાદવ (8) અને રવીન્દ્ર જાડેજા (35) બેટિંગથી કંઈ ખાસ કરી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલે 4 વિકેટ લઈને પોતાની ટીમને જીત અપાવી હતી.
આ પણ વાંચો - ICC ODI World Cup 2023 : વર્લ્ડ કપની ટિકિટ જોઇએ છે પણ નથી મળતી? તો કરો માત્ર આટલું
આ પણ વાંચો - World Cup પહેલા પાકિસ્તાની કેપ્ટન Babar Azam પર પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી, જાણો સમગ્ર મામલો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે