Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs AFG : ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત અફઘાનિસ્તાન વિરુદ્ધ T20I શ્રેણીથી કરશે

IND vs AFG : ટીમ ઈન્ડિયા (Team India) નવા વર્ષની શરૂઆત અફઘાનિસ્તાન (Afghanistan) વિરુદ્ધ T20I ની શ્રેણીથી કરશે. BCCIએ રવિવારે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20I શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup)...
ind vs afg   ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત અફઘાનિસ્તાન વિરુદ્ધ t20i શ્રેણીથી કરશે

IND vs AFG : ટીમ ઈન્ડિયા (Team India) નવા વર્ષની શરૂઆત અફઘાનિસ્તાન (Afghanistan) વિરુદ્ધ T20I ની શ્રેણીથી કરશે. BCCIએ રવિવારે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20I શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) પહેલા ભારતની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય T20I શ્રેણી બનવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી ત્રણ મેચ રમાશે.

Advertisement

અફઘાનિસ્તાન શ્રેણી માટે India Team

અફઘાનિસ્તાન વિરુદ્ધ શ્રેણી માટે રોહિત શર્મા (Rohit Sharma) ને કપ્તાની સોંપવામાં આવી છે. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) પણ T20 ફોર્મેટમાં પરત ફર્યો છે. આ પહેલા કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ BCCIને જાણ કરી હતી કે તેઓ T20માં પસંદગી માટે ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં બંને ખેલાડીઓને નજરઅંદાજ કરવું ઘણું મુશ્કેલ હતું. જણાવી દઈએ કે રોહિત ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ઓફિશિયલ કેપ્ટન છે, એ અલગ વાત છે કે તેણે અને વિરાટ કોહલીએ એક વર્ષથી કોઈ T20 મેચ રમી નથી. રોહિત અને કોહલીએ છેલ્લે T20 વર્લ્ડ કપ 2022માં T20 મેચ રમી હતી. બંનેએ થોડા સમય પહેલા T20 વર્લ્ડ કપ 2024 રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 1 જૂનથી 29 જૂન સુધી થવાનું છે. શિવમ દુબે, સંજુ સેમસન અને અક્ષર પટેલ T20 ટીમમાં પરત ફર્યા છે. T20 વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાન શ્રેણી ભારતની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી છે.

Advertisement

વર્લ્ડ કપ પહેલા આ સીરીઝ ખાસ

T20 વર્લ્ડ કપ 2024 જૂનમાં શરૂ થશે. આ વખતે T20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. તે પહેલા અફઘાનિસ્તાન સાથેની આ શ્રેણી ટીમ ઈન્ડિયા માટે ઘણી ખાસ છે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાને તેની વર્લ્ડ કપની તૈયારીઓને પરખવાની તક મળશે. આ સીરિઝ પછી વર્લ્ડ કપ 2024 માટે ટીમ લગભગ નક્કી થઈ જશે કે આગામી ટીમમાં કયા ખેલાડીને સ્થાન મળશે. ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમશે. બીજી મેચ ઈન્દોરમાં રમાશે જ્યારે શ્રેણીની છેલ્લી મેચ બેંગલુરુમાં 17 જાન્યુઆરીએ રમાવાની છે. આ પહેલા ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ ચૂકી છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 4 મેચ જીતી છે જ્યારે એક મેચ રમાઈ શકી નથી.

ભારત અફઘાનિસ્તાન શ્રેણી શેડ્યૂલ

Advertisement

  • પ્રથમ T20: 11 જાન્યુઆરી, મોહાલી, સાંજે 7 વાગ્યાથી
  • બીજી T20: 14 જાન્યુઆરી, ઈન્દોર, સાંજે 7 વાગ્યાથી
  • ત્રીજી T20: 17 જાન્યુઆરી, બેંગલુરુ, સાંજે 7 વાગ્યાથી
અફઘાનિસ્તાન T20 શ્રેણી માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંઘ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ પટેલ , અવેશ ખાન, મુકેશ કુમાર.

આ પણ વાંચો - David Warner હવે ટેસ્ટ જર્સીમાં નહીં મળે જોવા, અંતિમ મેચમાં કર્યો આ કરિશ્મા

આ પણ વાંચો - નિવૃત્તિ પછી વોર્નરના આ ભાવનાત્મક નિવેદનથી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.