Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs AFG : ટીમ ઈન્ડિયાએ Shivam Dube ની આક્રમક બેટિંગની મદદથી અફઘાનિસ્તાનને હરાવ્યું

ભારત અને અફઘાનિસ્તાન (IND vs AFG) વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ શિવમ દુબે (Shivam Dube) ની આક્રમક બેટિંગની મદદથી આસાનીથી જીતી લીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન...
10:57 PM Jan 11, 2024 IST | Hardik Shah

ભારત અને અફઘાનિસ્તાન (IND vs AFG) વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ શિવમ દુબે (Shivam Dube) ની આક્રમક બેટિંગની મદદથી આસાનીથી જીતી લીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સામેની જીત સાથે જ ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે.

અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારતે 6 વિકેટે જીતી પહેલી મેચ

બંને ટીમો વચ્ચે પ્રથમ વખત T20 સિરીઝ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને અફઘાનિસ્તાનને બેટિંગ કરવા કહ્યું. આ દરમિયાન અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. ભારત સામે અફઘાનિસ્તાન (IND vs AFG) ટીમનો આ સર્વોચ્ચ T20 સ્કોર હતો. 159 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 17.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. જણાવી દઇએ કે, શ્રેણીની બીજી મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. મેચનો હીરો શિવમ દુબે (Shivam Dube) રહ્યો હતો, જેણે પોતાની ઇનિંગ શાનદાર રીતે રમી અને 38 બોલમાં ફિફ્ટી ફટકારી. શિવમ દુબે (Shivam Dube) એ મેચમાં 40 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય જીતેશ શર્મા (Jitesh Sharma) એ 31, તિલક વર્મા (Tilak Verma) એ 26 અને શુભમન ગિલ (Shubman Gill) એ 23 રન બનાવ્યા હતા.

પ્રથમ ઇનિંગની સ્થિતિ કેવી રહી?

આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમને ખૂબ જ સારી શરૂઆત મળી હતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં ટીમ લથડાઈ ગઈ હતી અને તેણે 57ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી મોહમ્મદ નબી (Mohammad Nabi) એ અઝમતુલ્લા ઓમરઝાઈ (Azmatullah Omarzai) સાથે મળીને અફઘાનિસ્તાનની ઈનિંગની કમાન સંભાળી અને ટીમનો સ્કોર 100 રનથી આગળ લઈ ગયો. આ દરમિયાન મોહમ્મદ નબીએ ખૂબ જ ઝડપી બેટિંગ કરી હતી. નબીએ માત્ર 27 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. નબીની જોરદાર ઇનિંગ્સના કારણે અફઘાનિસ્તાને ભારત માટે મોટું લક્ષ્ય રાખ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ આ રીતે સ્કોરનો પીછો કર્યો

અફઘાનિસ્તાન સામેની આ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) ને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ હતો. જેનો ભારતીય ટીમે 17.3 ઓવરમાં પીછો કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી શિવમ દુબે (Shivam Dube) એ 40 બોલમાં 60 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી છે. ટીમ ઈન્ડિયાની જીતમાં શિવમ દુબેની ભૂમિકા સૌથી મહત્વની રહી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં બોલ અને બીજી ઇનિંગમાં બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, આ રન ચેઝમાં ટીમ ઈન્ડિયા (Team India) ની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ભારતે પહેલા જ ઓવરમાં 0ના સ્કોર પર રોહિત શર્મા (Rohit Sharma) ની વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાને 28 રન પર બે ઝટકા લાગ્યા હતા, પરંતુ અહીંથી શિવમ દુબેએ ભારતીય ઇનિંગને સંભાળ્યો અને પહેલા જીતેશ શર્મા અને પછી રિંકુ સિંહ સાથે ભાગીદારી કરીને ભારતને મેચ જીતાડી.

આ પણ વાંચો - India vs Afghanistan : આ ટીમના ખેલાડીએ સૌથી વધુ ઉંમરે T20 માં કર્યું ડેબ્યૂ

આ પણ વાંચો - IND vs AFG : ટીમ ઈન્ડિયાના કેપ્ટન Rohit Sharma એ બનાવ્યો આ ખાસ રેકોર્ડ, વિરાટ-ધોની પણ રહી ગયા પાછળ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
IND VS AFGind vs afg 1st t20ind vs afg 1st t20 match Live Score UpdateIND vs AFG 1st T20Iind vs afg seriesind vs afg series record and statsind vs afg series statsind vs afg T20I seriesIndia Vs Afghanistanindia vs afghanistan 1st t20india vs afghanistan 1st t20 match Live Score UpdateIndia vs Afghanistan 1st T20IIndia vs Afghanistan Head to HeadIndia vs Afghanistan Series Head to HeadIndia vs Afghanistan T20I seriesIndian squad for Afghanistan T20I seriesrohit sharmaRohit Sharma CaptainRohit Sharma Captain confirm for t20 world cup squadt20 world cup squadT20-World-Cup-2024team india playing xiTeam India squad for Afghanistan T20I seriesTeam India squad for T20I series against AfghanistanVirat KohliVirat Kohli confirm for t20 world cup squad
Next Article