Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs AFG Series: મેચ પહેલા અફઘાનિસ્તાન ટીમને મોટો ઝટકો, આ ખેલાડી શ્રેણીમાંથી થયો બહાર

IND vs AFG Series : અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. અહીં તેણે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી રમાશે. પરંતુ આ મેચ પહેલા...
ind vs afg series  મેચ પહેલા અફઘાનિસ્તાન ટીમને  મોટો ઝટકો  આ ખેલાડી શ્રેણીમાંથી થયો બહાર

IND vs AFG Series : અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. અહીં તેણે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી રમાશે. પરંતુ આ મેચ પહેલા જ અફઘાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે અફઘાનિસ્તાન ટીમનો સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન (Rashid khan) આખી શ્રેણીમાંથી બહાર છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે રાશિદ છેલ્લી બે મેચમાં રમી શકે છે. પણ હવે એવું નથી. રાશિદ આખી શ્રેણીમાં (IND vs AFG Series) થી બહાર છે. અફઘાન ટીમના કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાને પોતે આ વાત જણાવી છે.

Advertisement

Advertisement

ટીમને આખી શ્રેણીમાં રાશિદની ખોટ રહેશે

મોહાલી ટી-20 મેચ પહેલા ઝાદરાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,કે રશીદ ખાના સંપૂર્ણ રીતે ફિટ નથી, પરંતુ ટીમ સાથે ચોક્કસપણે પ્રવાસ કરશે. અમને આશા છે કે તે શક્ય તેટલી વહેલી તકે ફિટ થઈ જશે. તે ડોક્ટર સાથે ટ્રીટમેન્ટ કરી રહ્યો છે અને અમે તેને આખી સિરીઝ (IND vs AFG Series) દરમિયાન મિસ કરીશું.

Advertisement

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ

પ્રથમ T20: 11 જાન્યુઆરી, મોહાલી, સાંજે 7 વાગ્યાથી
બીજી T20: 14 જાન્યુઆરી, ઈન્દોર, સાંજે 7 વાગ્યાથી
ત્રીજી T20: 17 જાન્યુઆરી, બેંગલુરુ, સાંજે 7 વાગ્યાથી

બંને ટીમના ખેલાડીઓ

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ, અવેશ ખાન અને મુકેશ કુમાર.

અફઘાનિસ્તાન ટીમઃ ઈબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈકરામ અલીખિલ (વિકેટકીપર), હઝરતુલ્લાહ ઝાઝાઈ, રહમત શાહ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, કરીમ જનાત, અઝમતુલ્લા ઉમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, મુજીબ ઉર રહેમાન, ફૈઝહુલ ઝાઝાઈ. ફરીદ અહેમદ, નવીન-ઉલ-હક, નૂર અહેમદ, મોહમ્મદ સલીમ, કૈસ અહેમદ અને ગુલબદ્દીન નાયબ

આ પણ વાંચો - IPL 2024 : આ દિવસે શરૂ થશે 17મી સીઝન! WPL-2024 ને લઈને પણ આવ્યું આ અપડેટ

Tags :
Advertisement

.